બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

VTV / સ્પોર્ટસ / Cricket / Rohit Sharma created history, became the first Indian batsman to make Most six in IPL

IPL 2023 / રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, IPLમાં આવો રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો

Megha

Last Updated: 04:45 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત IPLના ઈતિહાસમાં 250 સિક્સર મારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે. રોહિતે તેની IPL કરિયરમાં 233 IPL મેચ રમીને આ કારનામું કર્યું છે.

  • મુંબઈના કેપ્ટન રોહિત શર્મા એ ઈતિહાસ રચ્યો
  • ઈનિંગમાં હિટ મેન 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી
  • રોહિતે તેની IPL કરિયરમાં 233 IPL મેચ રમીને આ કારનામું કર્યું

મુંબઈ ઈન્ડિયન્સને પંજાબ કિંગ્સ સામેની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોય, મુંબઈના કેપ્ટન રોહિત શર્મા એ ઈતિહાસ રચ્યો છે. પંજાબ સામેની મેચમાં રોહિતે 27 બોલમાં 44 રનની ઈનિંગ રમી હતી, તેની ઈનિંગમાં હિટ મેન 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. રોહિત લિવિંગસ્ટોનને તેના જ બોલ પર કેચ આપીને આઉટ થયો હતો. રોહિત ભલે અડધી સદી ચૂકી ગયો, પરંતુ તેણે IPLમાં ઐતિહાસિક કારનામું કર્યું.

રોહિત IPLના ઈતિહાસમાં 250 સિક્સર મારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે. રોહિતે તેની IPL કરિયરમાં 233 IPL મેચ રમીને આ કારનામું કર્યું છે. આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. ગેલે આઈપીએલમાં 357 સિક્સર ફટકારી છે. એબી ડી વિલિયર્સ બીજા નંબર પર છે. ડી વિલિયર્સે તેની IPL કરિયરમાં કુલ 251 સિક્સર ફટકારી હતી. તે જ સમયે, રોહિત આ મામલે ત્રીજા નંબર પર છે. જો કે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ IPLમાં, રોહિત મિસ્ટર 360* એબી ડી વિલિયર્સના 251 સિક્સરનો રેકોર્ડ તોડી નાખશે. 

જો આઈપીએલમાં સૌથી વધુ સિક્સર મારનારા ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો ધોનીનો નંબર રોહિત પછી આવે છે, માહીએ આઈપીએલમાં અત્યાર સુધી 235 સિક્સર ફટકારી છે, વિરાટ કોહિલે આઈપીએલમાં 229 સિક્સર ફટકારી છે. 

અર્શદીપ સિંહ અને કુરેન મેચના હીરો બન્યા
પંજાબ કિંગ્સના કેરટેકર કેપ્ટન સેમ કુરેનની ધમાકેદાર અડધી સદીની ઇનિંગ્સ અને અર્શદીપ સિંહ હરપ્રીત ભાટિયા સાથે પાંચમી વિકેટ માટે 50 બોલમાં 92 રનની ભાગીદારી પછી. શાનદાર બોલિંગના આધારે પંજાબ કિંગ્સે શનિવારે અહીં આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સને 13 રને હરાવ્યું હતું. મુંબઈને છેલ્લી ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂર હતી પરંતુ અર્શદીપ સિંહે તિલક વર્મા અને નેહલ વાઢેરાને સળંગ બોલમાં માત્ર બે રન આપીને બોલ્ડ કર્યા હતા. આ પહેલા તેણે ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવની વિકેટ પણ લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ