બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / RO water not beneficial health but harmful!

આરોગ્ય ટિપ્સ / ROનું પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નહીં હાનિકારક! શું કહે છે નિષ્ણાંતોથી લઇને WHOની ટીમ?

Ajit Jadeja

Last Updated: 01:13 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરઓ પાણી સ્વચ્છ કરે છે પરંતુ તેની સાથે પાણીમાં રહેલા ખનીજ પદાર્થો જે શરીર માટે જરૂરી છે તેનો પણ નાશ કરે છે.

આરઓનું શુદ્ધ પાણી પીવાથી આપણા શરીર પણ સ્વસ્થ્ય રહેશે અને દુષિત પાણીથી થતા રોગથી બચી શકશુ તેવું માનીને આપણે આરઓ સીસ્ટમ માટે ખાસો ખર્ચ કરીએ છીએ. પરંતુ હકિકત જોઇએ તો કંઇક અલગ જ છે. આરઓ પાણી તો સ્વચ્છ કરે છે પરંતુ તેની સાથે પાણીમાં રહેલા ખનીજ પદાર્થો જે શરીર માટે જરૂરી છે તેનો પણ નાશ કરે છે. આ કારણે વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે આરઓનું પાણી ઘણી બિમારીઓને દૂર રાખે છે પરંતુ સાથે ઘણી સમસ્યાઓ પણ પેદા કરે છે. સરળ ભાષામાં આપણે કહીએ તો આરઓનું પાણી આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે.

કેમ ખતરનાક છે આરઓનું પાણી જાણો

નિષ્ણાતોનું કહેવું છે કે તમે આરઓનો ઉપયોગ કરવા માગતા હોય તો એ નક્કી કરી લો કે ફિલ્ડર કરાયેલા પાણીમાં 200થી 250 મિલિગ્રામ પ્રતિ લિટરની દરથી ખનીજ પદાર્થ હોવા જોઇએ. જેનાથી શરીરને જરૂરી કૈલ્શિયમ અને મેગ્નેશિયમ સહિત પદાર્થ મળી રહેશે. આરઓ સિસ્ટમ પર એક વેબિનારમાં આ વાત વૈજ્ઞાનિક ડૉ. અતુલ વી માલધુરએ કરી હતી. તેમણે કહ્યું કે આરઓ પાણીમાંથી અશુદ્ધીઓ દૂર કરે છે પરંતુ સાથે સાથે શરીર માટે જરૂરી ખનિજ તત્વોનો પણ પાણીમાંથી નાશ કરે છે.

 

WHOએ પણ આપી હતી ચેતવણી

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ પણ આરઓ ફિલ્ટર પાણીના ઉપયોગને લઇને ચેતવણી આપી હતી. 2019 માં કહ્યું હતું કે, 'આરો મશીન પાણી સ્વચ્છ કરે જે સારી બાબત છે પરંતુ કેલ્શિયમ અને મેગ્નિશિયમને પણ પાણીમાંથી હટાવે છે. આ બંને તત્વો શરીર માટે ખુબ જરૂરી છે. જે શરીરની ઊર્જા માટે ખૂબ જ જરૂરી છે. તેથી લાંબા સમય સુધી આરઓનું પાણી પીવાથી સ્વાસ્થ્યને નુકસાનકારક થઇ શકે છે.' સર ગંગા રામ હોસ્પિટલમાં ગેસ્ટ્રો એન્ટરોલૉજીના મુખ્ય ડૉ. અનિલ અરોડાએ કહ્યુ કે આરઓથી ફિલ્ટર પાણીના બદલે લોકોએ નાઇટ્રેટ જેવી અશુદ્ધિઓને ફિલ્ટર કરીને ઉકાળેલુ પાણી પીવું જોઇએ. પાણીને ઉકાળવાથી માત્ર બેક્ટેરિયા, વાયરસ અને ફંગસનો નાશ થશે. અરોડાએ જણાવ્યુ કે આરઓના પાણીની અસર શરીર પર પડે છે અને માંસપેશિયોમાં થાક, શરીર દુખવું યાદશક્તિ ઓછી થવી જેવી અસરો જોવા મળી જેનું કારણ હતુ કે આરઓના શુદ્ધપાણીમાં ખનીજ તત્વો શરીરને જરૂરી છે તે નાસ પામતા આ સમસ્યા સર્જાઇ હતી.

આ પણ વાંચોઃ 40 વર્ષ બાદ પુન: એકજૂથ થશે ગાંધી પરિવાર? કોંગ્રેસની ઑફર બાદ હવે વરૂણ ગાંધીના આગામી પગલા પર નજર

હાડકાની નબળાઇ, ચીડિયાપણુંની સમસ્યા

આરઓ વગર પણ પાણીને શુદ્ધ કરી શકીએ છીએ. પાણીને કોટનના કપડાથી ગાળીને 20 મિનિટ સુધી ઉકાળો. પાણીમાં રહેલા ટ્રેસ તત્વો આપણા હોર્મોન્સ અને એન્ઝાઇમનો ભાગ છે. જો આને લેવામાં ન આવે, તો તે શરીર પર ઘણી હદ સુધી વિપરીત અસર કરી શકે છે. આવી ઉણપના સામાન્ય લક્ષણોમાં થાક અને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. 'આરઓ પાણી પીવાની માનવ સ્વાસ્થ્ય પર અસરો' નામના અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે લાંબા સમય સુધી આરઓનું પાણી પીવાથી આર્થરાઈટિસ, ડિપ્રેશન, ચીડિયાપણું, હાડકાની નબળાઈ અને વાળ ખરવા જેવી સમસ્યાઓ થાય છે. સુપ્રીમ કોર્ટે વર્ષ 2022માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ના એક આદેશ પર સ્ટે મૂક્યો હતો, જેણે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને નિર્દેશ આપ્યો હતો કે તે તમામ આરઓ ઉત્પાદકોને વોટર પ્યુરિફાયર પર પ્રતિબંધ મૂકવા માટે નિર્દેશો જારી કરે જ્યાં પાણીમાં ટીડીએસનું સ્તર પાણીથી ઓછું હોય. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ