બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rivers on two banks, water on the roads, waterfalls alive: Meghraja will once again sweep these areas of Gujarat.

વરસતો રહે / નદીઓ બે કાંઠે, માર્ગો પર પાણી, ધોધ જીવંત: સુરતમાં અધિકારીઓ ઍલર્ટ, ગુજરાતના આ વિસ્તારોને ફરી મેઘરાજા ધમરોળશે

Priyakant

Last Updated: 10:01 AM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Monsoon Update News: દક્ષિણ ગુજરાતને મેઘરાજાને જાણે રીતસરનું ઘમરોળ્યું, સુરત, નવસારી, તાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ, સોનગઢના જંગલનું સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠ્યું

  • દક્ષિણ ગુજરાતને મેઘરાજાને જાણે રીતસરનું ઘમરોળ્યું 
  • સુરત, નવસારી, તાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ
  • ભારે વરસાદને કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ તરફ હવે દક્ષિણ ગુજરાતને મેઘરાજાને જાણે રીતસરનું ઘમરોળ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. આ તરફ ભારે વરસાદને કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેને લઈ લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. 

સોનગઢના જંગલનું સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠ્યું
ભારે વરસાદ બાદ હવે દક્ષિણ સોનગઢના જંગલનું સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠ્યું છે. જંગલ વિસ્તારોના નાના-મોટા ઝરણા, ધોધ ફરી જીવંત થયા છે. સોનગઢનો ચીમેર ગામે આવેલ ચિમેર ધોધ ફરી જીવંત થયો છે. મહત્વનું છે કે, ચીમેર ધોધ ગાઢ જંગલની વચ્ચે લગભગ 300 ફૂટની ઊંચાઈ પર છે. બે દિવસથી વરસી રહેલા વરસાદને પગલે જંગલનું સોંદર્ય સોળે કળાએ ખીલ્યું છે.  આ ધોધ નિહાળવા સુરત, બરોડા, દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રના પ્રવાસીઓ આવે છે. 

ડાંગમાં વહેલી સવારથી વરસાદી માહોલ
આ તરફ ડાંગ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને પગલે જિલ્લાની નદિઓ બે કાંઠે વહેતી થઈ છે. ખાસ કરીને જિલ્લાની અંબિકા, પૂર્ણા તેમજ ખપારી નદી બે કાંઠે વહેતી થઈ છે. મહત્વનું છે કે, ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વધઈ તાલુકામાં નોંધાયો છે. 

આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સુરત જિલ્લા સહિત શહેરી વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. મહત્વનું છે કે, સુરત જિલ્લામાં સૌથી વધુ મહુવા તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેને લઈ મહુવા તાલુકાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 

નવસારી શહેર સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ
આ તરફ નવસારી શહેર સહિત જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે. આ સાથે વહેલી સવારથી શહેરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે. પવન સાથે વરસાદ પડતા શહેરના વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં ખાસ કરીને મંકોડિયા, ધાનેરા પોઇન્ટ પાસે વરસાદી પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. 

તાપીમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ 
હવામાનની આગાહી મુજબ તાપી જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદની આગાહી વચ્ચે સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ સહિતના તાલુકામાં વરસાદી માહોલ છે. મહત્વનું છે કે, તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વાલોડ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. 

સુરતમાં અતિભારે વરસાદની આગાહી-તંત્ર એલર્ટ
હવામાન વિભાગ દ્વારા સુરત સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર છે. આગાહીને પગલે જિલ્લાના અધિકારીઓને ફરમાન જાહેર કર્યું છે. જેમાં અધિકારીઓને 28 જૂનથી 3 જુલાઈ સુધી હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, સુરત સહિતના વિસ્તારોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. 

લુણાવાડામાં વહેલી સવારથી જ મુશળધાર વરસાદ
આ તરફ હવામાનની આગાહી પ્રમાણે લુણાવાડા નગરમાં વહેલી સવારથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ગાજવીજ સાથે લુણાવાડામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. આ સાથે લુણાવાડા અને આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. આ તરફ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. 

પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ
હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેને લઈ મોરવા હડફ તાલુકાના મોરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. મોરા, મેત્રાલ, દેલોચ સહિતના ગામોમાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે. આ તરફ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. 

હવામાન વિભાગે શું કરી છે આગાહી ? 
હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાર દિવસ વરસાદી વાતાવરણ જોવા મળી રહેશે. જેમાં આગામી બે દિવસ એટલે કે 48 કલાક અત્યંત ભારે વરસાદ ત્રાટકે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે 29 અને 30 જૂનના રોજ રાજ્યના બીજા પણ અન્ય વિસ્તારોમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. ત્યારબાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 જાન્યુઆરીથી વરસાદની ગતિ ધીમી પડશે અને વરસાદી ટ્રફ અને સર્ક્યુલેશનને લીધે ભારે વરસાદ પડી શકે તેમ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ