બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Rinku Singh surpassed Suryakumar Yadav with a brilliant innings against CSK

IPL 2023 / રિંકુ સિંહ સામે સૂર્યાની ચમક પડી ફિક્કી, CSK સામે શાનદાર ઇનિંગ રમીને સૂર્યકુમાર યાદવને પણ પાછળ છોડી દીધો

Megha

Last Updated: 10:08 AM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને છ વિકેટે હરાવ્યું હતું. જેમાં રિંકુ સિંહે 43 બોલમાં 54 રન બનાવ્યા જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

  • રિંકુ સિંહે CSK સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું
  • રિંકુ સિંહે સૂર્યકુમાર યાદવને પણ પાછળ છોડ્યો 
  • IPL 2023માં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડીઓની લિસ્ટમાં સામેલ 

IPL 2023ની 61મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને છ વિકેટે હરાવ્યું હતું. જેમાં રિંકુ સિંહ અને નીતિશ રાણાએ ત્રીજી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી હતી. રિંકુ સિંહે 43 બોલમાં 54 રન બનાવ્યા જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. તે જ સમયે, નીતિશ રાણાએ 44 બોલમાં 57 રનની અણનમ ઇનિંગ રમી હતી. નીતિશ રાણાએ પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. રિંકુ સિંહે CSK સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આખા મેદાન પર સ્ટ્રોક ફટકાર્યા અને શાનદાર અડધી સદી ફટકારી હતી. આ શાનદાર ઇનિંગ રમીને રિંકુ સિંહે સૂર્યકુમાર યાદવને પણ પાછળ છોડી દીધો હતો. 

રિંકુ સિંહે સૂર્યકુમાર યાદવને પણ પાછળ છોડ્યો 
ચેન્નાઈ સુપર કિંગ્સ સામે KKRની શરૂઆત સારી રહી ન હતી. જ્યારે રહેમાનુલ્લા ગુરબાઝ 1 રન અને જેસન રોય 12 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ રિંકુ સિંહે ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે કેપ્ટન નીતીશ રાણા સાથે મળીને KKRને જીત તરફ દોરી. રિંકુએ 43 બોલમાં 54 રન બનાવ્યા જેમાં 4 ફોર અને 3 સિક્સ સામેલ હતી. આ સાથે તેણે IPL 2023માં 25 સિક્સ ફટકારી છે અને સૂર્યકુમાર યાદવને પાછળ છોડી દીધો છે. IPL 2023માં સૂર્યાના નામે 24 સિક્સર છે. 

IPL 2023માં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડીઓ: 
1. ફાફ ડુ પ્લેસિસ - 34 સિક્સર 
2. ગ્લેન મેક્સવેલ - 30 સિક્સર 
3. શિવમ દુબે - 30 સિક્સર 
4. યશસ્વી જયસ્વાલ - 26 સિક્સર 
5. રિંકુ સિંહ - 25 સિક્સર 
6. સૂર્યકુમાર યાદવ - 24 સિક્સર 

KKR માટે શાનદાર પ્રદર્શન 
રિંકુ સિંહને KKR ટીમે વર્ષ 2018માં 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની પ્રથમ સિઝન સારી રહી ન હતી. પરંતુ આ પછી પણ KKR ટીમે તેને વર્ષ 2019 માટે જાળવી રાખ્યો હતો. આ પછી, તેણે તેની બેટિંગ પર કામ કર્યું અને વર્ષ 2018-19 સીઝનમાં, તેણે ઉત્તર પ્રદેશ માટે રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કર્યું. IPL 2023માં તેનું પ્રદર્શન સામે આવ્યું છે. 

રિંકુ સિંહે યશ દયાલની એક ઓવરમાં પાંચ છગ્ગા ફટકારીને KKRને ગુજરાત ટાઇટન્સ સામે જીત અપાવી. IPL 2023માં પણ તેણે 13 મેચમાં 407 રન બનાવ્યા છે, જેમાં 3 અડધી સદી સામેલ છે. તે 2018થી આઈપીએલમાં રમી રહ્યો છે. તેણે અત્યાર સુધી IPLની 30 મેચમાં 658 રન બનાવ્યા છે. IPLમાં તેની એવરેજ 32.90 છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ