બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / ricky ponting said india will pick ravindra jadeja and r ashwin for wtc final vs Australia

WTC Final 2023 / વિરાટ કે રોહિત નહીં, આ જોડી કરશે AUSની ગેમ ઓવર! ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજે આપી સલાહ

Manisha Jogi

Last Updated: 06:40 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ સામે ઓસ્ટ્રેલિયા સામે એક ખૂબ જ મોટો પડકાર છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર રિકી પોન્ટિંગે આ બાબતે પોતાની સલાહ આપી છે.

  • 7 જૂનથી ઈંગ્લેન્ડના ઓવલ મેદાનમાં WTC રમાશે
  • ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર રિકી પોન્ટિંગે સલાહ આપી
  • આ બે ક્રિકેટરોને ટેસ્ટમાં મળી શકે છે સ્થાન

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ સામે ઓસ્ટ્રેલિયા સામે એક ખૂબ જ મોટો પડકાર છે. 7 જૂનથી ઈંગ્લેન્ડના ઓવલ મેદાનમાં આ મેચ રમવામાં આવશે. રવિચંદ્રન અશ્વિન તથા રવિન્દ્ર જાડેજામાંથી પ્લેઈંગ 11માં રમવા માટે કોને તક મળશે તે બાબતે સવાલો કરવામાં આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર રિકી પોન્ટિંગે આ બાબતે પોતાની સલાહ આપી છે. 

રિકી પોન્ટિંગનું નિવેદન
રિકી પોન્ટિંગ જણાવે છે કે, ભારતીય ટીમ મેનેજમેન્ટ રવિન્દ્ર જાડેજા તથા રવિચંદ્રન અશ્વિન બંને પ્લેયરને ટીમમાં શામેલ કરે. WTC ફાઈનલમાં જાડેજા છઠ્ઠા નંબરે બેટીંગ કરી શકે છે. આ વર્ષની શરૂઆતમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ 2-1થી જીતી હતી અને બોર્ડર ગાવસ્કર ટ્રોફી પોતાને નામ કરી હતી. જેમાં ભારતીય સ્પિન જોડીનું મહત્ત્વપૂર્ણ યોગદાન હતું. 

અશ્વિનને બહાર રાખવામાં આવે
વર્ષ 2021-22માં ભારતે ઈંગ્લેન્ડ પ્રાવસ કર્યો હતો અને જાડેજાને 5 ટેસ્ટ મેચમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ઓલરાઉન્ડરે આ સીરિઝમાં ખાસ બોલિંગ કરી નહોતી અને 56.16ની સરેરાશથી 6 વિકેટ લીધી હતી. જાડેજાએ 287 રન કર્યા હતા અને તેમાં એક સદી પણ શામેલ છે. 

બંને ક્રિકેટરને તક આપવામાં આવે
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ જણાવે છે કે, જાડેજા બેટીંગ સારી કરે છે. આ કારણોસર તેમના સાથી અશ્વનને WTC ફાઈનલમાં શામેલ કરવો જરૂરી છે. પોન્ટિંગ જણાવે છે કે, મને લાગી રહ્યું છે કે, અશ્વિન અને જાડેજાની પસંદગી કરવામાં આવશે. જાડેજા બેટીંગમાં નંબર 6 પર રહી શકે છે. જાડેજાની બેટ્સમેન તરીકે પસંદગી કરવામાં આવી શકે છે તથા બોલિંગ પણ કરી શકે છે. 

અશ્વિને કર્યું શાનદાર પ્રદર્શન
આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અશ્વિને કુલ 25 વિકેટ લઈને દબદબો બનાવી રાખ્યો હતો. જાડેજા તથા અશ્વિન પીચ પર બોલિંગ કરી રહ્યા હતા. અશ્વિને અલગ અલગ પરિસ્થિતિઓમાં શાનદાર પ્રદર્શન કરીને ક્ષમતા સાબિત કરી છે. 13 ટેસ્ટ મેચમાં 61 વિકેટ લીધી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ