બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Revelations in international drugs case: Names of 20 people who ordered drugs from USA revealed

ડાર્કવેબ / આંતરાષ્ટ્રીય ડ્રગ્સ કેસમાં ઘટસ્ફોટ: USAથી ડ્રગ્સ મંગાવનાર 20 લોકોનો નામજોગ ખુલાસો, રમકડા/પુસ્તકોનો કાળો ખેલ ઉઘાડો

Kishor

Last Updated: 01:45 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની પોસ્ટ ઓફિસેથી પકડાયેલ વિદેશી ડ્રગ્સ કેસમાં USAથી ડ્રગ્સ મંગાવનાર 20 લોકોના નામ ખુલતા ખળભળાટ મચી ગયો છે.

  • અમદાવાદની પોસ્ટ ઓફિસેથી પકડાયેલ વિદેશી ડ્રગ્સ કેસ
  • વિદેશી ડ્રગ્સની ડિમાન્ડ નવરાત્રી, દિવાળી સમયે વધુ હોવાનું સામે આવ્યુ
  • સાયબર ક્રાઇમની ટીમની તપાસમાં થયો મોટો ખુલાસો

 આંતરરાષ્ટ્રીય ડ્રગ્સકાંડ કેસ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ પોસ્ટ ઓફિસમાંથી પકડાયેલા વિદેશી ડ્રગ્સ કેસમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. આ મામલે સાયબર ક્રાઈમની તપાસમાં સ્ફોટક ખુલાસા  થયા છે. તપાસમાં અમદાવાદના 3, સુરતનો 1 અને બરોડાના 1 ડ્રગ્સ ડિલરની ઓળખ થઈ ગઈ છે.જેમાં  USAથી ડ્રગ્સ મંગાવનાર 20 લોકોના નામ ખુલતા ખળભળાટ મચી ગયો છે. રમકડા અને પુસ્તકોની આડમાં ડ્રગ્સ લવાતું હોવાનું પણ બહાર આવ્યું છે. વધુમાં વિદેશી ડ્રગ્સની ડિમાન્ડ નવરાત્રી, દિવાળી સમયે વધુ હોવાનું સામે આવ્યુ છે.

અમદાવાદની પોસ્ટ ઓફિસમાંથી ઝડપાયેલ ડ્રગ્સ કેસમાં રશિયન નાગરિકની સંડોવણી,  ખુલી શકે છે અનેક માફિયાઓના નામ | Involvement of Russian citizen in drug case  seized from ...

અમદાવાદ, સુરત, વડોદરાના શખ્સો ડ્રગ્સ મંગાવતા હોવાનો ખુલાસો
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, વલસાડથી વ્યક્તિઓ ડ્રગ્સ મંગાવતા હતા. એટલું જ નહીં ઓળખ કરાયેલા વોન્ટેડ આરોપીઓ પાસે હજુ પણ ડ્રગ્સનો મોટો જથ્થો હોવાની શંકા છે. જ્યારે
વિદેશી ડ્રગ્સ સપ્લાય કરનાર રશિયન નાગરિકની પણ ઓળખ થઈ ચૂકી છે. ઓળખ થયેલો રશિયન નાગરિક મુંબઈની હોટલમાં રોકાયાની શંકાના આધારે હાલ રશિયન ડ્રગ્સ સપ્લાયરને પકડવા સાયબર ક્રાઈમની ટીમ સક્રિય થઈ છે. હવર સાયબર ક્રાઇમ બ્રાંચે થોડા દિવસમા જ ડ્રગ્સ લઈ મોટું ઓપરેશન હાથ ધરી શકે છે.

રાજકોટ અને વલસાડના કેટલાક શખ્સો પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ
દર વર્ષે તહેવારોમાં ડ્રગ્સનો મોટી માત્રામાં દર વર્ષે ડ્રગ્સનો જથ્થો તહેવારોમાં મંગવાતો હોવાની શંકા હોવાની શંકા છે. તહેવાર લઈ અગાઉ મંગાવેલું કરોડો રૂપિયાનું ડ્રગ્સ હજી પણ ગુજરાતમાં સંતાડેલ હોવાનું જણાય છે. પકડાયેલ ડ્રગ્સ યંગસ્ટર અને પ્રોફેશનલ પાર્ટીમાં ઉપયોગ લેવાય છે. વિદેશી ડ્રગ્સ પોસ્ટમાં કુરિયર મારફતે આવતું હતુ. પાર્સલનું ટ્રેકિંગ થતું અને કુરિયર બોયનો નંબર દેખાતો હતો. કુરિયર બોયને કોલ કરી ડ્રગ્સવાળું પાર્સલ અન્ય જગ્યાએ બહાર મેળવી લેતા હતા આમ ડ્રગ્સનો કાચો જથ્થો મંગાવી ડ્રગ્સના પેકેટ તૈયાર કરવામાં કરાયા બાદ 20 પાર્સલમાંથી મળી આવેલું કોકેઇન અને વિદેશી ગાંજો કુલ 50 લાખની કિંમતનો મુદામાલ મળી આવ્યો હતો.

અ લોકોના નામે આવ્યા પાર્સલ
આ પ્રકરણમાં અમદાવાદના રાજેશ પટેલ, વડોદરાના સૂરજસિંહ તથા વટવાના મોઇન શેખ અને સુરતના એલેકઝાન્ડર તેમજ સુરતના હાર્દિક સોનપાલ અને સાબરકાંઠાના વિકાસ પટેલ તથા સુરતના પરીક્ષિત કુમાર અને સુરતના પેટ્રિક સેડહિગ્સ અને વાપીના સિંહ સીમરન તથા બોટાદના શૈલેષ મુદ્રાના નામ ખુલ્યા છે. વધુમાં ગાંધીનગરના મયુર પટેલ, આંબાવાડીના સંજય કુમાર તથા રાજકોટ ગોંડલના મિલિંદ સોનપાલ અને સુરતના રાજકુમાર પાસવાન તથા મહેસાણાના ગૌરવ શર્મા અને ભાવનગરના વનરાજ તથા અમદાવાદના મહેશ અને સુરતના કમલ ચાંદવાની તેમજ રખિયાલના મી મોહદ સાજીદ તથા સુભાષ બ્રિજના ધ્રુવ સોલંકીના  નામે યુએસથી પર્સલો આવ્યા હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ