બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / Revelations about teacher Bipin Trivedi who accused student leader Yuvraj Singh

ભાવનગર / વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર આક્ષેપ કરનાર શિક્ષક બિપિન ત્રિવેદીને લઈ ઘટસ્ફોટ, પ્રિન્સિપાલે ખોલ્યા આ મોટા રાઝ, 7 દિવસથી પોલીસ રડારમાં

Kishor

Last Updated: 08:48 PM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવરાજસિંહ પર આરોપ લગાવનાર બિપિન ત્રિવેદી મામલે VTVની ટીમ કામિનિયાનગરની યુવા કરિયર અકેડમીમાં પહોંચી હતી. આ દરમિયાન નવા ફણગા ફુંટ્યા છે.

  • યુવરાજસિંહ પર આરોપ લગાવનાર બિપિન ત્રિવેદી મામલે વધુ એક ખુલાસો
  • સરકારી શાળામાં શિક્ષક હોવા છતા 2 ખાનગી ક્લાસિસમાં આપતો હતો લેક્ચર
  • ભાવનગરના પંકજ જોશી અને શ્રી યુવા કરિયર અકેડમીમાં છે લેક્ચરર

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર આક્ષેપ કરનાર બિપિન ત્રિવેદી પર એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે.બિપિન ત્રિવેદી છેલ્લા એક અઠવાડિયાથી પોલીસની રડારમાં હતો અને પોલીસે ગઈકાલે જબિપિનના પરિવારની પૂછપરછ કરી હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે બિપિન ત્રિવેદી ભાવનગરની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ત્યારે આ મામલે શાળાના પ્રિન્સિપાલે VTV ન્યૂઝ સાથેની વાતચીતમાં બિપિન ત્રિવેદીને લઈ જણાવ્યુ હતુ કે, છેલ્લા એક અઠવાડીયાથી બિપિન ત્રિવેદી શાળાએ આવ્યો નથી. તેમજ સરકારી શિક્ષક હોવા છતા બિપિન ખાનગી કોચિંગ સેન્ટરમાં લેકચર આપતો હોવાનો પણ ધડાકો થયો છે.

છેલ્લા 10 દિવસથી બિપીન ત્રિવેદી કોચિંગ સેન્ટર પર નથી આવતો

યુવરાજસિંહ પર આરોપ લગાવનાર બિપિન ત્રિવેદી સરકારી શાળામાં શિક્ષક હોવા છતા 2 ખાનગી ક્લાસિસમાં લેક્ચર આપી કમાણી રોળતો હતો. ભાવનગરના પંકજ જોશી અને યુવા કરિયર અકેડમીમાં તે લેક્ચરર હોવાનું બહાર આવ્યું છે. જેને પગલે VTVની ટીમ કામિનિયાનગરની શ્રી યુવા કરિયર અકેડમીમાં પહોંચી હતી. આ દરમિયાન છેલ્લા 10 દિવસથી બિપીન ત્રિવેદી કોચિંગ સેન્ટર ન આવતો હોવાનું બહાર આવ્યું છે. મહત્વમુ છે કે ગઈકાલના વીડિયો બાદ પોલીસ કરી બિપિન ત્રિવેદીની શોધખોળ કરી રહી છે. જો કે યુવરાજસિંહ પર આરોપ લગાવનાર બિપિન ત્રિવેદીને લઈ હજુ તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન આગામી સમયમાં વધુ ધડાકા ભડાકા થાય તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે.
  

શુ હતો સમગ્ર મામલો

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર આક્ષેપ કરનાર બિપિન ત્રિવેદીના પરિવારની ગઈકાલે પણ પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ડમી કાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે.એક ડીલ અંગે બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 'પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે 2 વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ 55 લાખમાં થઈ હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.' 

ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા હતા રૂપિયાઃ બિપિન ત્રિવેદી

પ્રદીપ બારૈયા નામના આરોપીનું નામ સામે આવવાનું હતું. પરંતુ ઘનશ્યામ, બિપિન, પ્રદીપ, શિવુભા, કાનભા અને યુવરાજસિંહની બેઠક થઈ હતી છે અને ડીલ 55 લાખમાં થઈ હતી. આ 55 લાખ રૂપિયાની ડીલમાં 30 લાખ, 20 લાખ અને 5 લાખ રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા હતા.જોકે, યુવરાજસિંહ જાડેજાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ