બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Repair carried out in the lane from Ellisbridge Police Station to Danapith in Ahmedabad

કામ ચાલુ / અમદાવાદમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનથી દાણાપીઠ તરફની લેનમાં હાથ ધરાયું રિપેરિંગ

Mehul

Last Updated: 06:38 PM, 17 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાનગર પાલિકાના વહીવટી તંત્રના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી નદી પરના નવા એલસિબ્રિજનું રિપેરિંગ કામ હાથ ધરાયું છે, જે લગભગ બે મહિના સુધી ચાલશે

  • એલસિબ્રિજનું રિપેરિંગ કામ
  • બે મહિના સુધી ચાલશે કામ 
  • સમયાંતરે એક પછી એક બ્રિજના કામ 

 

મહાનગર પાલિકાના વહીવટી તંત્રના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી નદી પરના નવા એલસિબ્રિજનું રિપેરિંગ કામ હાથ ધરાયું છે, જે લગભગ બે મહિના સુધી ચાલશે.તંત્ર દ્વારા સૌથી પહેલાં ગત ઓગસ્ટ-2019માં સુભાષબ્રિજનું રિપેરિંગ હાથ ધરાયું હતું. ગત વર્ષની દિવાળી બાદ સુભાષબ્રિજને સતત 20 દિવસ બંધ પણ રખાયો હતો. સુભાષબ્રિજ બાદ નહેરુબ્રિજને રિપેરિંગ માટે ગત તા.13માર્ચથી 20 એપ્રિલ, 2021 સુધી બંધ રખાયો હતો. નહેરુબ્રિજની કામગીરી વધુ પડકારજનક હોઈ તેને 45 દિવસ સુધી બંધ રખાયો હતો.

ત્યાર બાદ સત્તાધીશોએ ગાંધીબ્રિજનું રિપેરિંગ કામ હાથ પર લીધું હતું અને તે સવા બે મહિના ચાલ્યું હતું. ગાંધીબ્રિજ બાદ સરદારબ્રિજના રિપેરિંગ પાછળ રૂ. 80 લાખ ખર્ચાયા હતા. હવે નવા એલસિબ્રિજનું રિપેરિંગ હાથ પર લેવાયું છે.


આ માટે પહેલાં એલસિબ્રિજ પોલીસ સ્ટેશનથી દાણાપીઠ મ્યુનિ. મુખ્યાલય તરફ જતી લેનના નદી તરફના પાંચ મીટરના પટ્ટા પર રિપેરિંગ કામ હાથ ધરાયું છે. અગાઉના સરદારબ્રિજના રિપેરિંગ વખતે એએમટીએસ અને એસટીની અવરજવર બંધ રખાતાં પેસેન્જર્સ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા એટલે તંત્ર દ્વારા જે તે લેનને પૂરેપૂરી બંધ રાખવાના બદલે 10 મીટર પહોળી લેનના પાંચ મીટરના પટ્ટા પર રિપેરિંગ ચાલુ રાખીને બંને તરફના ટ્રાફિકની અવરજવર ચાલુ રખાઈ છે.


નવા એલસિબ્રિજના રિપેરિંગ પાછળ આશરે રૂ. 80 લાખ ખર્ચાશે અને તેમાં બંને લેનના 15-15 એક્સ્પાન્શન જોઇન્ટને રિપેર કરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ