બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Remand of Jatin Shah who adulterated ghee in Ambaji Prasad granted

દાંતા / પાપનો ઘડો ઉભરાયો.! અંબાજી પ્રસાદમાં ઘીમાં ભેળસેળ કરનાર જતીન શાહના રિમાન્ડ મંજૂર, અમદાવાદ પણ લવાશે

Vishal Khamar

Last Updated: 09:53 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજી પ્રસાદનાં ઘી માં ભેળસેળ મામલે પોલીસ દ્વારા નીલકંઠ ટ્રેડર્સનાં માલિક જતીન શાહની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે.

  • અંબાજી પ્રસાદના ઘીમાં ભેળસેળના આરોપીના રિમાન્ડ મંજૂર
  • નીલકંઠ ટ્રેડર્સના માલિકના કોર્ટે રિમાન્ડ કર્યા મંજૂર
  • દાતા કોર્ટે જતીન શાહના એક દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

 અંબાજી મંદિર ખાતે બનતા પ્રસાદમાં ઉપયોગ કરવામાં આવતા ઘી માં ભેળસેળ મામલે વહીવટદાર, ફ્રૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ, પોલીસ તમામ વિભાગો દ્વારા તપાસને ઝડપી બનાવી હતી. જે બાદ તપાસનો રેલો અમદાવાદ માધુપુરા ખાતે આવેલ નીલકંઠ ટ્રેડર્સે પહોંચ્યો હતો. જ્યાંથી મોહિની કેટરર્સ દ્વારા ઘી નાં ડબ્બા ખરીદ્યા હતા. નીલકંઠ ટ્રેડર્સમાં રાતે તપાસ હાથ ધરી હતી. જે બાદ નીલકંઠ ટ્રેડર્સની દુકાનને સીલ કરી નોટીસ ચોંટાડવામાં આવી હતી. ત્યારે નીલકંઠ ટ્રેડર્સનાં માલિક જતીન શાહ આજે એકાએક પોલીસ સમક્ષ હાજર થઈ જતા પોલીસે તેઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા કોર્ટે એક દિવસનાં રિમાન્ટ મંજૂર કર્યા હતા.  હવે તપાસમાં કેટલું સત્ય બહાર આવે છે તે જોવું રહ્યું. 

અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે. અંબાજી ભાદરવી પૂનમના મેળા પહેલા ફૂડ વિભાગ દ્વારા મોહનથાળ બનાવવામાં ઉપયોગમાં આવતા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે સેમ્પલ ફેલ થયા હતા. મોહનથાળ પ્રસાદનો મામલો ફરી એકવાર ગરમાતા મોહનથાળ બનાવતી કંપની મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યું કરાયું નથી. હવે મોહનથાળ પ્રસાદનો કોન્ટ્રાક્ટ ટચ સ્ટોન ફાઉન્ડેશન એટલે કે અક્ષયપાત્રાને સોંપવામાં આવ્યો છે. અગાઉ વર્ષ 2012થી 2017 સુધી ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને અંબાજીમાં મોહનથાળ પ્રસાદ સંચાલનની કામગીરી કરેલી છે. ત્યારે વધુ એક વખત આ કોન્ટ્રોક્ટ એજન્સીને છ માસમાં માટે આપવામાં આવ્યો છે. ત્યારે પ્રસાદ કોન્ટ્રાક્ટ માટેની નવી કંપની પણ વિવાદમાં ચૂકી છે. ટચ સ્ટોન ફાઉન્ડેશને અગાઉ પ્રસાદમાં ભેળસેળ કરતા રૂ.60 હજારનો દંડ કરાયો હતો. 

ટચ સ્ટોન ફાઉન્ડેશન ઘણા શહેરમાં કામ કરે છેઃ કલેક્ટર
આ મામલે બનાસકાંઠાના કલેક્ટર વરુણ બરનવાલે જણાવ્યું કે, પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ હવે ટચ સ્ટોન ફાઉન્ડેશનને સોંપવામાં આવ્યો છે. આ ફાઉન્ડેશન દેશમાં ઘણી બધી જગ્યાએ કામ કરે છે. અગાઉ વર્ષ 2012થી 2017 સુધી ટચ સ્ટોન ફાઉન્ડેશને આ કામ કર્યું હતું. એક સમયે એવો કિસ્સો બન્યો હતો કે વધારે ભીડ હોવાથી મોહનથાળ બનાવવા દૂધની જગ્યાએ પાઉડર વાપર્યો હતો અને તે પણ તંત્રના ધ્યાને આવતા ટચ સ્ટોન ફાઉન્ડેશનને રૂ.60 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જે બાદ આ મામલે તપાસ કરતા ફાઉન્ડેશનનો બીજો કોઈ દોષ અમને મળેલ નહોતો. 

મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ કરાયો રદ
તેઓએ જણાવ્યું હતું કે, પ્રસાદ બનાવવા માટે માલ-સામાનથી લઈને મોનિટરિંગની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જે જગ્યા પ્રસાદ બનાવવામાં આવી રહ્યો હતો ત્યાં 24 કલાક અમારા માણસો જ હતા. જેથી પ્રસાદની ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યું નથી. મોહિની કેટરર્સને પ્રસાદઘરથી દૂર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. તેનો કોન્ટ્રાક્ટ પણ રિન્યુ કરવામાં આવ્યો નથી.  મોહિની કેટરર્સ ઉપર FIR પણ કરી દેવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ