બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Reality Check on Rajkot Traffic Rules by VTV News

VIDEO / હજુ નથી સુધર્યાં! રાજકોટમાં ખૂલેઆમ ટ્રાફિક નિયમોનો ભંગ, રોંગ સાઈડ જતાં કાકાએ જુઓ કેવા બહાના આપ્યા

Kishor

Last Updated: 08:14 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VTV ન્યૂઝ દ્વારા રાજકોટ સહીત મોટા શહેરોમાં ટ્રાફીક નિયમો અને તેના પાલનને લઇને રિયાલીટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં નિયમ તોડતા લોકો કેમેરામાં કેદ થયા હતા.

  • ગોઝારા અકસ્માત બાદ ટ્રાફિક મુદ્દે VTV ન્યૂઝ દ્વારા રીયાલિટી ચેક
  • રાજકોટમાં સુવ્યવસ્થિત ટ્રાફિક સિસ્ટમ છતાં નિયમો તોડતાં નાગરિકો 
  • રોંગસાઇડમાં વાહન ચલાવતા લોકો નિર્દોષ લોકો માટે જોખમ

અમદાવાદ સહિત રાજ્યસભરમાં વધી રહેલા ગોઝારા અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ લઇ રહ્યો નથી. જેમાં પણ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માતનો એ ગોઝારો બનાવ લોકો હતભાગીઓના પરિવાર ક્યારેય નહીં ભૂલી શકે! તેવામાં વીટીવી દ્વારા ગુજરાતના તમામ મોટા શહેરોમાં ટ્રાફીક નિયમો અને તેના પાલનને લઇને રિયાલીટી ચેક કરવામાં આવ્યું હતું. જો કે રાજ્યના તમામ શહેરોમાં લોકો જ ટ્રાફિક નિયમોની ઐસીતૈસી કરતાં નજરે ચડ્યા હતા. અમદાવાદમાં હૈયું હચમચાવી નાખતો અકસ્માત થયો હોવા છતાં હજુ અમુક લોકો સુધાર્યા ન હોવાનું સામે આવ્યું હતું.

લોકોએ અવનવા બહાના પણ કાઢ્યા
રાજકોટમાં પણ લોકો જ ટ્રાફિક નિયમોનો ભંગ કરી વાહનો હંકારી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. રાજકોટવાસીઓ પણ ટ્રાફિક નિયમ ભંગ કરી અવનવા ક્ષુલ્લક બહાનાઓ બતાવતા નજરે ચડ્યા હતા. રાજકોટમાં ટ્રાફિક સિગ્નલ તોડતાં વાહનચાલકો નજરે ચડયા હતા. તો બેફામ રીતે રોંગ સાઈડમા વાહન ચલાવતા લોકો પણ કેમેરામાં કેદ થયા હતા. બાજુમાં જવું છે એટલે રોંગ સાઈડમાં નીકળ્યો, ભૂલ થઈ ગઈ હવે નિયમો પાળશું, સામે શાળા છે એટલે ત્યાં જ જવું હતું એટલે નિયમ ભંગ કર્યો સહિતના લોકોએ અવનવા બહાના પણ કાઢ્યા હતા.

જવાબદારી પુર્વક વાહન ચલાવવાની અપીલ

મહત્વનું છે કે રાજ્યમાં કરોડો લોકો દરરોજ વાહન લઇને પોતાના ઘરની બહાર નીકળે છે. જો કે બેજવાબદાર ડ્રાઇવિંગ અને નિયમો તોડતા વાહનચાલકોના કારણે અનેક નિર્દોષ વાહનચાલકો સાંજે પોતાના ઘરે પહોંચી શકતા નથી.જેથી વીટીવી ન્યુઝ તમામ વાહનચાલકોને જવાબદારી પુર્વક વાહન ચલાવવાની અપીલ કરાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ