બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / rare himalayan griffon vulture found in kanpur

દુર્લભ જીવ / રામાયણમાં જટાયું વિશે તો બહું સાંભળ્યું હશે પરંતુ પહેલી વાર જીવતું દેખાયું, વાયરલ થયો વીડિયો

Hiralal

Last Updated: 05:10 PM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના કાનપુરમાં હિમાલયનું એક મોટું ગીધ મળી આવતા લોકોએ વન વિભાગની ટીમને જાણ કરી હતી.

  • યુપીના કાનપુરમાં હિમાલયનું મોટું ગીધ પક્ષી મળ્યું
  • દેખાવમા બિલકુલ જટાયુ જેવું લાગી રહ્યું છે
  • લોકોનો મત- જટાયું પક્ષી છે
  • ઘાયલ હોવાથી ઉડી શકતું નથી.
  • વન વિભાગે ક્વોરન્ટાઈનમાં રાખ્યું 

ઉત્તર પ્રદેશથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઘણા લોકો આ સમાચાર પર વિશ્વાસ કરી શકતા નથી. આવું જ એક પક્ષી કાનપુરના બેનઝાબાર વિસ્તારમાં જોવા મળ્યું છે. જેને લોકો રામાયણ કાળ સાથે જોડી રહ્યા છે. આ પક્ષીને જોઈને તમને પણ આશ્ચર્ય થશે. બેનાઝબાર ઈદગાહ કબ્રસ્તાન નજીક હિમાલયના એક દુર્લભ ગ્રિફોન ગીધને બચાવી લેવાયું છે. આ ગીધ અદ્દલોઅદલ જટાયું જેવું લાગતું હોવાથી લોકો તેને કળીયુગનું જટાયું ગણાવી રહ્યાં છે. આ પક્ષીને 15 દિવસ માટે એલન ફોરેસ્ટ ઝૂની વેટરનરી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે.

ગીધને ક્વોરન્ટાઈ કરી દેવાયું 
જિલ્લા વન અધિકારી શ્રદ્ધા યાદવે જણાવ્યું હતું કે, ગીધને 15 દિવસ માટે પ્રાણી સંગ્રહાલયની હોસ્પિટલમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યું છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, હિમાલયના કેટલાક ગીધ જોવા મળ્યા છે. બેનાઝાર વિસ્તારમાં બીજું એક ગીધ છે, તેની શોધખોળ ચાલી રહી છે. પ્રાણી સંગ્રહાલયના પશુચિકિત્સક ડો.નાસીર ઝૈદીએ જણાવ્યું હતું કે, પકડાયેલા હિમાલયના ગીધને હોસ્પિટલ પરિસરમાં અન્ય પક્ષીઓથી અલગ રાખવામાં આવ્યું છે. "તેનું વજન લગભગ 8 કિલો છે. ડોકટરોની એક ટીમ દુર્લભ ગીધ પર નજર રાખી રહી છે. પ્રાણી સંગ્રહાલયમાં પહેલાથી જ ચાર હિમાલયન ગ્રિફોન ગીધ છે.  ઈદગાહ કબ્રસ્તાનમાં ગ્રિફોન ગીધ દેખાતા લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી જે પછી અધિકારીઓએ આવીને તેને કબજામાં લીધું હતું. તેને થોડી ઈજા થઈ હોવાથી તે ઉડી શકે તેવી હાલતમાં નથી. 

રામાયણના જટાયુ જેવો દેખાવ
આપણે બધાએ રામાયણની કથા તો સાંભળી જ હશે જેમાં સીતા માતાનું અપહરણ કરીને જ્યારે રાવણ જઈ રહ્યો હતો ત્યારે જટાયુ નામનું પક્ષી વચ્ચે આવીને સીતા માતાને બચાવવા રાવણ સાથે બાથ ભીડી હતી પરંતુ આ રીતે તેણે પોતાનું પ્રાણનું બલિદાન આપ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ