બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / RamNavami festival Stoned khambhat anand Gujarat

અસામાજિક તત્વોની હિંસા! / BIG NEWS: હિંમતનગર બાદ સંવેદનશીલ ગણાતા ખંભાતમાં રામનવમીની રેલી પર પથ્થરમારો, માહોલ તંગ

Hiren

Last Updated: 06:43 PM, 10 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામનવમીના દિવસે જ ગુજરાતમાં કેટલીક જગ્યાએ શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. હિન્દુ ધર્મના પાવનપર્વ રામનવમીના અવસરે હિંમતનગર બાદ ખંભાતમાં શોભાયાત્રા દરમિયાન અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો છે.

  • આણંદના ખંભાતમાં રામનવી નિમિત્તેની રેલી પર પથ્થરમારો
  • હિંમતનગર છાપરીયા વિસ્તારમાં પથ્થરમારો
  • રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો

આજે દેશભરમાં રામનવમીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ગુજરાતના હિંમતનગર બાદ આણંદના ખંભાતમાં રામનવમી નિમિત્તે પથ્થરમારાની ઘટના સામે આવી છે. રામનવમીની રેલી પર પથ્થરમારો થયો છે. સંવેદનશીલ ગણાતા ખંભાતના સક્કરપુરા વિસ્તારમાં આ પથ્થરમારાની ઘટનાથી વિસ્તારમાં માહોલ તંગ બની ગયો હતો.

પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત
ખંભાતમાં શોભાયાત્રા પર પથ્થરમારો થતા કોમી તંગદિલી સર્જાઇ છે. ગંભીર ઘટનાને લઇને મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ASP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ  પણ ઘટનાસ્થળે પહોચ્યાં હતાં.

પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા
ખંભાતમાં સર્જાયેલી સ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતાં. પોલીસે કડકાઈથી કામગીરી હાથ ધરી છે.આ બનાવની અસર જિલ્લામાં અન્ય શોભાયાત્રા ઉપર ન પડે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પોલીસ અધિકારીઓને તકેદારીની સૂચના અને તાકીદ કરવામાં આવી છે.

હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો
હિંમતનગરમાં રામનવમીના પર્વે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઇને હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં હિંસા ફાટી નીકળી છે. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. પરિસ્થિતિ કાબૂ બહાર છે. હાલ છાપરિયા વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ છે. અસામાજિક તત્વોએ વાહનો સળગાવ્યા છે. પોલીસ પર પણ પથ્થરમારો થયો છે. પોલીસની ગાડી પર પણ હુમલો થયો છે. પોલીસે ટોળાને વિખેરવા ટિયર ગેસના સેલ છોડ્યા છે. છાપરીયા વિસ્તારમાં 2 જૂથોના આમને સામને પથ્થરમારાથી તંગદિલીનો માહોલ સર્જાયો છે. અનેક લોકો ઘાયલ થયાની આશંકા સેવાઇ રહી છે.

3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત, 5થી વધારે વાહનોને આગચંપી

હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારમાં બે પોલીસકર્મી સહિત ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. પાંચથી વધારે વાહનોને આગચંપી કરાઈ છે. સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. અરવલ્લી જિલ્લા પોલીસ વડા સહિત રેન્જ IG ઘટનાસ્થળે પહોંચ્યા છે. સમગ્ર શહેરમાં અફવાઓનું બજાર ગરમ.

શું છે સમગ્ર ઘટના ?
હિંમતનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામજીમંદિરથી રામનવમીની શોભાયાત્રા યોજવામાં આવી હતી. જ્યારે આ શોભાયાત્રા છાપરીયા વિસ્તારમાં પહોંચી તે સમયે અચાનક જ પથ્થરમારો થયો હતો. મોટી સંખ્યામાં ટોળાએ હુમલો કર્યો છે. અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો લોહીલૂહાણ થઇને બહાર નિકળી રહ્યા છે.

પૂર્વ નિયોજિત હુમલોઃ સૂત્ર
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ પથ્થરમારો આયોજનબદ્ધ કરવામાં આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, શોભાયાત્રા છાપરિયા વિસ્તારમાં પહોંચી કે અચાનક પથ્થરમારો થયો છે. શોભાયાત્રામાં કોઇ સૂત્રોચ્ચાર પણ કરવામાં નહોતા આવ્યા. શોભાયાત્રામાં વિક્ષેપ કરીને યાત્રા અટકાવવાનો પ્રયાસ કરાયો છે. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે.

બાદમાં બન્ને જૂથ વચ્ચે થયો પથ્થરમારો
અચાનક જ શોભાયાત્રા પર પથ્થરમારો થતા પરિસ્થિતિ કાબૂ બહાર થઇ છે. બન્ને જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો. લાંબા સમય સુધી ચાલ્યો પથ્થરમારો. આ મહોલ્લામાં પોલીસ સિવાય કોઇ જઇ શકે તેવી સ્થિતિ નથી. આગચંપી થઇ રહી છે.

પોલીસ પણ પથ્થરમારાથી બચવા સંતાઈ ગઈ!
ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક છાપરીયા વિસ્તારમાં પહોંચી ગઇ હતી. પરંતુ સુરક્ષા હેલમેટ કે કોઇ બચાવ માટેના હથિયાર લઇને આવી ન હતી. જેને લઇને પોલીસ પણ પોતાને બચાવવા સંતાઇ ગઇ હતી. અસામાજિક તત્વોએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો છે. પોલીસની ગાડીના કાચ તોડી નખાયા છે. કેટલાક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ પણ મહોલ્લામાં પ્રવેશી ન શકી. પોલીસ પણ વિચારમાં પડી ગઇ હતી કે શું કરવું શું નહીં.

અનેક લોકો અને પોલીસ કર્મી ઇજાગ્રસ્થ થયા
શોભાયાત્રામાં વિધર્મીઓના હુમલામાં મોટાપ્રમાણમાં લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. અનેક લોકો લોહીલૂહાણ હાલતમાં મોહલ્લામાંથી બહાર આવતા નજરે પડ્યા છે. મોટા પ્રમાણમાં લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું અનુમાન છે. હાલ જાણી શકાતું નથી કે કેટલા લોકો ઘાયલ થયા છે. 

અનેક વાહનોને આગચંપી
આ વિસ્તારમાં જઇ શકાય તેવી પરિસ્થિતિ નથી. અનેક બાઈક અને ગાડીઓ સળગાવામાં આવી છે. વિધર્મીઓ દ્વારા પોલીસના વાહનો પર પણ હુમલો થતા નુકસાન થયું છે.

અન્ય તાલુકા અને જિલ્લાની પોલીસ બોલાવાઇ
પરિસ્થિતિ કાબૂ બહાર જતા હિંમતનગર પોલીસ ઓછી પડતા અન્ય જિલ્લા અને આસપાસની પોલીસને બોલાવવામાં આવી છે. મોટી સંખ્યામાં ટોળું બેકાબૂ બનતા પોલીસ પણ ઓછી પડી છે. જેને લઇને પોલીસની હાજરીમાં પથ્થરમારો શરૂ રહ્યો છે. પોલીસ કરતા ટોળું એટલું મોટું હતું કે, અનેક લોકો ઇજાગ્રસ્ત થયા. હજુ પણ પથ્થરમારો યથાવત છે. હથિયાર મંગાવવામાં આવ્યા છે. 

રામનવમીને લઇને પોલીસ તંત્ર અલર્ટ મોડ પર છે. રાજ્યમાં કોઇપણ પ્રકારની અસામાજિક ગતિવિધિઓને રોકવા માટે પોલીસ નજર રાખી રહી છે. તેમ છતા હિંમતનગરમાં હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં રામનવમીની શોભાયત્રા નીકળતા અસામાજિક તત્વો વિફર્યા અને પથ્થરમારો કર્યો હતો. 

 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by VTV Gujarati News and Beyond (@vtv_gujarati_news)

બોરીયા ગામે પાવાગઢ જતી શોભાયાત્રા પર થોડા દિવસ અગાઉ થયો હતો પથ્થરમારો
આણંદના પેટલાદ તાલુકાના બોરીયા ગામે પણ 5 દિવસ અગાઉ 2 જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. બે અલગ અલગ જૂથો વચ્ચે પથ્થરમારો થતા માહોલ તંગ બન્યો હતો. બોરીયા ગામેથી પાવાગઢ જતી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ડીજે સાથેની શોભાયાત્રા પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારા દરમિયાન 4 વ્યક્તિઓને ઈજા પહોચતા હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. પોલીસની ટીમોની ભારે જહેમત બાદ હાલ સ્થિતિ કાબૂમાં લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ