બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / ramiz raja sacked pakistan cricket board chairman post najam-sethi

સ્પોર્ટ્સ / પાકિસ્તાનના ભાગ્યમાં તો કાયમ અશાંતિ ! હવે ક્રિકેટ બોર્ડમાં મઠાગાંઠ, PCB ચીફ રમીઝ રાજા બરખાસ્ત

Vaidehi

Last Updated: 05:24 PM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર રમીઝ રાજાને પાકિસ્તાની ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ પદથી હટાવી દેવામાં આવ્યાં છે. પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી શહબાઝ શરીફે આ એક્શનને મંજૂરી આપી છે. તેમની જગ્યાએ જાણો કોને અધ્યક્ષ બનાવાયાં છે?

  • રમીઝ રાજાને PCBનાં અધ્યક્ષ પદથી હટાવાયા
  • PM શહબાઝ શરીફે એક્શનને આપી મંજૂરી 
  • પોતાનાં નિવેદનોને કારણે વિવાદોમાં હતાં રમીઝ રાજા

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ રમીઝ રાજાને તેમના અધ્યક્ષ પદથી હટાવી દેવામાં આવ્યાં છે. રમીઝ રાજા સતત પોતાનાં નિવેદનોને કારણે વિવાદોમાં હતાં તેની વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. રમીઝ રાજાની જગ્યાએ નઝમ શેઠીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં નવા અધ્યક્ષ બનાવાયાં છે. પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી શહબાદ શરીફે પીબીસીની આ નવી નિયુક્તિ પર મંજૂરી આપી છે.

રમીઝ રાજાને અધ્યક્ષ પદથી કરાયા દૂર
છેલ્લા કેટલાંક સમયથી સતત આ વાત ચર્ચામાં હતી કે રમીઝ રાજાને તેમના પદથી હટાવી દેવામાં આવી શકે છે. જો કે વારંવાર તેમણે આ અફ્વાઓનું ખંડન કર્યું હતું. એટલું જ નહીં રમીઝ રાજાએ પીબીસીનાં અધિકારીઓને પણ કહ્યું હતું કે સરકાર તરફથી તેમને આ પદ પર કાયમ રહેવા માટે પણ મંજૂરી મળી ગઇ છે.

પાકિસ્તાને પોતાના ઘરમાં જ ગુમાવી સીરીઝ
પાકિસ્તાને હાલમાં જ પોતાના ઘરમાં ઇંગ્લેન્ડની સામે 0-3ની મોટી હાર સ્વીકારવી પડી હતી. પાકિસ્તાનનાં ક્રિકેટ ઇતિહાસમાં આ પહેલીવખત થયું હતું કે જ્યારે પાકિસ્તાન પોતાનાં જ દેશમાં ખેલાઇ રહેલી કોઇ ટેસ્ટ સીરીઝમાં ક્લીન સ્વીપ ભોગવવી પડી હોય. ઇંગ્લેન્ડથી પહેલાં ઑસ્ટ્રેલિયાએ પણ પાકિસ્તાનને તેના ઘરમાં જ માત આપી હતી.

ભારત વિરૂદ્ધ સતત કરી રહ્યાં હતાં ટિપ્પણી
રમીઝ રાજા હાલમાં જ પોતાના વિવાદસ્પદ ટિપ્પણીઓનાં કારણે ચર્ચામાં રહ્યાં છે. તેમણે ભારતમાં થનારાં વનડે વર્લ્ડકપ 2023 માટે પણ ધમકી ભરેલ સ્વર વાપર્યો હતો અને પાકિસ્તાન ટીમનાં શામેલ ન થવાની વાત કરી હતી. તેવું એટલા માટે કરવામાં આવ્યું કારણકે ભારતે પાકિસ્તાનમાં થનારી એશિયા કપમાં રમવાથી ઇનકાર કર્યો હતો અને ભારતનું કહેવું છે તે ટૂર્નામેન્ટ કોઇ બીજાં સ્થળે થવી જોઇએ. રમીઝ રાજાએ તેના બાદ જ બીસીસીઆઇની સામે આક્રોષ વ્યક્ત કર્યો હતો.

રમીઝ રાજાની જગ્યાએ અધ્યક્ષ બન્યાં નઝમ શેઠી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ બનેલા નઝમ શેઠી પહેલા પણ આ પદ પર રહી ચૂક્યાં છે. પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે તેમને 2017માં પીબીસી અધ્યક્ષ બનાવ્યાં હતાં. જો કે ઇમરાન ખાન સરકાર આવ્યાં બાદ તેમણે રાજીનામું આપી દીધું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ