બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ram Mandir fund rally group clash Kidana Gandhidham mundra kutch

અથડામણ / કચ્છના કીડાણામાં રામમંદિર નિર્માણ નિધિ માટેની રેલી દરમિયાન ધીંગાણું, આગચંપી બાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Hiren

Last Updated: 10:23 PM, 17 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છની કોમી એકતા ડોળવાનો વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ છે. બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર થયો હતો. તો કચ્છના મુન્દ્રા નજીક રામમંદિર નિર્માણ રેલી દરમિયાન કેટલાક ટીખળખોર શખ્સો દ્વારા પથ્થરમારો કરાયો હતો. કચ્છમાં આ પ્રકારની 2 ઘટનાને લઇને મામલો ગરમાયો છે.

  • ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણ
  • રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને થઇ બબાલ
  • આગચંપી બાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

કચ્છના મુન્દ્રા અને કીડાણામાં 2 જૂથ વચ્ચે ધીંગાણુ થયું છે. ગાંધીધામના કીડાણામાં રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલી દરમિયાન બબાલ થઇ છે. ચકમક થતા મામલો બીચક્યો હતો. જૂથ અથડામણ દરમિયાન કેટલાક વાહનોને આગચંપી કરાઇ છે. હાલ ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મુન્દ્રાના સાડાઉ બાદ કીડાણામાં ઘટના બનતા કચ્છમાં માહોલ ગરમાયો છે. તો સાડાઉમાં પણ કચ્છ પશ્ચિમ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Kutch ram mandir કચ્છ રામ મંદિર નિર્માણ gandhidham
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ