બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / Rajput community performed sword maha aarti at the temple of Rajpipla Harsiddhi Mataji, worshiped Mataji by clashing swords, watch the video of bravery.

નર્મદા / રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિરે રાજપૂત સમાજ દ્વારા તલવાર મહાઆરતી, તલવારો ટકરાવી માતાજીની આરાધના, જુઓ શૌર્યનો વીડિયો

Vishal Khamar

Last Updated: 10:22 PM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નર્મદાનાં રાજપીંપળા ખાતે આવેલ 423 વર્ષ જૂનું માં હરસિદ્ધ માતાનું મંદિરે છેલ્લા 10 વર્ષથી આસુ સુદ છ઼ઠ્ઠનાં દિવસે રાજપૂત સમાજનાં યુવાનો દ્વારા તલવાર બાજીની આરતી કરી હતી. આ આરતીમાં 10 વર્ષનાં બાળકથી લઈ 40 વર્ષનાં યુવાનો એક સાથે આરતીની ધૂનમાં તલવાર બાજી કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

  • રાજપીંપળામાં 423 વર્ષ પૌરાણિક હરસિદ્ધ માતાનાં મંદિરે અનોખી પૂજા થાય છે
  • હરસિદ્ધ માતાજી રાજપૂતોની કુળદેવી મનાય છે
  • છેલ્લા 10 વર્ષ થી આસો સુદ છઠે તલવારબાજી કરી થાય છે માતાની આરતી 

નવરાત્રીમા માં શક્તિની આરાધનાનું પર્વ આ નવરાત્રીમાં દરેક ભક્તો માં ની ઉપાસના પોતાની શક્તિ પ્રમાણે કરે છે. ત્યારે નર્મદાના રાજપીપળામાં આવેલા 423 વર્ષ પૌરાણિક માં હરસિધ્ધિ મંદિરે  ભક્તો અનોખીરીતે મા ની પૂજા અર્ચના કરે છે. હરસિધ્ધિ માતાજી રાજપૂતોની કુળદેવી મનાય છે. અને એક લોકવાયકા પ્રમાણે તે સમયના મહારાજા વેરીસાલ મહારાજ સાથે માં હરસિદ્ધી ઉજ્જૈન થી રાજપીપળા આવ્યા હતા. અને તેને કારણેજ રાજપૂતોમાં હરસિદ્ધિ માતાજી પર અપાર શ્રદ્ધા છે. ત્યારે અહીં છેલ્લા 10 વર્ષ થી આસો સુદ છઠે તલવારબાજી કરી માતાની આરતી  થાય છે.

 

રાજપૂત યુવાનોએ તલવારબાજી કરી લોકોમાં આકર્ષણ જમાવ્યું
રાજપૂતોની કુળદેવી ગણાતી માં હરસિધ્ધિનું એક મંદિર ઉજ્જૈનમાં છે અને બીજું નર્મદાના રાજપીપળામાં આ માં હરસિદ્ધિની આરતી અનોખી રીતે થાય. તે આશયથી અહીના 175 જેટલા યુવાનો  છેલ્લા 9  વર્ષથી પ્રયત્નશીલ છે. અને  રાજપૂતોએ શૌર્ય તલવાર બાજીની આરતી કરી લોકોમાં આકર્ષણ જમાવે છે. માતાજીની આરતી અનોખીરીતે તલવારબાઝીથી થાય તે માટે  10 વર્ષના બાળકથી લઈને 40 વર્ષના યુવાનોએ એકી સાથે  આરતીની ધૂનમાં તલવાર બાજી કરે ત્યારે એક અનોખું દ્રશ્ય સર્જાયું હતું.

યુવાનોએ સતત તલવાર બાજી કરી માતાજીની અનોખી આરાધના કરી
સત્તત 1 કલાક અને 30 મિનીટ સુધી ચાલતી કુલ 3  આરતી  માં 175 જેટલા યુવાનોએ સતત તલવાર બાજી કરી માતાજીની અનોખી આરાધના કરી જોકે તલવારએ રાજપૂતોનું શસ્ત્ર  ગણાય છે. પરંતુ આ શસ્ત્રને સમય આવે ક્ષત્રાણી પણ ચલાવી  શકે તે આશયથી અને સાથે જ આ શસ્ત્ર ચલાવી શકશે. તેવી માતાની અનોખી શ્રદ્ધા સાથે આજે તલવાર  આરતી  કરી. જો કે આ વર્ષે આ તલવાર મહાઆરતીની વિશેષતાએ હતી કે માત્ર નર્મદા જ નહિ પણ પાડોશી જિલ્લાના રાજપૂત યુવાનોએ આ તલવાર આરતીમાં ભાગ લીધો હતો.


 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ