બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot honey trap 4 accused arrested

હનીટ્રેપ / મહિલાએ ફોન કરીને મૂકી જવા કહ્યું અને પછી ગીર જંગલમાં બે શખ્સો..: રાજકોટમાં હનીટ્રેપનો ચોંકવાનારો કિસ્સો

Khyati

Last Updated: 06:34 PM, 22 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરાજીમાં હનીટ્રેપમાં ફસાવી લાખોનો તોડ કરનાર ટોળકી આખરે સકંજામાં, પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા

  • રાજકોટના ધોરાજીમાં હનીટ્રેપનો મામલો
  • ધોરાજી પોલીસે 4 શખ્સોને ઝડપ્યા
  • ફરિયાદી પાસેથી અલગ સમયે 4 લાખ રૂપિયા પડાવ્યા હતા
     

રાજ્યમાં હનીટ્રેપના કિસ્સા નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. ત્યારે રાજકોટના ધોરાજીમાં મહિલાએ ફોન પર ફરિયાદીને ફોસલાવીને 4 લાખ રૂપિયા ખંખેર્યા હતા જે મામલે ચાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. ધોરાજી પોલીસે હાલમાં ચારેય આરોપીઓને ઝડપી પાડીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

શું બન્યો હતો બનાવ ?

રાજકોટના ધોરાજીમાં  એક મહિલાએ ફોન પર વાતો કરીને ફરિયાદીને ફસાવ્યો હતો. મહિલાએ ચોકીથી અકાળા ગામ સુધી મુકી જવા ફરિયાદીને કહ્યું હતું. જે દરમિયાન રસ્તામાં અરવિંદ ગજેરા નામના શખ્સે પોલીસ હોવાની ઓળખ આપીને તેને રોક્યો હતો . આ દરમિયાન અન્ય બે શખ્સો પણ ત્યાં પહોંચી ગયા. આમ ચારેય જણા ફરિયાદીને ગીર જંગલમાં લઇ ગયા જ્યાં ફરિયાદીને ધાક ધમકી આપીને પૈસાની માંગણી કરી હતી. આરોપીઓએ ફરિયાદી પાસેથી  અલગ સમયે 4 લાખ રૂપિયા પડાવ્યા હતા.

ચાર આરોપીઓને ઝડપી પાડ્યા

ધોરાજીમાં  હનીટ્રેપમાં ફસાવી લાખોનો તોડ કરનાર ટોળી સામે ગુનો દાખલ થયા બાદ પોલીસે આ ટોળીનાં આરોપીઓને દબોચી લઇ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે ધોરાજીના નવા બસ સ્ટેન્ડ પાસે રહેતા એક વ્યક્તિને રાજકોટની જીન્નત ઉર્ફે બિલીબેન અલારખાભાઈ શેરવાડીયા,પરબત ભીખા કુવાડીયા, ભરત ડાયા પારઘી તેમજ અરવિંદ આંબા ગજેરા સહિતનાંએ ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી નાણા ખંખેર્યા હતા. આ અંગે ધોરાજી પોલીસમાં ફરિયાદ થતા પોલીસે આઈપીસી કલમ 365-384-386-120 મુજબ ગુનો નોંધ્યો હતો. આ બનાવમાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી આરોપીઓને દબોચી લીધા છે અને વિશેષ તપાસ પીઆઈ એ.બી.ગોહેલ કરી રહ્યા છે. 

સિક્યુરિટી એજન્સીના સંચાલકને હનીટ્રેપમાં ફસાવ્યો

રાજકોટમાં 14 માર્ચના રોજ હનીટ્રેપની વધુ એક ઘટના બની હતી. જેમાં  સિક્યુરિટી એજન્સીના સંચાલકને હનીટ્રેપમાં ફસાવી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.ફોન પર ફ્રેન્ડ બનાવાનું કહી મહિલાએ વ્યક્તિને એકાંત માણવા બોલાવ્યો હતો. ત્યારે બાઇક પર જતા ત્રણ શખ્સોએ વ્યક્તિને રોક્યો અને મારી બહેનને ક્યાં લઇ જાય છે તેમ કહી તેનું અપહરણ કરી લીધું હતું, ત્રણ શખ્સોએ અવાવરૂ જગ્યાએ લઈ જઈને ખંડણી માંગી હતી. જો કે આ મામલે પોલીસ દ્વારા રૂપિયા માંગનાર બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે  મહિલા સહિત બે શખ્સોને ઝડપી પાડવા તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ