બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ભારત / Politics / Rajasthan: Another name entry in the Chief Minister race, this veteran minister of Modi cabinet can become CM!

BIG NEWS / રાજસ્થાન: મુખ્યમંત્રી રેસમાં વધુ એક નામની એન્ટ્રી, મોદી કેબિનેટના આ દિગ્ગજ મંત્રી બની શકે છે CM!

Priyakant

Last Updated: 12:22 PM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajasthan CM Latest News: CMના નામને લઈને પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ ઔપચારિક માહિતી આપવામાં આવી નથી, પણ રાજસ્થાનમાં ભાજપ OBCને CM બનાવી શકે છે

  • રાજસ્થાનમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ હવે મુખ્યમંત્રી પદની રેસ જામી 
  • રાજસ્થાનમાં ભાજપ OBCને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવી શકે છે
  • કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવ CM પદની રેસમાં સૌથી આગળ 

Rajasthan CM News : રાજસ્થાનમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ હવે મુખ્યમંત્રી પદની રેસ દિવસેને દિવસે તેજ થઈ ગઈ છે. આ દરમિયાન સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે, કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવ CM પદની રેસમાં સૌથી આગળ છે. અશ્વિની વૈષ્ણવ 2 મોટા મંત્રાલયોના કેન્દ્રીય મંત્રી છે. એવું માનવામાં આવે છે કે, રાજસ્થાનમાં ભાજપ OBCને CM બનાવી શકે છે અને આ ચહેરો અશ્વિની વૈષ્ણવ હોઈ શકે છે.

પાર્ટી નવા ચહેરાને તક આપી શકે છે
ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક પણ દિલ્હીમાં યોજાઈ હતી. જેમાં પાર્ટી દ્વારા PM મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. CMના નામને લઈને પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ ઔપચારિક માહિતી આપવામાં આવી નથી, પરંતુ પહેલાથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પાર્ટી કોઈ નવા ચહેરાને CMની ખુરશી પર નિયુક્ત કરી શકે છે. હવે આ રેસમાં કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવનું નામ સામે આવી રહ્યું છે. કેન્દ્રમાં કેબિનેટ મંત્રી તરીકે અશ્વિન વૈષ્ણવે તેમના કામથી ટોચના નેતૃત્વને પ્રભાવિત કર્યા છે.

File Photo

પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે CMનું નામ  
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીનું નામ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે અને તે પહેલા પાર્ટી વિધાયક દળની બેઠક બોલાવવામાં આવશે. જોકે પક્ષે હજુ સુધી ધારાસભ્ય દળની બેઠક અંગે કોઈ જાહેરાત કરી નથી. બે વખતના મુખ્યમંત્રી વસુંધરા રાજે મુખ્યમંત્રી પદની રેસમાં આગળ છે. રવિવારે જાહેર થયેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને 115 બેઠકોનો જનાદેશ મળ્યો હતો જ્યારે કોંગ્રેસને 69 બેઠકો મળી હતી. રાજ્યમાં 200માંથી 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. કરણપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના મૃત્યુને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. હવે અહીં 5 જાન્યુઆરીએ ચૂંટણી થશે અને 8 જાન્યુઆરીએ પરિણામ જાહેર થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ