બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / rajasthan 10 big faces in assembly elections including bjp congress ashok gehlot and vasundhara raje scindia

ચૂંટણી 2023 / રાજસ્થાન ચૂંટણી: આ છે ભાજપ-કોંગ્રેસના 10 મોટા ચહેરા, જેની પર મંડરાયેલી છે સમગ્ર દેશની જનતાની નજર

Dinesh

Last Updated: 01:26 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assembly Elections 2023: રાજસ્થાનમાં 200માંથી 199 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, 5.25 કરોડથી વધુ મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કરશે.

  • રાજસ્થાનમાં 199 બેઠકો પર આજે મતદાન
  • કોંગ્રેસ અને મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપ વચ્ચે મુકાબલો
  • 10 ચહેરા એવા છે જેમની ચૂંટણી પર આખા દેશની નજર

Assembly Elections 2023: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. રાજ્યની 200માંથી 199 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં 5.25 કરોડથી વધુ મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કરશે. મતદાનના સંચાલન માટે લગભગ ત્રણ લાખ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ વખતે રાજ્યમાં સત્તાધારી કોંગ્રેસ અને મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપ વચ્ચે મુકાબલો માનવામાં આવી રહ્યો છે.

Assembly elections will be 9 states including Madhya Pradesh Rajasthan in year 2023.

10 ચહેરા પર નજર
આ બંને પક્ષોમાંથી ઘણા શક્તિશાળી નેતાઓ ચૂંટણી લડી રહ્યાં છે. તેમાંથી 10 ચહેરા એવા છે જેમની ચૂંટણી પર આખા દેશની નજર છે. આ ચહેરાઓમાં કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોત તેમજ સચિન પાયલટ, ગોવિંદ સિંહ દોતાસરા, સીપી જોશી, નરેન્દ્ર બુધનિયા જેવા પ્રખ્યાત નામોનો સમાવેશ થાય છે. જો ભાજપની વાત કરીએ તો તમામની નજર પૂર્વ સીએમ વસુંધરા રાજે સિંધિયા, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, દિયા કુમારી, કિરોરી લાલ મીના, મહંત બાલક નાથ પર છે. આવો જાણીએ આ 10 મોટા ચહેરાઓની બેઠકોની રાજકીય સફર અને સમીકરણો.

કોંગ્રેસ પાર્ટીના પાંચ મોટા ચહેરા
1 અશોક ગેહલોત
રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા અશોક ગેહલોત સરદારપુરા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ ગેહલોતની ફેવરિટ સીટ માનવામાં આવે છે. ગેહલોત છેલ્લા 25 વર્ષથી આ બેઠક પર છે. જ્યારે પાર્ટીએ તેમને રાજ્યના રાજકારણમાં ઉતાર્યા ત્યારે ગેહલોત આ સરદારપુરા બેઠક પરથી પેટાચૂંટણી જીતીને વિધાનસભાની ચૂંટણીમાં પહોંચ્યા છે. કારણ કે પાર્ટીએ તેમને 1998માં રાજ્યના મુખ્યમંત્રી બનાવ્યા હતા, ચૂંટણી જીતવી જરૂરી હતી. આ પછી તેઓ 2008માં પણ સીએમ બન્યા હતા. સીએમ તરીકે તેમની ત્રીજી ટર્મ ચાલી રહી છે. ભાજપે પ્રોફેસર મહેન્દ્ર સિંહ રાઠોડને ગેહલોત સામે મેદાનમાં ઉતાર્યા છે. રાઠોડની ગણતરી રાજસ્થાન ભાજપના દિગ્ગજ નેતાઓમાં થાય છે. તેઓ જોધપુર ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

2 સચિન પાયલટ
રાજસ્થાન કોંગ્રેસમાં અશોક ગેહલોત પછી સચિન પાયલટને નંબર ટુ ગણવામાં આવે છે. પાર્ટીએ ટોંક સીટ પરથી પાયલોટને મેદાનમાં ઉતાર્યા છે. પાયલોટ પણ હાલમાં આ બેઠક પરથી ધારાસભ્ય છે. 1990થી અત્યાર સુધીની ચૂંટણીમાં કોંગ્રેસ આ બેઠક પર ત્રણ વખત જીત મેળવવામાં સફળ રહી છે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહેશે કે આ સીટ પર પાયલોટનો ચાલુ રહે છે કે નહીં. ભાજપે પાયલોટ સામે અજીત સિંહ મહેતાને મેદાનમાં ઉતાર્યા છે. 2013ની ચૂંટણીમાં અજીત સિંહ મહેતા અહીંથી જીત્યા હતા. જો કે, પાયલટ 2018ની ચૂંટણીમાં અહીંથી ધારાસભ્ય બન્યા હતા.

Reconciliation between Gehlot and Pilot before Rajasthan elections they will fight the elections together

3 ગોવિંદસિંહ દોતાસરા
પૂર્વ મંત્રી અને રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા પણ ચૂંટણી મેદાનમાં છે. પાર્ટીએ તેમને લક્ષ્મણગઢની હોટ સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ રાજસ્થાનના સીકર જિલ્લામાં આવે છે. 2013ની ચૂંટણીમાં પણ દોતાસરા અને મહરિયા વચ્ચે સામસામે આવી હતી. જો કે ત્યારબાદ મહારિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.

4 સીપી જોષી
પાર્ટી વર્તુળોમાં સીપી જોશી પ્રોફેસર તરીકે ઓળખાય છે. જોકે તેઓ પોતે પીએચડી છે. કોંગ્રેસ પાર્ટીએ નાથદ્વારા સીટ પરથી સીપી જોશીને મેદાનમાં ઉતાર્યા છે.  આ વખતે ભાજપે તેમની સામે મેવાડના રાજવી પરિવારના કુંવર વિશ્વરાજ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.

5 નરેન્દ્ર બુદાણીયા
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર બુદાણીયાનું નામ પણ ચર્ચામાં રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ તેમને ચુરુ જિલ્લાની તારાનગર સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે અહીંથી વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડને મેદાનમાં ઉતાર્યા છે. રાઠોડના આગમન બાદ તારાનગરની આ બેઠકની ગણતરી હોટ સીટમાં થઈ રહી છે.

ભાજપના પાંચ મોટા ચહેરા
1 વસુંધરા રાજે સિંધિયા
વસુંધરા રાજે ભૂતપૂર્વ સીએમ પણ છે અને એક સમયે રાજસ્થાનમાં પાર્ટીના નેતા માનવામાં આવતા હતા. દર વખતની જેમ આ વખતે પણ વસુંધરા તેમની ફેવરિટ સીટ ઝાલરાપાટનથી ચૂંટણી લડી રહી છે. વસુંધરા 2003થી સતત આ સીટ પર ચૂંટણી જીતી રહી છે. આ દરમિયાન તેઓ બે વખત રાજસ્થાનના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસે વસુંધરા રાજે સામે રામલાલ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. તેમણે 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના માનવેન્દ્ર સિંહને હરાવ્યા હતા.

 rajasthan story rajasthan election u turn from vasundhara raje retirement statement

2 રાજ્યવર્ધન સિંહ રાઠોડ
બધાની નજર બીજેપી નેતા રાજ્યવર્ધન સિંહ રાઠોડ પર પણ છે. ભાજપે તેમને જોતવાડા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે પાર્ટીએ 2014માં પહેલીવાર સાંસદ બનેલા રાજ્યવર્ધન સિંહ રાઠોડને વિધાનસભા ચૂંટણીમાં ઉતાર્યા છે. હાલમાં તેઓ જયપુર ગ્રામીણ લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ છે. રાજ્યવર્ધન સિંહ રાઠોડની સામે ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પાર્ટીએ અભિષેક ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. અભિષેક ચૌધરી રાજસ્થાન યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા પણ રહી ચૂક્યા છે.

3 દિયા કુમારી
વસુંધરા રાજે સિંધિયા બાદ રાજસ્થાન ભાજપમાં જો કોઈની સૌથી વધુ ચર્ચા થાય છે તો તે છે દિયા કુમારી. દિયા કુમાર હાલમાં રાજસમંદ લોકસભા સીટથી સાંસદ પણ છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ તેમને રાજધાની જયપુરની વિદ્યાધર નગર વિધાનસભા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે. રાજસ્થાનના રાજકારણમાં જોરદાર ચર્ચા છે કે જો ભાજપ ચૂંટણી જીતે છે તો તે દિયા કુમારને મુખ્યમંત્રી બનાવી શકે છે. જોકે, તેણે તેને માત્ર કાલ્પનિક ગણાવ્યું છે.

4 કિરોરી લાલ મીણા
કિરોરી લાલ મીણાનું નામ ભાજપના ચોથા ઉમેદવારમાં સામેલ છે જેના પર રાજસ્થાનની ચૂંટણી માટે તમામની નજર ટકેલી છે. પાર્ટીએ સવાઈ માધોપુર સીટ પરથી કિરોરી લાલ મીણાને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. કિરોની લાલ મીણા માટે આ વખતની ચૂંટણી સરળ માનવામાં આવી રહી નથી કારણ કે ભાજપ તરફથી ટિકિટ ન મળતાં આશા મીણાએ અહીંથી અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનો દાવો રજૂ કર્યો છે. આ ચૂંટણીમાં કિરોરી લાલ મીણાનો મુકાબલો કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય દાનિશ અબરાર સાથે છે.

5 મહંત બાલક નાથ
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન બાબા બાલક નાથના નામની પણ ખૂબ ચર્ચા થઈ હતી. કેટલાક લોકો તેમને રાજસ્થાનના યોગી પણ કહે છે. ભાજપે તેમને તિજારા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે ઈમરાન ખાનને મહંત બાલકનાથને સામે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. હાલમાં જ બાબા બાલક નાથ પણ પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા હતા. તેમણે ચૂંટણીની સરખામણી ભારત-પાકિસ્તાનની મેચ સાથે કરી હતી. તેઓ અવારનવાર સીએમ ગેહલોત પર કોંગ્રેસ સરકારના મુસ્લિમો પ્રત્યેના વલણને લઈને પ્રહાર કરતા રહ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ