બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Rainy weather was observed in Bhavnagar Gandhinagar Ahmedabad Mehsana areas

કમોસમી કહેર / ભાવનગર ગ્રામ્યમાં ફૂકાયું મીની વાવાઝોડું, ગાંધીનગર સહિત આ જિલ્લામાં મેઘાના મંડાણ, જાણી લો આગાહી

Kishor

Last Updated: 09:11 PM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમદાવાદ સહિત ગુજરાતના ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

  • અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં વરસાદી માહોલ
  • અમદાવાદમાં ભર ઉનાળે કરા સાથે વરસાદ
  • મહેસાણા, ભાવનગરમાં છુટ્ટોછવાયો કમોસમી વરસાદ પડ્યો

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં તા. 28 અને 29 એમ બે દિવસ કમોસમી વરસાદ અંગે આગાહી કરવામાં આવી હતી. જે આગાહીને પગલે આજે અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.


સિહોર પંથકમાં બપોર બાદ વાતાવરમાં પલ્ટો
ભાવનગરના સિહોર પંથકમાં બપોર બાદ વાતાવરમાં પલ્ટો આવ્યો હતો અને તોફાની પાવનો વાતા મીની વાવાઝોડું ફૂંકાયું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતો. વધુમાં સિહોર, ટાણા, વરાલ પંથકમાં ભારે પવન સાથે મીની વાવાઝોડું ત્રાટક્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. પરિણામે અનેક વૃક્ષો  ધરાશયી થયા હતા. વરસાદ પણ વેરી બનતા ખેડૂતો વાવાઝોડાને લઇને ચિંતિત બન્યા હતા.

મહેસાણામાં કાળઝાળ ગરમી વચ્ચે કાળા ડિબાંગ વાદળો વરસ્યા
આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહીની અસર જોવા મળી રહી હતી. મહેસાણા જિલ્લાના વાતાવરણમાં બદલાવ સાથે કાળઝાળ ગરમી વચ્ચે કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. પરિણામે હળવા પવન અને વીજળી સાથે છુટ્ટોછવાયો કમોસમી વરસાદ પડ્યો હતો. તે જે રીતે ગાંધીનગરમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પાડ્યો હતો. જેને લઇને ઉકળાટમાંથી આંશિક રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

અમદાવાદમાં કરા વરસ્યા
હવામાન વિભાગની કમોસમી વરસાદ અંગેની આગાહીને પગલે આજે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને  સાંજના સમયે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું વરસ્યું હતું. બોડકદેવ, ઈસનપુર, શાહપુર,જશોદાનગર હાટકેશ્વર, બોપલ, ઘુમા, શીલજ, જીવરાજપાર્ક, ઘાટલોડિયા, ચાંદલોડિયા, વાડજ, અખબારનગર, RTO સર્કલ, ચાંદખેડા, વસ્ત્રાલ, ખાડિયા, મણિનગર,રાયપુરમાં વરસાદ પડતા માર્ગો પરથી પાણી ચાલતા થયા હતા.

હવામાન વિભાગ દ્વારા અગાઉ કમોસમી વરસાદ માટે કરાઈ હતી આગાહી
મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા અગાઉ કમોસમી વરસાદ માટે આગાહી કરાઈ હતી. જેમાં 28 અને 29મીએ વરસાદ પડી શકે તેવી શકયતા વ્યક્ત કરાઈ હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદ મોકાણ સર્જી શકે છે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ તેવી પણ શકયતા સેવવામાં આવી રહી છે. વરસાદને લઈને આકરા તાપમાંથી રાહત મળી શકે તેમ જણાવ્યું હતું. જેને લઈને આજે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

15થી 30 જૂન વચ્ચે શરૂ થશે ચોમાસુંઃ અંબાલાલ
ચોમાસાને લઈને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે,  ગુજરાતમાં 15 થી30 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થશે. તેમજ 22મી જૂન આસપાસ વિધિવત ચોમાસાનો ગુજરાતમાં પ્રારંભ થશે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહેશે. ચોમાસાના મધ્ય ભાગમાં થોડી ગડબડ થઈ શકે છે. ત્યારે હાલ તો ઝાકળી વાદળો જોવા મળી રહ્યા છે તે ચોમાસુ સમયસર થશે તેની નિશાની છે. તેમજ મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ