બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Rain is predicted in many districts of South Gujarat today

હવામાન / આજે દક્ષિણ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ત્રાટકી શકે છે વરસાદ, જાણો શું છે આગાહી

Dinesh

Last Updated: 09:13 AM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gujarat wethar update: રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, ભરૂચ અને નર્મદા, તાપી, સુરત જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

  • રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી 
  • દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના
  • કેટલાક સ્થળોએ છુટાછવાયા વરસાદની આગાહી 


ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તેમજ કમોસમી વરસાદને કારણે ઠંડીનો પારો બેથી ત્રણ ડીગ્રી વધવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. 

ગુજરાતમાં વરસાદની હાલ કોઈ જ સિસ્ટમ એક્ટિવ નહીં, ક્યાંક ધીમીધારે તો ક્યાંય  છૂટોછવાયો વરસે તેવી શક્યતા/ ambalal forecast arrival of meghraja in gujarat  from today heat ...

કમોસમી વરસાદની આગાહી 
રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે સામાન્ય વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના કેટલાક સ્થળોએ છુટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. ભરૂચ અને નર્મદા, તાપી, સુરત જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.

ભર શિયાળે આ પાંચ રાજ્યોમાં વરસાદની આગાહી, ધુમ્મસને લઈને પણ IMDનું એલર્ટ I  imd rainfall alert weather update today 1 december forecast

માછીમારોને સાવચેતી પૂર્વક રહેવાની ચેતવણી
આ બાબતે હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવાની કોઈ શક્યતા નથી. તેમજ દક્ષિણ-પૂર્વ રાજસ્થાનથી ગુજરાત તરફ સિસ્ટમ આવી રહી છે. જેનાં કારણે આગામી 2 દિવસ સુધી પવનની ગતિ વધુ રહેશે. 10 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેથી માછીમારોને દરિયામાં સાવચેતી પૂર્વક રહેવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. 

ગુજરાતમાં 5 દિવસમાં માત્ર આ બે જિલ્લામાં વરસાદની આગાહી: હાલ નથી સક્રિય કોઈ  સિસ્ટમ | Rainfall forecast by Meteorological Department

વરસાદની આગાહી કરતા ખેડૂતો ચિંતામાં ગરકાવ
શિયાળાની ઋતુમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા અને વરસાદી વાતાવરણ સર્જાતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. ત્યારે અગાઉ પડેલ વરસાદને કારણે શિયાળુ પાક વાવેતરને નુકશાન થવા પામ્યું હતું. જે બાદ સરકાર દ્વારા સર્વેનો આદેશ કરાયો હતો. તેમજ એક મહિનામાં સર્વેનો રિપોર્ટ સોંપવા કૃષિમંત્રી દ્વારા જીલ્લા કક્ષાએ અધિકારીઓને આદેશ કરાયો હતો. તો બીજી તરફ  હવે ફરી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરતા ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો છે. હવે ફરી વરસાદ પડે તો શિયાળુ પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ