બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Rain in more than 12 states of the country Rain warning in the state

અસ્તવ્યસ્ત / હિમપ્રપાતથી રોડ-એર ટ્રાફિક ઠપ: આજે એક ડઝનથી વધુ રાજ્યમાં વરસાદની ચેતવણી, પહાડી ક્ષેત્રોમાં લોકો બેહાલ

Kishor

Last Updated: 06:58 PM, 31 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમવર્ષા અને વરસાદથી ઉત્તર ભારતમાં હાડ થિજાવતી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેને પગલે પહાડી ક્ષેત્રોમાં રહેતા લોકો બેહાલ થઈ રહ્યા છે.

  • એક ડઝનથી વધુ રાજ્યમાં વરસાદની ચેતવણી
  • હિમપ્રપાતથી રોડ-એર ટ્રાફિક ઠપ
  • દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦.૪ મિલીમીટર વરસાદ નોંધાયો

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાના કારણે દેશના પહાડી ક્ષેત્રમાં જોરદાર હિમવર્ષા અને કેટલાંક રાજ્યમાં ભારે વરસાદના કારણે સમગ્ર ઉત્તર ભારત હજુ પણ હાડ થિજાવતી ઠંડીની પકડમાં છે. ખાસ કરીને હિમપ્રપાતના કારણે પહાડી ક્ષેત્રમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને રોડ-એર ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દિલ્હી-એનસીઆર અને ઉત્તરપ્રદેશમાં હજુ પણ વરસાદ ચાલુ છે. દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦.૪ મિલીમીટર વરસાદ નોંધાયો છે.ઉત્તરપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ ચાલુ રહ્યો છે. હજુ પણ કેટલાંક સ્થળોએ વરસાદ ચાલુ રહેવાની ચેતવણી ભારતીય હવામાન વિભાગે આપી છે.

હિમપ્રપાતના કારણે રોડ અને એર ટ્રાફિક ઠપ 

દેશનાં ૧૨થી વધુ રાજ્યમાં વરસાદ પડી શકે છે એવું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગના કહેવા મુજબ, ઉત્તરપ્રદેશ ઉપરાંત તામિલનાડુ, પુડ્ડુચેરી, કરાઈકલ અને કેરળમાં આજે વરસાદ થવાની શક્યતા છે.કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં જોરદાર હિમપ્રપાતના કારણે રોડ અને એર ટ્રાફિક સાવ ઠપ થઈ ગયો છે એટલું જ નહીં વીજળી અને પાણીનો પુરવઠો પણ પ્રભાવિત થતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એક અહેવાલ અનુસાર, ગઈ કાલે કાશ્મીર ખીણ દેશના અન્ય ક્ષેત્રથી વિખુટી પડી ગઈ હતી. કાશ્મીરના ૧૦ જિલ્લા અને હિમાચલના કેટલાક વિસ્તારમાં હિમસ્ખલન થવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, બનાસકાંઠામાં વહેલી સવારે બરફ પડ્યો, બે દિવસ  રેકોર્ડબ્રેક ઠંડી પડવાની આગાહી | cold wave in Gujarat 10 January 2020


શ્રીનગરથી અવરજવર કરતી ૬૮ ફ્લાઈટ રદ

હિમાચલ અને ઉત્તરાખંડમાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે હિમવર્ષાને કારણે શ્રીનગરથી અવરજવર કરતી ૬૮ ફ્લાઈટ રદ કરવામાં આવી છે અને શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. આ હાઈવે પર ચંદ્રકોટ અને બનિહાલ વચ્ચે ભૂસ્ખલન થવાથી હાઈવે બંધ કરવાની ફરજ પડી છે.
હિમાચલ પ્રદેશમાં ભારે હિમપ્રપાતના કારણે ૪૯૬ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. હિમાચલના મોટાભાગના વિસ્તારોમાં વીજળી અને પાણીનો પુરવઠો પણ પ્રભાવિત થયો છે. ઉત્તરાખંડમાં ગંગોત્રી અને યમુનોત્રી નેશનલ હાઈવે પર હિમસ્ખલન થવાની વાહનવ્યવહાર બંધ કરી દેવાયો છે.

આવતીકાલ માટે મધ્યપ્રદેશમાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું એલર્ટ

મધ્યપ્રદેશમાં વરસાદ-વીજળીનું એલર્ટ જારી
મધ્યપ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદનો સિલસિલો હજુ પણ જારી જ છે. આવતી કાલ માટે મધ્યપ્રદેશમાં હવામાન વિભાગ દ્વારા વરસાદ અને વીજળીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના કેટલાય જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદના કારણે ફેબ્રુઆરીમાં મધ્યપ્રદેશમાં કોલ્ડવેવ જેવી સ્થિતિનું નિર્માણ થશે અને તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત ગ્વાલિયર અને ચંબલ ડિવિઝનના જિલ્લા તેમજ વિદિશા, રાયસેન, રાજગઢ, નીમચ, મંદસૌર, દમોહ, સાગર સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે વીજળી પડવાની પણ ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આ ઉપરાંત આ જિલ્લામાં હળવો વરસાદ થવાની પણ શક્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ