બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / રાજકોટ / Rain in many areas of Gujarat including Saurashtra, 4 inches in Bhensan and 2 inches in Kalavad, see pictures

મેઘમહેર / સૌરાષ્ટ્રમાં સહિત ગુજરાતને અનેક વિસ્તારમાં વરસાદ ધમધોકાર, ભેંસાણમાં 4 ઈંચ તો કાલાવડમાં 2 ઈંચ પડ્યો, ક્યાં કેવો વરસ્યો જુઓ તસવીરો

Vishal Khamar

Last Updated: 10:36 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે સૌરાષ્ટ્ર તેમજ બનાસકાંઠા પંથકમાં છુટો છવાયો વરસાદી માહોલ છવાયો હતો. એકાએક વરસાદી માહોલ છવાતા શહેરીજનોએ ઠંડકનો અનુભવ કર્યો હતો.

  • દ્વારકાના ભાણવડ પંથકમાં ધોધમાર વરસાદ
  • શિવા, કાટકોલા, ત્રણ પાટિયા વિસ્તારમાં વરસાદ
  • ભારે વરસાદથી ચેકડેમ, નદી-નાળા છલકાયા

દ્વારકાનાં ભાણવડ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ત્યારે શિવા, કાટકોલા, ત્રણ પાટીયા વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. ભારે વરસાદથી ચેકડેમ, નદી-નાળા છલકાયા હતા. 

જૂનાગઢમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત
જૂનાગઢનાં ભેંસાણ પંથકમાં સમી સાંજે વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે ભેંસાણમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. ભેસાણ, રાણપુર, પસવાડા, ખારચીયામાં વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે બપોરે જૂનાગઢમાં વરસાદનાં બીજા રાઉન્ડની શરૂઆત થઈ હતી.

ધોરાજી શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ
ધોરાજી શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે જમનાવડ, ફરેણી, સુપડીમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમજ ઝાંઝમેર સહિતનાં વિસ્તારમાં પણ વરસાદ શરૂ થતા લોકોએ ઠંડકથી રાહત મેળવી હતી.

ખીરસરા, સ્ટેશન વાવાડી, ગુંદાળામાં વરસાદ
જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ પડતા લોકોએ ઠંડકથી રાહત અનુભવી હતી. ત્યારે ખીરસરા, સ્ટેશન વવાડી, ગુંદાળામાં વરસાદ પડ્યો હતો. તેમજ પીઠડિયા મેવાસા સહિતનાં વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.

ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
બનાસકાંઠાનાં ડીસા પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ડીસામાં લાંબા સમય બાદ વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતા લોકોએ ભારે ઉકળાટ બાગ રાહત અનુભવી હતી. ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. 

4 દિવસના ભારે ઉકળાટ બાદ વરસાદ 
અંબાજીમાં વિરાદ બાદ વરસાદી માહોલ છવાયો હતો. 4 દિવસનાં ભારે ઉકળાટ બાદ એકાએક વરસાદી માહોલ છવાતા શહેરીજનોએ રાહત અનુભવી હતા.  ત્યારે અંબાજી અને આસપાસનાં વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો..

જસદણ બાયપાસ રોડ પર વૃક્ષ ધરાશાયી
જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. ભારે પવન સાથે વરસાદ વરસતા વૃક્ષ ધરાશાયી થયું હતું. ત્યારે જસદણ બાયપાસ રોડ પર વૃક્ષ ધરાશાયી થયું. હતું. તેમજ આટકોટ નદી કાંઠે આવેલા જર્જરિત કારખાનાની છતનો ભાગ પણ ધરાશાયી થયો હતો. ધોધમાર વરસાદથી અનેક નદી-નાળા છલકાયા હતા. 

વરસાદ વરસતા લોકોને ગરમીથી મળી રાહત
દાહોદ શહેરમાં વરસાદની શરૂઆત થતા શહેરીજનોએ કંઈક અંશે ગરમીથી રાહત અનુભવી હતી. શહેર આસપાસનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી. તેમજ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા બે દિવસનાં અસહ્ય બફારા બાદ વરસાદની શરૂઆત થવા પામી હતી. 

 

કાલાવડ શહેરમાં ધોધમાર વરસાદ 
જામનગરનાં કાલાવડ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. 2 કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ત્યારે સવારથી કાળા ડિબાંગ વાદળો અને ભારે ઉકળાટ હતા. ત્યારે બપોર બાદ અચાનક જ વાતાવરમાં પલ્ટો જોવા મળ્યો હતો. વરસાદ પડતા લોકોએ ગરમીથી આંશિક રાહત મેળવી હતી. એકાએક વરસાદ પડતા વેપારીઓએ પણ ભારે હાલાકી ભોગવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ