બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rain clouds on Navratri and World Cup match, Meteorological Department's forecast for two days

હવામાન વિભાગ / નવરાત્રી અને વર્લ્ડકપની મેચ પર વરસાદના વાદળો, હવામાન વિભાગની બે દિવસની માઠી આગાહી, 8 જિલ્લામાં પૂરેપૂરી શક્યતા

Vishal Khamar

Last Updated: 11:20 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રિમાં ખેલૈયા અને આયોજકો માટે ચિંતાના સમાચાર છે. આ વર્ષે નવરાત્રિ દરમિયાન વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

  • નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ
  • નવરાત્રિ દરમિયાન વરસાદ વરસવાની આગાહી
  • ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા

નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. પ્રથમ નોરતામાં અને દશેરાનાં દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. 

16 તારીખે કઈ બાજુ વરસાદની આગાહી

નવરાત્રી દરમ્યાન કઈ બાજુ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા નવરાત્રીનાં પ્રથમ દિવસે જ સુરેન્દ્ર નગર, મહેસાણા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, ખેડા તેમજ આણંદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. તો નવરાત્રીનાં બીજા દિવસે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, અમદાવાદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ (હવામાન નિષ્ણાંત)

17 મી ઓક્ટોમ્બરે દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા રહેશેઃ અંબાલાલ પટેલ (હવામાન નિષ્ણાંત)
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ થોડા સમય અગાઉ જણાવ્યું હતું કે,  17 મી ઓક્ટોમ્બરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. અને બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. અને આ પ્રક્રિયાનાં કારણે નવરાત્રીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અને પછી છુટા છવાયા ઝાપટા પડી શકે છે.  નવરાત્રીમાં દશેરા પૂર્વે દુર્ગાષ્ટમી આસપાસ અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ