બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Railway catering contractor lured Rs 5 bottle of water for Rs 1 lakh case

અંબાલા / પાણીની બોટલના 5 રૂપિયાની લાલચ રેલવેના કેટરિંગ કોન્ટ્રાક્ટરને પડી 1 લાખમાં, જાણો મામલો

Kishor

Last Updated: 11:19 PM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલ્વેના અંબાલા ડિવિઝન પર કેટરિંગ કોન્ટ્રાક્ટરએ ગ્રાહક પાસેથી પાણીની બોટલની નિર્ધારિત કરેલ કિંમત કરતા 5 રૂપિયા વધુ લેતા તંત્રએ 1 લાખનો દંડ ફટકારી દાખલો બેસાડ્યો છે.

  • રેલ્વેના અંબાલા ડિવિઝન પર કેટરિંગ કોન્ટ્રાક્ટરને જબરો દંડ
  • પાણીની બોટલના 5 રૂપિયા વધુ વસૂલતા થઈ શિક્ષાત્મક કાર્યવાહી
  • સંબંધિત વિભાગ દ્વારા રૂપિયા 1 લાખનો દંડ ઝીંકાયો


ભારતીય રેલ્વેના અંબાલા ડિવિઝન પર પાણીની બોટલની નક્કી કરેલી કિંમત કરતાં વધુ કિંમત વસૂલવી કોન્ટ્રાક્ટરને મોંઘી પડી હોવાનો કિસ્સો સામેં આવ્યો છે. કોન્ટ્રાક્ટરને પાંચ રૂપિયાનો નફો એક લાખમાં પડ્યો હોય તેમ કેટરિંગ કોન્ટ્રાક્ટરએ ગ્રાહક પાસેથી પાણીની બોટલની કિંમત કરતાં રૂ.5 વધુ વસૂલ્યા હતા. જે અંગે જાણ થતાં રેલવે વિભાગના સંબંધિત અધિકારીઓ દોડી આવ્યા હતા અને તપાડ બાદ રેલવેએ કોન્ટ્રાક્ટર પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હોવાનું સામે આવ્યું છે. 

IRCTC દ્વારા કોન્ટ્રાક્ટરો માટે કરાઈ યાદી 

ઉલ્લેખનીય છે કે રેલવેની પેટાકંપની IRCTC દ્વારા તેના તમામ વિક્રેતાઓ અને કોન્ટ્રાક્ટરો માટે એક યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જરૂરી વસ્તુઓની કિંમત નક્કી કરી તે દર્શાવી જેને પગલે મુસાફરોને સ્ટેશન પર આવશ્યક ચીજવસ્તુઓ માટે નક્કી કરેલી કિંમત જ ચૂકવવી પડે. પરંતુ અમુક ધનલાલચુ કોન્ટ્રાક્ટરો આવા નિયમોને ઘોળીને પી જતા હોય છે ત્યારે આવી સ્થિતિમાં પાણીની બોટલ પર 5 રૂપિયા વધુ વસૂલવા બદલ કોન્ટ્રાક્ટર પર ભારે દંડ ફટકારવામાં આવ્યો હોવાથી આ દાખલા રૂપ કામગીરીને લોકો આવકારી રહ્યા છે.


મુસાફરો પાસેથી નક્કી કરાયા ઉપરાંતની કિંમત વસુલી શકાશે નહીં


મુસાફરો ને સ્ટેશન પર જરૂરી સામાન માટે માત્ર નક્કી કરેલી કિંમતમાં જ મળી રહે તે માટે રેલવે છેલ્લા કેટલાક સમયથી સતત પ્રયાસ કરી રહ્યું છે. આ માટે, રેલવેની પેટાકંપની IRCTCએ તેના તમામ વિક્રેતાઓ અને ગ્રાહકો માટે વાસ્તુની કિંમતની યાદી પણ નક્કી કરી છે. જેમાં કોઈ પણ કોન્ટ્રાક્ટર કે વેન્ડર મુસાફરો પાસેથી નિયત કિંમત કરતાં વધુ ચાર્જ વસૂલી શકશે નહીં. તેવી ચોખ્ખી સુચના પણ અપાઈ છે. એટલુ જ નહીં આવું કરનારનો વેન્ડરનો કોન્ટ્રાક્ટ રદ કરી શકાય છે. આ સાથે નાણાકીય દંડ પણ લાદવામાં આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ