બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / rahul gandhi to speak tomorrow in no confidence motion debate modi govt parliament

દિલ્હી / મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: આજે 138 દિવસ સંસદમાં બોલશે રાહુલ ગાંધી, ચર્ચાના અંતમાં PM મોદી પણ કરશે સંબોધન

Malay

Last Updated: 08:38 AM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi News: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી મંગળવારે સંસદમાં મોદી સરકાર વિરુદ્ધ રજૂ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેશે. તેઓ બપોરે લગભગ 12 વાગ્યે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલશે.

  • મોદી સરકાર બીજા અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે
  • તમામની નજર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર રહેશે
  • 137 દિવસ બાદ ફરી સંસદમાં પરત ફર્યા છે રાહુલ ગાંધી 

Delhi News: કેન્દ્રની મોદી સરકાર મંગળવારે સંસદમાં પોતાની વિરુદ્ધ બીજા અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે. આ મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ છે. પરંતુ આ દરમિયાન તમામની નજર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર રહેશે, જેઓ મંગળવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર થનારી ચર્ચામાં ભાગ લેશે. તે જેવું રસપ્રદ રહેશે કે રાહુલ ગાંધી મણિપુર હિંસાને લઈને સંસદમાં શું કહે છે. તેઓ હિંસાગ્રસ્ત રાજ્યની જુલાઈમાં મુલાકાત પણ લઈ ચૂક્યા છે. કેન્દ્રની મોદી સરકારની વિરુદ્ધ 2018માં પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતા. આ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી અચાનક પીએમ મોદી પાસે ગયા અને તેમને ગળે લગાવ્યા હતા. 

પીએમ મોદીએ સંબોધનમાં રજૂ કર્યું 9 વર્ષનું રિપોર્ટ કાર્ડ, કહ્યું- 9 વર્ષ  નવનિર્માણના અને ગરીબોના કલ્યાણના હતા' | PM Modi reached the new Parliament  House, the second ...
ફાઈલ ફોટો

માનહાનિ કેસમાં કોર્ટે ફટકારી હતી 2 વર્ષની સજા
રાહુલ ગાંધીના એક નિવેદનને કારણે ચાર મહિના પહેલા 24 માર્ચે તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની 2 વર્ષની સજા પર સ્ટે મૂક્યા બાદ સોમવારે તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીની સદસ્યતા 24 માર્ચે રદ કરવામાં આવી હતી. સુરત કોર્ટ દ્વારા 'મોદી સરનેમ' માનહાનિ કેસમાં તેમને દોષી ઠેરવવામાં આવ્યા હતા. જેમાં તેમને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. કાયદા મુજબ બે વર્ષ કે તેથી વધુ સજા થાય તો લોકપ્રતિનિધિનું સભ્યપદ રદ્દ થઈ જાય છે. 

137 દિવસ બાદ સંસદમાં પરત ફર્યા રાહુલ ગાંધી
રાહુલ ગાંધી 2019માં કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકમાં એક રેલીમાં 'મોદી સરનેમ' પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે 'બધા ચોરોની અટક મોદી કેમ હોય છે?' આ મામલે આ વર્ષે 23 માર્ચે તેમને માનહાનિના દોષી ઠેરવવામાં આવ્યા હતા અને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ પછી તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. હવે 137 દિવસ બાદ રાહુલ ફરી સંસદમાં પરત ફર્યા છે.

સુરત કોર્ટના ચુકાદા બાદ શું હવે રાહુલ ગાંધી 8 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી  શકે? લોકસભા સદસ્યતા ખતરામાં | After the verdict of Surat court now Rahul  Gandhi can't contest ...
ફાઈલ ફોટો

'મણિપુર મુદ્દે સંસદને સંબોધિત કરે PM મોદી', વિપક્ષની માંગ
મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા વચ્ચે 26 જુલાઈએ કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ મોદી સરકાર વિરુદ્ધ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિપક્ષ મણિપુર હિંસા પર સતત પીએમ મોદીના નિવેદનની સાથે વિગતવાર ચર્ચાની માંગ કરી રહ્યો છે. વાસ્તવમાં વિપક્ષ ઈચ્છે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર મુદ્દે સંસદને સંબોધિત કરે. લોકસભાની કારોબારી સલાહકાર સમિતિએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો છે. પીએમ મોદી 10 ઓગસ્ટે આ પ્રસ્તાવનો જવાબ આપશે. 

PM મોદીને 2018માં અવિશ્વાસ પ્રસ્તાવનો કરવો પડ્યો હતો સામનો 
20 જુલાઈ 2018ના રોજ સંસદમાં PM મોદીને પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડ્યો હતો. આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવાને કારણે ભાજપની સહયોગી પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી એનડીએથી અલગ થઈ ગઈ છે. આ પછી મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો .પરંતુ આ પ્રસ્તાવ પર 12 કલાકની ચર્ચા બાદ મોદી સરકારે અવિશ્વાસ પ્રસ્તાવને 199 મતોથી હરાવ્યો હતો. આ દરમિયાન ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને 325 મતો મળ્યા હતા, જ્યારે વિપક્ષને આ પ્રસ્તાવના પક્ષમાં માત્ર 126 મતો મળ્યા હતા. 

ફરી એકવાર અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા સરકાર તૈયાર
હવે 2023માં મોદી સરકાર ફરી એકવાર અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા તૈયાર છે. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા બપોરે 12 વાગ્યે શરૂ થશે અને સાંજે 7 વાગ્યા સુધી ચાલશે. 10 ઓગસ્ટ સુધી નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચર્ચા થશે. 10 ઓગસ્ટે જ ચર્ચાના છેલ્લા દિવસે પીએમ મોદી સાંજે 4 વાગ્યે અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ