બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / Rahul Gandhi did not get entry in this temple; Asked to come after 3 pm

BIG NEWS / આ મંદિરમાં રાહુલ ગાંધીને ન મળ્યો પ્રવેશ; 3 વાગ્યા પછી આવવા કહ્યું- જાણો શું છે કારણ

Priyakant

Last Updated: 10:15 AM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Gandhi Latest News: ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી હાલ આસામમાં, મીડિયા સાથે વાત કરતા તેમણે આરોપ લગાવ્યો કે, આજે તેમને મંદિર જવાથી રોકવામાં આવી રહ્યા છે

  • અયોધ્યામાં રામમંદીરની પ્રાણ પ્રતિષ્ઠાને તૈયારી વચ્ચે આસામથી મોટા સમાચાર 
  • રાહુલ ગાંધીએ કહી, આજે તેમને મંદિર જવાથી રોકવામાં આવી રહ્યા છે
  • પહેલા મંદિર જવાની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ આજે ના પાડવામાં આવી: રાહુલ ગાંધી

Rahul Gandhi News : આજે અયોધ્યામાં રામમંદીરની પ્રાણ પ્રતિષ્ઠાને તૈયારી વચ્ચે આસામથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી હાલ આસામમાં છે. સોમવારે મીડિયા સાથે વાત કરતા તેમણે આરોપ લગાવ્યો કે, આજે તેમને મંદિર જવાથી રોકવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, પહેલા તેમને મંદિર જવાની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ આજે તેમને ના પાડવામાં આવી રહી છે.

રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે અને આસામના નાગાંવ જિલ્લામાં પહોંચી છે. અહીં બટાદરવા થાન વિસ્તારમાં વૈષ્ણવ સંત શ્રીમંત સાંકરદેવનું જન્મસ્થળ છે. રાહુલ ગાંધી આજે કાર્યક્રમ મુજબ શંકરદેવ મંદિર જવાના હતા, પરંતુ હવે મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, તેમને આજે મંદિરમાં જતા રોકવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે મંદિર જવા માંગીએ છીએ. મેં એવો કયો ગુનો કર્યો છે કે હું મંદિરમાં જઈ શકતો નથી?'

બપોરે 3 વાગ્યા પછી આવવા કહ્યું
નોંધનીય છે કે, મંદિરની પ્રબંધન સમિતિએ રવિવારે જ રાહુલ ગાંધીને સોમવારે બપોરે 3 વાગ્યા પછી તેમના આગમનની જાણકારી આપી હતી. મેનેજિંગ કમિટીના વડા જોગેન્દ્ર દેવ મહંતે કહ્યું કે 'રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના અવસર પર ઘણી સંસ્થાઓએ મંદિર પરિસરમાં ભક્તિ કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના બનાવી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો મંદિરમાં આવશે, તેથી રાહુલ ગાંધીને બપોરે 3 વાગ્યા પછી મંદિરમાં આવવા માટે કહેવામાં આવ્યું છે.

વધુ વાંચો: અયોધ્યા રામ મંદિર: આજે નહીં આવી શકે લાલકૃષ્ણ આડવાણી, જાણો શું છે કારણ

શું કહ્યું રાહુલ ગાંધીએ ? 
મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે માત્ર એક જ વ્યક્તિ મંદિર જઈ શકે છે...' કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, 'રાહુલ ગાંધી મંદિર (બટાદરવા મંદિર) જવા માંગતા હતા... અમે 11 જાન્યુઆરીથી આ માટે પ્રયાસ કરી રહ્યા છીએ. અમારા બે ધારાસભ્યો પણ મંદિર સમિતિને મળ્યા હતા. અમે તેમને કહ્યું હતું કે અમે 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે આવીશું, પરંતુ ગઈકાલે અમને અચાનક બપોરે 3 વાગ્યા પછી આવવાનું કહેવામાં આવ્યું. રાજ્ય સરકારના દબાણ હેઠળ આ થઈ રહ્યું છે. અમે મંદિર જવાનો પ્રયત્ન કરીશું, પરંતુ 3 વાગ્યા પછી જવું મુશ્કેલ બનશે કારણ કે અમારી પાસે વધુ અંતર કાપવાનું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ