બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Rahul Gandhi dials Jitan Ram Manjhi, asks him to join

બિહાર ઘમાસાણ / રાતોરાત વધી ગયા આ નેતાના ભાવ, CM પદની ઓફર થઈ, રાહુલે પણ ફોન કર્યો, પણ મોદી સાથે

Hiralal

Last Updated: 05:38 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારમાં ઉથલપાથલની વચ્ચે એક નેતા તો એવા નીકળ્યાં કે ગઈ કાલ સુધી તેમને કોઈ પૂછતું નહોતું અને આજે અચાનક તેમને સીએમ પદ સુદ્ધાની પણ ઓફર થઈ.

  • બિહારના રાજકીય ઘટનાક્રમમાં HAMનો ભાવ આવ્યો
  • આરજેડીએ HAM સુપ્રીમો જીતન રામ માંઝીને સીએમ પદની ઓફર કરી
  • માંઝીની પાર્ટીના ચાર ધારાસભ્યો
  • આરજેડીના 79, કોંગ્રેસના 16 અને ઓવૈસીની પાર્ટીનો એક 

બિહારમાં લાલુપ્રસાદ યાદવ અને નીતિશ કુમાર વચ્ચેની લડાઈમાં HAM પાર્ટીનો ભાવ આવ્યો છે. સરકાર જતી જોઈને આરજેડીએ HAM સુપ્રીમો જીતન રામ માંઝીને સીએમ પદની ઓફર આપી છે. જીતન રામ માંઝીની પાર્ટીના 4 ધારાસભ્યો છે. આરજેડીના 79, કોંગ્રેસના 16 અને ઓવૈસીની પાર્ટીનો એક અને જો માંઝીની પાર્ટી સપોર્ટ કરે તો પણ આંકડો બહુમતી સુધી પહોંચી શકે તેમ નથી. જે પાર્ટી 122નો આંકડો મેળવી લે તે સરકાર બનાવી શકે છે. 

જીતન રામ માંઝીએ ફગાવી સીએમ પદની ઓફર
સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીતન રામ માંઝીને આરજેડીની સીએમ પદની ઓફર નથી જોઈતી અને તેમણે ઝાટકે ના પાડી દીધી છે. પાર્ટીના પ્રવક્તા ડેનિશ રિઝવાને કહ્યું કે, 'જો RJD વડાપ્રધાનનો ઉમેદવાર આપે તો પણ તેમની સાથે નહીં જઈએ. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છીએ અને રહીશું. બિહારમાં થોડાક કલાકોમાં મોટું પરિવર્તન આવશે. અમારા માટે પદ નહીં પરંતુ બિહારનો વિકાસ મહત્વનો છે. અમે NDA સાથે એક છીએ અને અમારા ધારાસભ્યો પણ સાથે છે.

માંઝી રહી ચૂક્યા છે બિહારના સીએમ
ઉલ્લેખનીય છે કે જેડીયુમાં રહેતા જીતન રામ માંઝી સીએમ રહી ચૂક્યા છે. 2014ની સાલમાં નીતિશે સીએમ માંઝીને સીએમ બનાવ્યાં હતા પરંતુ માંઝી નીતિશને કીધા વગર અચાનક મોટા નિર્ણયો લઈ લેતા તેમને પાર્ટીમાંથી બહાર કરાયા હતા અને પછી તેમણે હિંદુસ્તાન આવામ મોરચા નામની નવી પાર્ટી બનાવી હતી. 

નીતિશ તોડશે મહાગઠબંધન
બિહારમાં ફરી એક વાર આરજેડી-જેડીયુ-કોંગ્રેસની મહાગઠબંધનની સરકાર તૂટવાનું લગભગ ફાઈનલ છે. તેની સત્તાવાર જાહેરાત જ બાકી છે. નીતિશ આવતીકાલે ભાજપ સાથે સરકાર બનાવી શકે છે. 

માંઝીએ કેમ નકારી સીએમ પદની ઓફર
આરજેડીની સીએમ પદની ઓફર નકારવાનું એ છે કે કદાચ માંઝી મહાઠબંધનમાં સામેલ થઈ જાય અને આરજેડીના સપોર્ટથી સીએમ બની પણ જાય તો પણ આરજેડીને તેમને ગમે ત્યારે ઉથલાવી શકે છે કારણ કે માંઝીની પાર્ટીના ફક્ત ચાર ધારાસભ્ય છે જ્યારે આરજેડી સૌથી મોટી પાર્ટી છે તેના 79 ધારાસભ્યો છે. તે ઉપરાંત માંઝી પણ પવન પારખીને હોડી હંકારનાર નેતા છે. તેમને ખબર છે બિહારમાં મોદી લહેર છે અને લહેરની વિરૃદ્ધ જવું ભારે પડી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ