બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / Rahul-Athiya Shetty's wedding will take place in this luxurious bungalow of Khandala! Seeing the grandeur, the eyes will widen

ચર્ચાઓ / ખંડાલાના આ આલીશાન બંગલામાં થશે રાહુલ-આથિયા શેટ્ટીના લગ્ન! ભવ્યતા જોઇને આંખો પહોળી થઇ જશે

Megha

Last Updated: 02:04 PM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આથિયા અને કેએલ રાહુલ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં લગ્ન કરી શકે છે અને લગ્ન માટે સુનીલ શેટ્ટીના ખંડાલાના બંગલા પર તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.

  • કેએલ રાહુલ-આથિયા શેટ્ટીના લગ્ન ક્યારે થશે?
  • આ જગ્યા પર બંને લેશે સાતફેરા 

સુનીલ શેટ્ટીની લાડલી અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી લાંબા સમયથી ક્રિકેટર કેએલ રાહુલને ડેટ કરી રહી છે. બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે. હવે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે હજુ સુધી બંનેના પરિવાર તરફથી આ અંગે કોઈ તારીખની પુષ્ટિ કરવામાં આવી નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બંનેના લગ્નની તારીખ લીક થઈ ગઈ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KL Rahul👑 (@klrahul)

કેએલ રાહુલ-આથિયા શેટ્ટીના લગ્ન ક્યારે થશે?
દરેક વ્યક્તિ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના પ્રેમ વિશે વાત કરી રહી છે અને તેમના માતા-પિતા પણ સંમત છે. ભૂતકાળમાં, સુનીલ શેટ્ટીએ પોતે કહ્યું હતું કે તેણે લગ્નની તારીખનો નિર્ણય બાળકો પર છોડી દીધો છે. બીજી તરફ હાલમાં જ સામે આવેલા મીડિયા રિપોર્ટ્સ પર નજર કરીએ તો બંનેના લગ્નની તારીખ સામે આવી છે. જાણવા મળતી માહિતી મુજબ બોલિવૂડ એક્ટ્રેસ અથિયા અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં લગ્ન કરશે જો કે વાત કેટલી સાચી છે તેની પુષ્ટિ થઈ શકી નથી. 

આ જગ્યા પર બંને લેશે સાતફેરા 
મળતી માહિતી અનુસાર બંને ખંડાલામાં આવેલ સુનિલ શેટ્ટીના ઘરમાં ભવ્ય લગ્ન કરશે. જણાવી દઈએ કે સુનીલ શેટ્ટીનો ખંડાલામાં એક ભવ્ય બંગલો છે, જે કોઈ મહેલથી ઓછો નથી. એક રિપોર્ટ અનુસાર આ ખંડાલાના બંગલામાં આથિયા લગ્નની વિધિ કરવા માંગે છે અને ખંડાલામાં પહાડોની વચ્ચે આવેલો સુનીલ શેટ્ટીનો આ બંગલો કોઈ રિસોર્ટથી ઓછો નથી. આ સાથે ચાહકો એવું પણ માને છે કે કેએલ રાહુલ અને અથિયાના લગ્ન માટે આ પરફેક્ટ વેન્યુ છે. જો સૂત્રોનું માનીએ તો આથિયા અને કેએલ રાહુલ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં લગ્ન કરી શકે છે અને લગ્ન માટે સુનીલ શેટ્ટીના ખંડાલા ઘર પર કામ પણ શરૂ થઈ ગયું છે.

જણાવી દઈએ કે થોડા સમય પહેલા સુનીલ શેટ્ટી પણ આ અંગે સંકેત આપી ચૂક્યા છે. તેમના એક ઈન્ટરવ્યુમાં તેમણે દીકરીના લગ્નની તારીખના સવાલ પર કહ્યું હતું કે 'આશા છે કે તે જલ્દી થઈ જશે'. આ લગ્ન ક્યારે અને ક્યાં થશે તે બધાને ખબર હશે. સુનિલે કહ્યું હતું કે આથિયા અને રાહુલના વ્યસ્ત શિડ્યુલને કારણે લગ્નની તારીખ નક્કી થઈ શકી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ