બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / raghavji patel said gujarat government approved the grant of 16 cr for district dudh udhyog

સુદ્રઢ / સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને થશે મોટો લાભ, માળખાકીય સુવિધા માટે 1,689 લાખની સહાય જાહેર

Vaidehi

Last Updated: 09:09 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, જૂનાગઢ, મોરબી અને જામનગર જિલ્લા સહકારી દૂધ સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા રૂ.૧૬.૮૯ કરોડની સહાય મંજૂર.

  • દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વધુ સુદ્રઢ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય
  • પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કરી મોટી જાહેરાત
  • માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા રૂ.૧૬.૮૯ કરોડની સહાય મંજૂર

દેશના પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં ગુજરાતનું યોગદાન મહત્વપૂર્ણ છે.   મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વધુ સુદ્રઢ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. 

રૂ.૧૬.૮૯ કરોડની સહાય મંજૂર
રાજ્ય સરકારે કરેલા નિર્ણયની વિગતો આપતા પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના, કેટલફીડ ફેક્ટરીની સ્થાપના, એરીયા સ્પેસિફિક મિનરલ મિક્ષર પ્લાન્ટની સ્થાપના, સાઇલેજ બેલીંગ યુનિટ હાર્વેસ્ટર કમ ચોપર સહિતની વિવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે જૂનાગઢ, મોરબી અને જામનગર જિલ્લા સહકારી દૂધ સંઘો માટે રાજ્ય સરકારે રૂ.૧૬.૮૯ કરોડની સહાય મંજૂર કરી છે. મંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારના આ પ્રોજેક્ટથી સૌરાષ્ટ-કચ્છ વિસ્તારના પશુપાલકોને દૂધનું સારુ વળતર મળશે અને પશુપાલન વ્યવસાયને વેગ મળશે.

  • જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને રૂ.૧૦૬૯.૧૩ લાખની સહાય
  • મોરબી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને રૂ.૪૭૫.૮૯ લાખની સહાય મંજૂર
  • જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને રૂ.૧૪૪.૦૮ લાખની સહાય અપાઇ

જૂનાગઢ 
તેમણે વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને 2 LLPD પ્લાન્ટના નવીનીકરણ અને 2 TPD પનીર પ્લાન્ટ સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૦૬૯.૧૩ લાખની સહાય મંજૂર કરી છે. આ પ્લાન્ટના ઓટોમેશનથી પ્રોડક્શન કોસ્ટમાં ઘટાડો આવશે અને જિલ્લાના દૂધ ઉત્પાદકોની આવકમાં વધારો થવાથી જૂનાગઢ જિલ્લાના પશુપાલકોની આવકમાં વૃધ્ધિ થશે.

મોરબી
તેમણે કહ્યું કે, મોરબી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના મોર્ડન મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ૨ લાખ લીટર પ્રતિ દિનની સ્થાપના માટે પણ રાજ્ય સરકાર દ્વારા રૂ.૪૭૫.૮૯ લાખની સહાય મંજૂર કરી છે. મયુર ડેરી-મોરબી દ્વારા આ મત્વકાંક્ષી પ્રોજેક્ટ અમલીકરણ થવાથી   દૂધ સંપાદન, દૂધ પ્રોસેસીંગમાં કોલ્ડ ચેઇન મેઇન્ટેનન્સ અને મૂલ્યવર્ધન થકી દૂધ તથા દૂધની બનાવટોની ગુણવત્તામાં વધારો થશે. 

જામનગર
વધુમાં તેમણે ઉમેર્યું કે, જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના એસ્ટાબ્લિસમેન્ટ ઓફ 40 KL BMC બેઝ ક્લસ્ટર મિલ્ક ચિલિંગ સ્ટેશન વિથ સેન્ટ્રલ લેબોરેટરી એન્ડ ગોડાઉનની સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૪૪.૦૮ લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. જેનાથી દૂધના ચિલિંગ તથા સ્ટોરેજથી દૂધની ગુણવત્તામાં વધારો થશે, સાથે જ જિલ્લા તથા રાજ્યમાં સહકારી ક્ષેત્રે સંગઠિત દૂધ સંપાદનમાં પણ વધારો થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ