બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / Pyar toh hona hi tha film actress kashmira shah revealed that she got uncomfortable during kissing scene

બોલિવૂડ / કિસીંગ સીનમાં એક્ટરે વારંવાર ભૂલ કરી પછી મેં ચોળીને લાફો માર્યો, અજય દેવગણ આવ્યા પછી...: અભિનેત્રીનો મોટો ખુલાસો

Vaidehi

Last Updated: 04:37 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ ' પ્યાર તો હોના હી થા'માં Kissing સીન દરમિયાન એક્ટ્રેસ અનકંફર્ટેબલ થઈ હતી. છેલ્લે અજય દેવગણે વચ્ચે આવવું પડ્યું.

  • ફિલ્મ ' પ્યાર તો હોના હી થા'ને 25 વર્ષ થયાં
  • એક્ટ્રેસ કાશ્મીરા શાહે શૂટિંગનો એક કિસ્સો જણાવ્યો
  • લિફ્ટમાં કિસિંગ સીન દરમિયાન તે અનકંફર્ટેબલ થઈ હતી

ફિલ્મ ' પ્યાર તો હોના હી થા' માં કાજોલ અને અજય દેવગણની સિઝલિંગ કેમેસ્ટ્રી આજે પણ ફેન્સ ભૂલ્યાં નથી. પરંતુ એક્ટ્રેસ કાશ્મીરા શાહ માટે આ ફિલ્મનાં અનુભવો કડવા રહ્યાં હતાં. 25 વર્ષ પહેલાં ફિલ્મમાં કિસિંગ સીનની શૂટિંગ દરમિયાન થયેલ ઘટનાનો એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો.

Kissing સીન દરમિયાન થઈ હતી અનકંફર્ટેબલ
મીડિયા સાથેની વાતચીત દરમિયાન એક્ટ્રેસ કાશ્મીરા શાહે કહ્યું કે આ ફિલ્મમાં એક કિસિંગ સીન હતો. આ શૂટ દરમિયાન તે ઘણી અનકંફર્ટેબલ થઈ ગઈ હતી. કાશ્મીરાએ kissingનો આ સીન વિજય આનંદ સાથે શૂટ કરવાનો હતો પરંતુ તે દરમિયાન વિજય આનંદની ભૂલોને લીધે વારંવાર રિટેક કરવો પડી રહ્યો હતો.

વારંવાર રિટેક કરવો પડી રહ્યો હતો સીન
કાશ્મીરા શાહે કહ્યું કે 25 વર્ષ પહેલા સ્ક્રીન પર કિસ કરવું એ મોટી વાત હતી પરંતુ હું આ સીન માટે રાજી થઈ હતી કારણકે સ્ક્રિપ્ટ માટે આ ખુબ જરૂરી હતું. પરંતુ દુર્ભાગ્યથી એ કિસિંગ સીનનાં ઘણાં રિટેક્સ કરવા પડ્યાં હતાં. સીન લિફ્ટમાં શૂટ થઈ રહ્યો હતો પરંતુ વિજય તેને યોગ્ય રીતે નહોતા કરી રહ્યાં. છેલ્લે અજય દેવગણે વચ્ચે આવવું પડ્યું અને ફટકારવું પડ્યું.

અજય દેવગણે લીધો સ્ટેન્ડ
વિજયનાં વર્તનને જોઈને કાજોલ અને અજય બંને રોષે ભરાઈ ગયાં પછી અજયે વચ્ચે આવીને વિજયને કહ્યું કે હું આ છોકરીને હવે આ સીન કરવા માટે વારંવાર નહીં કહી શકું. તું તારી જગ્યા પર ઊભો કેમ નથી રહી શકતો? મને સીન દરમિયાન અનકંફર્ટેબલ થતાં જોઈને અજયે મારો સ્ટેન્ડ લીધો. 

કાશ્મીરાએ વિજયને થપ્પડ માર્યો
કાશ્મીરાએ કહ્યું કે થોડા દિવસો બાદ તે લોકોનો એક બીજો સીન શૂટ થયો જેમાં વિજય કાજોલ માટે કાશ્મીરાને છોડી દે છે. તેવામાં કાશ્મીરાએ વિજયને થપ્પડ મારવાની હોય છે. કાશ્મીરાએ કહ્યું કે મેં તેને જોરથી થપ્પડ મારી. સીન બાદ તે મારી પાસે આવ્યો અને બધાની સામે કહેવા લાગ્યો તે તને ખબર નથી પડતી કે સીનમાં કેવી રીતે થપ્પડ મારવાની હોય? ત્યારે મેં કહ્યું હતું કે તને કિસિંગ સીન આપતાં નથી આવડતું ? ત્યારે બધાં લોકો હસી પડ્યાં પરંતુ મારી આંખોમાંથી આંસૂ સરી પડ્યાં.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ