બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / PV Sindhu as the Flagbearer of Team India at the Opening Ceremony of the Commonwealth Games

ખેલ / કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપડાની જગ્યાએ સ્ટાર ખેલાડી સંભાળશે ભારતનો ઝંડો, થઈ નામની જાહેરાત

Hiralal

Last Updated: 07:31 PM, 27 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલથી બર્મિંગહામમાં શરુ થનારી કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ધાટન સમારોહમાં ભારત વતી કોણ ધ્વજવાહક બનશે તેની જાહેરાત કરાઈ છે.

  • આવતીકાલથી બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ
  • નીરજ ચોપડાની જગ્યાએ પીવી સિંધુ ધ્વજવાહક બનશે
  • ઈજાને કારણે નીરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થયા છે

આવતીકાલથી કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે હવે ઉદ્ધાટન પ્રસંગમાં નીરજ ચોપડા નહીં પરંતુ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ભારત વતી ધ્વજવાહક બનશે. જેવલીન થ્રોઅર નીરજ ચોપરા ધ્વજવાહક બન્યા હતા પરંતુ ગેમ્સ શરુ થવાના થોડા દિવસ અગાઉ તેમણે ટૂર્નોમેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું હતું તેથી ધ્વજવાહકની જવાબદારી સિંધુને સોંપવામાં આવી હતી. 

ભારતીય ઓલિમ્પિક સંઘે સિંધુના નામની કરી જાહેરાત 
ભારતીય ઓલિમ્પિક સંઘ (આઇઓએ)એ બુધવારે સાંજે જાહેરાત કરી હતી કે, એસોસિએશને સ્ટાર શટલર પીવી સિંધુનું નામ ફ્લેગ બેરર તરીકે નક્કી કર્યું છે. બે વખત ઓલિમ્પિક ચેમ્પિયન રહી ચૂકેલી પીવી સિંધુ બર્મિંગહામમાં યોજાનારા ઉદ્ઘાટન સમારંભમાં આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.

28 જુલાઈથી 8મી ઓગસ્ટ સુધી કોમનવેલ્થ ગેમ્સ
ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં તારીખ 28મી જુલાઈથી શરુ થઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ તારીખ 8મી ઓગસ્ટ સુધી શરુ થશે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અવારનવાર વધુ સારો દેખાવ કરે છે અને ટોપ-3માં સ્થાન મેળવે છે. આવી સ્થિતિમાં આ વખતે પણ ભારતને અહીં ઈતિહાસ રચવાની આશા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ