બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Protest of Congress leaders in the presence of the President in the Legislative Assembly

વિરોધ / વિધાનસભામાં રાષ્ટ્રપતિની હાજરીમાં કોંગ્રેસ નેતાઓનો વિરોધ: સ્વાગત માટે બોલાવાયા તો બેઠા બેઠા જ હાથ જોડ્યા, કહ્યું લોકશાહીની હત્યા થઈ એટલે...

Malay

Last Updated: 11:52 AM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: ગુજરાત વિધાનસભાના સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસના નેતાએ રાષ્ટ્રપતિની હાજરીમાં નોંધાવ્યો વિરોધ, અમિત ચાવડાએ કહ્યું કે, લોકશાહીનું અપમાન થયું એટલે અમે વિરોધ કરીએ છીએ

  • ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ
  • કોંગ્રેસના નેતાઓએ રાષ્ટ્રપતિની હાજરીમાં વિરોધ નોંધાવ્યો
  • મુખ્યમંત્રીનું સન્માન કરવાની ચોખ્ખી ના પાડી દીધી

Gandhinagar News: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આજે ગુજરાત વિધાનસભા સભા ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ હાજર રહ્યા હતા. ત્યારે વિધાનસભાના સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસના નેતાએ રાષ્ટ્રપતિની હાજરીમાં વિરોધ નોંધાવ્યો હતો. વિધાનસભા સત્રના પહેલા જ દિવસે અમિત ચાવડા, ચૈતર વસાવાએ મુખ્યમંત્રી અને મંત્રીઓના સન્માન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

લોકશાહીનું અપમાન થયું છેઃ અમિત ચાવડા
આ મામલે હવે વિપક્ષ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે, 'લોકશાહીનું અપમાન થયું એટલે અમે વિરોધ કરીએ છીએ. કલોલમાં અમારા સભ્યનું અપહરણ કરવામાં આવ્યું છે. મહામહિમની હાજરીમાં જ લોકશાહીની હત્યા થઈ છે.' 

મુખ્યમંત્રીનું સન્માન કરવા ન ઉભા થયા અમિત ચાવડા
વાસ્તવમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરીમાં વિધાનસભા ગૃહમાં જ્યારે મહાનુભાવોનું સન્માન ચાલી રહ્યું હતું, ત્યારે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાને મુખ્યમંત્રીનું સન્માન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે, અમિત ચાવડા સન્માન કરવાની ના કહી દીધી હતી. અમિત ચાવડાએ બેઠાં બેઠાં જ હાથ જોડ્યા હતા, તેઓ સ્વાગતમાં જોડાયા નહતા. 

 

ચૈતર વસાવાએ પણ કર્યો ઈનકાર
આ ઉપરાંત ચૈતર વસાવાએ પણ સન્માન કરવાનો ઈનકાર કર્યો હતો. ચૈતર વસાવાને પણ વિધાનસભા ઉપાધ્યક્ષનું સન્માન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે, ચૈતર વસાવાએ સન્માન કરવાની ના કહી દીધી હતી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ