બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / prophet muhammad row bajrang dal entry in prophet dispute

BIG NEWS / પયગંબર ટિપ્પણી વિવાદમાં બજરંગ દળની એન્ટ્રી, આવતીકાલે થશે રાષ્ટ્રવ્યાપી આંદોલન

Pravin

Last Updated: 05:14 PM, 15 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં પયગંબર વિવાદને લઈને હવે બજરંગ દળની પણ એન્ટ્રી થઈ છે. 16 જૂને બજરંગ દળના કાર્યકર્તાઓ આ મુદ્દાને લઈને રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે .

  • દેશ ભરમાં હાલ પયગંબર ટિપ્પણી વિવાદ ચાલી રહ્યો છે
  • નૂપુર શર્માના નિવેદન બાદ હિંસા અને પ્રદર્શનો થયા
  • હવે નૂપુર શર્માના સમર્થનમાં બજરંગ દળની પણ એન્ટ્રી થઈ

દેશમાં પયગંબર વિવાદને લઈને હવે બજરંગ દળની પણ એન્ટ્રી થઈ છે. 16 જૂને બજરંગ દળના કાર્યકર્તાઓ આ મુદ્દાને લઈને રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આવેદન આપશે. આ આંદોલન પયગંબર વિવાદ બાદ ભડકેલી હિંસા વિરુદ્ધ કરવામાં આવશે.

અહીં ઉલ્લેખનીય છે કે, ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ કરેલી પયગંબર મહોમ્મદ પરની ટિપ્પણી વિરુદ્ધમાં દેશભરમાં આંદોલનો છંછાડાયા હતા અને કેટલાય ભાગોમાં હિંસા થઈ હોવાના સમાચાર આવ્યા હતા. હવે આ હિંસા વિરુદ્ધ બજરંગ દળ રસ્તા પર ઉતરીને આંદોલન કરશે. 

સંગઠને કહ્યું કે, તેમના કાર્યકર્તા ગુરૂવારે દેશભરના જિલ્લા પ્રશાસન મુખ્યાલયમાં ઈસ્લામિક જિહાદી કટ્ટરપંથીઓ દ્વારા વધતી ચરમપંથી ઘટનાઓની વિરુદ્ધમાં ધરણા કરશે અને પ્રદર્શનો પણ કરશે.

શું છે નૂપુર શર્માનો વિવાદ

ભાજપના પૂર્વ પ્રવક્તા દ્વારા નૂપુર શર્માએ શુક્રવારે 27 મેના રોજ એક ન્યૂઝ ચેનલની ડિબેટમાં ટિપ્પણી કરી હતી. આ ડિબેટ દરમિયાન તેમણે કહ્યું હતું કે, અમુ કોલોક હિન્દુ આસ્થાની સતત મજાક ઉડાવી રહ્યા છે.   જો આવું છે તો તે પણ બીજા ધર્મની મજાક ઉડાવી શકે છે. ત્યાર બાદ તેમણે અમુક ઈસ્લામિક માન્યતાઓની પણ વાત કહી હતી. 

નૂપુર શર્માની આ ડિબેટ પર કહેવામાં આવેલી વાતોનું કથિત ફેક્ટ ચેકર મહોમ્મદ જુવૈરે પોતાના ટ્વિટર પર શેર કર્યા અને આરોપ લગાવ્યો હતો કે, પયગંબર મહોમ્મદ પર વિવાદીત ટિપ્પણી કરી છે. ત્યાર બાદ નૂપુર શર્માનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને એક જૂનના રોજ મહારાષ્ટ્રમાં તેમના વિરુદ્ધ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો કેસ નોંધાયો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ