બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / property buying check these important documents when you buy property

તમારા કામનું / પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો પહેલાં આ બાબતને ખાસ નોટ કરી લેજો, નહીં તો આવશે રોવાનો વારો

Arohi

Last Updated: 02:35 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Property Buying News: ઘર ખરીદવું દરેક આદમીના જીવનનું સૌથી મોટુ સપનું હોય છે સાથે જ જીવનનું સૌથી મોટુ રોકાણ પણ હોય છે. લોકો પૈસા ભેગા કરીને પોતાનું સપનાનું ઘર ખરીદે છે. માટે ઘર કે પ્રોપર્ટી ખરીદતી વખતે સાવધાની રાખવી જરૂરી છે.

  • પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યાં છો? 
  • તો આટલી વાતોનું ખાસ રાખો ધ્યાન 
  • જીવનનું સૌથી મોટુ રોકાણ હોય છે પ્રોપર્ટી 

પ્રોપર્ટી ખરીદવી કે તેમાં રોકાણ કરતા પહેલા જરૂરી છે કે તેને સારી રીતે તપાસ કરી લો. મોટાભાગે પ્રોપર્ટીના કેસમાં લોકો બ્રોકર્સ અને બિલ્ડર પર વિશ્વાસ કરી દે છે. પરંતુ તમને પોતાને પણ આ વિશે જાણકારી હોવી જરૂરી છે. આવો તમને જણાવીએ કે પ્રોપર્ટી ખરીદતા પહેલા કયા ડોક્યુમેન્ટ્નું ધ્યાન રાખવું જરૂરી છે. 

પ્રોપર્ટી ખરીદતા પહેલા તે સંપત્તિને વેચનારના ટાઈટલ અને ઓનરશિપનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તેના બાદ ચેનલ ડોક્યુમેન્ટ પણ ચેક કરો. તેમાં પ્રોપર્ટી Xએ Yને વેચી, Yએ Zને વેચી તેની સંપૂર્ણ વિગત હોય છે.  

OC સર્ટિફિકેટ 
તમે મોટાભાગે OC સર્ટિફિકેટ વિશે સાંભળ્યુ હશે. તેનો મતલબ ઓક્યુપેન્સી સર્ટિફિકેટ થાય છે જેને બિલ્ડર પાસેથી જરૂર લેવું જોઈએ. OCથી એ પ્રમાણિત થાય છે કે કોઈ બિલ્ડિંગ, નેશનલ બિલ્ડિંગ કોડનું પાલન કરે છે અને આ વ્યવસાય કે રહેવા માટે ઉપયુક્ત છે. આ સર્ટિફિકેટને સ્થાનીક વિકાસ પ્રાધિકરણ કે નગરપાલિકા વગેરે સરકારી એજન્સી જાહેર કરે છે. ઘર કે ફ્લેટ ખરીદતા પહેલા બિલ્ડર પાસેથી OC સર્ટિફિકેટ જરૂર લો. 

પઝેશન લેટર 
ફ્લેટ ખરીદવા પર બિલ્ડર કે ડેવલોપર ખરીદીના હકમાં પઝેશન લેટર જાહેર કરે છે. તેમાં સંપત્તિ પર કબજાની તારીખ લખેલી હોય છે. ત્યાં જ જ્યાં સુધી OC મળ્યું ન હોય ત્યાં સુધી પઝેશન લેટર એકલો પ્રોપર્ટી પર કબજો કરવા માટે પુરતો નથી. 

NOC
તેના ઉપરાંત પ્રોપર્ટી ખરીદતા પહેલા ખરીદનારે ડેવલોપરથી NOC માંગવું જોઈએ. આ નો ઓબ્ઝેક્શન સર્ટિફિકેટ પર્યાવરણ વિભાગ, પ્રદૂષણ બોર્ડ, સીવેઝ બોર્ડ પાસેથી મળે છે. જે નિર્માણ માટે અસ્વીકૃતિની સુચના સુનિશ્ચિત કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ