બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / prolonged sitting health risks know how what are the negative effects of sedentary lifestyle

હેલ્થ ન્યુઝ / જો તમને પણ છે આવી આદત તો સાવધાન! નહીં તો થશો આ ગંભીર બિમારીનો શિકાર

Arohi

Last Updated: 03:15 PM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health News: સંશોધનમાં જાણવા મળ્યું કે ધુમ્રપાન અને દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે પરંતુ લાંબા સમય સુધી બેઠા રહેવાની આદત પણ સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. બેઠાળુ જીવન વધારે હોય તેની સંપૂર્ણ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે.

  • ક્યાંક તમે તો નથી કરતાને આવી ભૂલ? 
  • સતત બેઠા રહેવાથી વધે છે આ બીમારીઓ
  • સમય પહેલા મોતનો પણ ખતરો

લાઈફસ્ટાઈલ અને ભોજનમાં ગડબડ ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓને પ્રોત્સાહન આપે છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે હાલના સમયમાં ઝડપથી વધી રહેલી ઘણી ગંભીર અને ક્રોનિક બીમારીઓ માટે એક પ્રમુખ કારણ હોઈ શકે છે. 

સ્વાસ્થ્ય નિષ્માંતો કહે છે કે સમયની સાથે ડાયાબિટીસ, હૃદય રોગ અને શરીરમાં ઈન્ફ્લામેશન સાથે સંબંધિત સમસ્યાઓનું જોખમ યુવાઓમાં વધારે જોવા મળી રહ્યું છે. આ બીમારીઓ ઉંમરને ઘટાડવાની સાથે સાથે સમય પહેલા મૃત્યુનું કારણ પણ બની શકે છે. 

સંશોધનમાં જાણવા મળ્યું કે ધુમ્રપાન અને દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે પરંતુ લાંબા સમય સુધી બેઠા રહેવાની આદત પણ સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. બેઠાળુ જીવન વધારે હોય તેની સંપૂર્ણ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે. 

બેઠાળુ જીવશૈલીના ગેરફાયદા 
ડોક્ટર કહે છે કે બેઠાળુ જીવન તમારા સ્વાસ્થ્યનું મોટુ દુશ્મન છે અને લાંબા સમય સુધી બેસી રહેવાથી તેનું જોખમ વધે છે. તેના કારણે વજન વધવું, ટાઈપ-2 ડાયાબિટીસ અને હૃદય રોગની સમસ્યા વધે છે. જો તમે દિવસમાં 6-8 કલાક સતત બેઠા રહો છો તો તમારા પર સમય કરતા વહેલા મૃત્યુના જોખમનો ખતરો રહેલો છે. 

સમય પહેલા મોતનો ખતરો
વધારે સમય સુધી બેસી રહેવાના કારણે સ્વાસ્થ્યને ઘણા પ્રકારે નુકસાન પહોંચે છે. તેને સમજા માટે સંશોધકોએ બેસવાના સમય અને એક્ટિવિટીના સ્તર વાળા 13 અભ્યાસનું તારણ મેળવ્યું છે. તેમાં જાણવા મળ્યું કે જે લોકો કોઈ શારીરિક એક્ટિવિટી નથી કરતા અને દિવસમાં આઠ કલાકથી વધારે સમય સુધી બેસી રહે છે તેમનામાં સ્થૂળતા અને સમય પહેલા મૃત્યુના કારણે થતી બિમારીઓનું જોખમ વધારે હોય છે. 

ડાયાબિટીસનો શિકાર
અભ્યાસમાં જાણવા મળ્યું કે સતત સુતા રહેવાથી પણ તમારા શરીરમાં ઈંસુલિન પ્રતિરોધ વધે છે. જેનાથી તમારી રક્ત સર્કરાનું સ્તર વધવાનું જોખમ રહે છે. સંશોધકોએ જાણ્યું કે જે લોકો વધારે સમય બેસીને પસાર કરે છે તેમનામાં ડાયાબિટીસનો ખતરો 112 ટકા વધારે હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો કહે છે કે ડાયાબિટીસ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે જેના જોખમ દરે ઉંમરના લોકોમાં વધી રહ્યા છે. ડાયાબિટીસની સમસ્યા ઘણી અન્ય બીમારીઓ જેવી કે હૃદય રોગ અને ઈન્ફ્લામેશનના ખતરાને પણ વધારનાર હોઈ શકે છે. 

હૃદય રોગનું જોખમ 
હૃદય રોગ વૈશ્વિક સ્તર પર મૃત્યુના પ્રમુખ કારણમાંથી એક છે અને જો તમે લાંબા સમય સુધી બેસી રહો છો તો તમારા હૃદય રોગના શિકાર થવાનો ખતરો વધી શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે જે પુરૂષ અઠવાડિયામાં 23 કલાક વધારે ટેલિવિઝન જુએ છે અથવા બેસી રહે છે તેમાં હૃદય રોગનો વિકાસ થવા અને તેમાં મરવાનું જોખમ અન્ય લોકોની તુલનામાં 64 ટકા વધારે હોય છે. હાર્ટ એટેક કે હાર્ટ સ્ટ્રોકનો ખતરો 147 ટકા વધારે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ