બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / production of Petrol & Diesel in the country is more than sufficient to take care of any demand surg

ઈંધણ / શું દેશમાં ખરેખર પેટ્રોલ અને ડીઝલની તંગી છે? અફવા ફેલાતા સરકારે કર્યો ખુલાસો, જાણો શું કહ્યું

Hiralal

Last Updated: 06:51 PM, 15 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં પેટ્રોલ અને ડીઝલની તંગી થઈ હોવાની અફવા ફેલાતા સરકાર એક્શનમાં આવી અને હવે આ અંગેનો સત્તાવાર ખુલાસો કર્યો છે.

  • દેશમાં પેટ્રોલ અને ડીઝલની તંગી હોવાની ફેલાઈ અફવા
  • કેન્દ્ર સરકારે આપ્યો જવાબ
  • પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયનો આવ્યો જવાબ
  • કહ્યું- દેશમાં પૂરતા પ્રમાણમાં છે પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક 

 રાજસ્થાન સહિતના કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની તંગી સર્જાઈ હોવાના મીડિયામાં રિપોર્ટ વહેતા થયા હતા. આની વાતની ગંભીર નોંધ લઈને કેન્દ્ર સરકારે હવે જવાબ આપ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને એવું જણાીવ્યું કે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક ધાર્યા કરતા પણ ઘણો વધારે છે અને કોઈ પણ માગને પહોંચી વળવા પર્યાપ્ત છે. આ અભૂતપૂર્વ વધારાને કારણે સ્થાનિક સ્તરે કેટલીક લોજિસ્ટીક હંગામી સમસ્યા ઊભી થઈ હતી. ઓઈલ કંપનીઓ આવી સમસ્યાને નિવારવા ઝડપી ગતિએ કામે લાગી ગઈ છે. 

દેશમાં પેટ્રોલ અને ડીઝલની તંગી સર્જાઈ હોવાની ફેલાઈ અફવા
ઉલ્લેખનીય છે છે કે છેલ્લા બે-ત્રણ દિવસથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની તંગી સર્જાઈ હોવાની અફવા ફેલાઈ છે અને લઈને હવે સરકારે ખુલાસો બહાર પાડ્યો છે. રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલને લઈને ભારે રામાયણ થઈ છે. સ્થિતિ એવી થઈ છે કે, પેટ્રોલ પંપ પર વાહન ચાલકોને આઉટ ઓફ સ્ટોક લખેલું જોવા મળી રહ્યું છે. મંગળવારે રાજ્યમાં કુલ 2500માંથી 700 પંપ બંધ હોવાની વિગતો પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનને મળી છે. 

જયપુરમાં ફેલાઈ પેટ્રોલ પંપ બંધ થવાની અફવા

આ બાજૂ જયપુર શહેરમાં મંગળવારે અફવા ફેલાઈ છે કે, બુધવારે રાતે પેટ્રોલ પંપ બંધ રહેશે. ત્યારે આવા સમયે શહેરના કેટલાય પેટ્રોલ પંપ પર ભીડ ઉમટી પડી હતી. બાદમાં આરપીડીએના સચિવ શંશાક કૌરાનીએ સ્પષ્ટ કર્યું છે કે, શહેરમાં પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે. આ મામલ આશુતોષ એટી પેડણેકર, સચિવ, ખાદ્ય તથા નાગરિક પુરવઠા વિભાગે કહ્યું કે, તેલ કંપનીઓની પ્રતિનિધિઓ પેટ્રોલિયમ ડીલરની સાથે બેઠક થશે. તમામ પક્ષો સાથે વાત કર્યા બાદ આ સંકટનું નિરાકરણ આવવાની આશા છે. 

જોધપુરમાં 60 પેટ્રોલ પંપ બંધ

શ્રીગંગાનગરમાં એસ્સાર અને રિલયાંસના તમામ પેટ્રોલ પંપ ડ્રાઈ થઈ ચુક્યા છે. પાલીમાંથી 10થી વધારે પેટ્રોલ પંપ બંધ થવાના સમાચાર છે. એડવાંસ બુકીંગ અને એડવાંસ ડીડી લગાવ્યા બાદ ડેપોમાંથી તેલ નથી મળી રહ્યું. જોધપુરમાં 60 પેટ્રોલ પંપ પર ઓયલ ખતમ થઈ ચુક્યું છે. હવે કંપનીઓએ રાશનિંગ શરૂ કર્યું છે. રિલાયંસ અને નાયરાના 50થી 55 પંપ ડ્રાઈ થયા બાદ બંધ છે. 

હનુમાનગઢમાં બે દિવસનું જ ઓયલ વધ્યું

હનુમાનગઢમાં રિલાયંસના પંપ 2 દિવસથી બંધ છે. અન્ય પંપ પર બે દિવસનો જ સ્ટોક છે. ધૌલપુરમાં ભારત પેટ્રોલિયમના પંપો પર ડીઝલની ભારે તંગી સર્જાઈ છે. ડેપોમાં પણ બે દિવસમાં એક જ વાર સપ્લાઈ થઈ રહી છે. બાડમેરમાં પણ માગ અનુસાર તેલ મળતું નથી. ડેપોમાથી ઓયલ માટે ત્રણથી ચાર દિવસ સુધી રાહ જોવી પડી રહી છે. ઉદયપુરમાં એચપીસીએલ, બીપીસીએલ , રિલાયંસના 50 પેટ્રોલ પંપ ડ્રાઈ થયા બાદ બંધ છે. 150 પંપ તંગી સામે ઝઝૂમી રહ્યા છે. જેવો સ્ટોક ખતમ થશે કે આ પેટ્રોલ પંપ પણ બંધ થઈ જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ