બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / problem new initiative of North Gujarats Leuva Patidars changes constitution

પરિવર્તન / સગપણની સમસ્યાએ એકમેક કર્યા: ઉત્તર ગુજરાતના લેઉવા પાટીદારોની નવી પહેલ, બંધારણ બદલ્યું

Kishor

Last Updated: 08:08 PM, 3 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કહેવાય છે કે પરિવર્તનએ સંસારનો નિયમ છે સમાજ જીવનમાં પણ પરિવર્તનની ખૂબ જરૂરિયાત ઊભી થતી હોય છે. જેને પુરી કરવીએ સમાજ જીવનના હિતમાં હોય છે. આવાજ એક હીતની વાત કરી લેઉવા પાટીદાર સમાજ એક તાંતણે બંધાયો છે.

  • અરવલ્લીના મોર ડુંગરી ગામે પાટીદાર સમાજની મિટિંગ યોજાઇ
  • 221 ગામના નવા માળખાના ઠરાવને મંજૂરી 
  • દીકરા-દીકરી આપવાની સહમતી સાંધાઈ

અરવલ્લીના માલપુરના મોર ડુંગરી ગામે ઉત્તર ગુજરાતમાં લેઉવા પાટીદાર સમાજના આગેવાનોની એક બેઠક યોજાઇ હતી. જેમાં અગ્રણીઑએ પોતાના સમાજની ચિંતા કરી હતી અને સમાજમાં રહેલા વિવિધ ગામોના વાડાપાડા દૂર કરી તમામ લેઉવા પાટીદાર એક થવા આહ્વાન કર્યું હતું. આ અવસરે લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી જો ચિંતા હોય તો તે હતી દીકરીઓની અછત છે. દીકરીઓની અછતને લઈ સમાજના અપરણિત યુવાનોની અન્ય સમાજોમાંથી તેમજ દલાલો મારફતે યુવતીઓ સાથે લગ્ન કરવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધવા પામી છે. ત્યારે ઉત્તર ગુજરાત લેઉવા પાટીદાર સમાજે પોતાના દીકરા-દીકરીઓની ચિંતા કરતા ખુબ મહત્વનો નિર્ણય કર્યો છે. 111 ગામની બદલે 221 ગામના નવા માળખાના ઠરાવને મંજૂરી આપી છે. આ નિર્ણયથી હવેથી ઉત્તર ગુજરાત પાટીદાર સમાજને લગ્ન વિષયક પસંદગીમાં સરળતા રહેશે. 

 221 ગામો એક થયા અને દીકરા-દીકરી આપવાની સહમતી સાંધાઈ
એટલું જ નહિ દલાલો મારફતે થતાં લગ્નમાં યુવતીઓ સમય જતા યુવાન અને તેમના પરિવાર સાથે દ્રોહ કરી આર્થિક નુકસાન પહોંચાડી પલાયન થઈ જતી હોવાની પણ અનેક ઘટનાઓ સામે આવતી હતી. અનેક યુવાનો છેતરાયા પણ હતા સમાજમાં દીકરીઓની ઘટને લઈ સમાજ ચિંતીત થતો જેને લઈ લેઉવા પાટીદાર સમાજે એક નવું બંધારણ કર્યું તેમાં તમામ નાના-મોટા 221 ગામો એક થયા અને દીકરા-દીકરી આપવાની સહમતી સાંધાઈ હતી. 

સમાજના વાડા દૂર કરી સમાજ એક તાંતણે બંધાયો 
પાટણ જિલ્લાની વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના અનેક ગામમા લેઉવા પટેલ સમાજના લોકો વસવાટ કરે છે. પાટણ જિલ્લામાં લેઉવા પાટીદાર સમાજનું સૌથી મોટું ગામ એ બાલીસણા છે. બાલીસણા ગામના આગેવાનો પણ કહી રહ્યા છે કે સમાજમાં દીકરીઓની ઘટ હતી.  વધુમાં સમાજના વાડાને લઈ અનેક દીકરા-દીકરીઓને બહારના સમાજમાંથી અથવા તો દલાલ મારફતે લગ્ન કરવા માટે મજબૂર થવું પડતું હતું. આથી હવે સમાજ જ્યારે એક તાંતણે બંધાયો છે ત્યારે સમાજના દીકરા દીકરીઓને લગ્ન માટે બહાર જવું નહીં પડે તેમજ છેતરાવારના બનાવો પણ ઓછા બનશે.  સમાજમાં ભાઈચારા અને એકતાની ભાવના વધશે તે હેતુથી આ બંધારણ આવનાર સમયમાં લેવા પાટીદાર સમાજ માટે ખૂબ ફાયદાકારક નીવડશે તે પ્રકારનું બાલીસણા ગામના લેઉવા પાટીદાર સમાજના ગ્રામજનોએ જણાવ્યું હતું.

 
સગપણના પ્રશ્નો કેમ ગંભીર બન્યા છે?

  • યુવકોની સરખામણીએ યુવતીઓના જન્મદરનું પ્રમાણ ઓછું
  • યુવકોની સરખામણીએ યુવતીઓનો ઉચ્ચ અભ્યાસ
  • લીવ ઇન રિલેશનશીપની વધતી વ્યવસ્થા
  • આધુનિક સમાજમાં યુવક-યુવતીઓનો એક નવો જ વર્ગ ઉભો થઈ રહ્યો છે
  • ઘણા યુવક-યુવતીના લગ્ન માટેના જીવનસાથીની પસંદગી ધોરણો ખુબ ઉચા
  • શહેરોની મહિલાઓમાં અપરણિત રહી જીવન જીવવાનો ટ્રેન્ડ વધતો જાય છે
  • સ્વતંત્ર વિચારસરણી ધરાવતી નવા યુગની નારી પોતાની જીંદગી પોતાની રીતે જીવવા માંગે છે
  • આવી યુવતીઓને તેઓ માટે "સિંગલ વુમન" શબ્દ વપરાયતો ગમે છે
  • સિંગલ વુમન કન્સેપ્ટ પાછળ શિક્ષણનો વ્યાપ્ત અને રોજગારીની વિપુલ તકો મુખ્ય ભૂમિકા ભજવે છે
  • જે યૌવનની ઢળતી ઉંમરે લગ્ન કરવા માંગે છે અને મોડા સંતાનો ઇચ્છે છે
  • શહેરોમાં જ વસવાટ કરવાની માનસિકતા યુવક-યુવતી માટે અડચણ રૂપ

અગાઉ રબારી સમાજનો નિર્ણય શું હતો?

  • સગાઈનો રૂપિયો-ગોળ ખાવાની વિધિ હોટલના બદલે ઘરે રાખવી 
  • સગાઈ વિધિમાં 5 લોકોની જ મર્યાદા 
  • સગાઈમાં દાગીનો આપવો નહીં 
  • કુટુંબીજનોને પહેરામણી ન કરવી 
  • ઘરધણીએ વેવાઈને 2100 રૂપિયાની જ પહેરામણી કરવી 
  • સગાઈમાં મોબાઈલની આપ-લે કરવી નહીં 
  • લગ્નમાં DJ, રાસગરબા, કલાકાર લાવી ખોટો ખર્ચ ન કરવો 
  • કંકોત્રી સાથે કવર, કપડા આપવા નહીં 
  • રિંગ સેરેમની કે પ્રિવેડિંગ, ફોટો શૂટ જેવા દેખાદેખીના રિવાજો બંધ 
  • પુનઃલગ્નમાં 10 તોલા સોનાના દાગીનાની મર્યાદા 
  • આણામાં ભાઈઓએ મર્યાદિત સંખ્યામાં જ જવું 
  • ચાંલ્લા પ્રથા સદંતર બંધ રાખવામાં આવે
  • દવાખાને ખબર અંતર લેવા જાય ત્યારે દર્દીના પરિવાર તરફથી જમવાનું બંધ
  • રમેલ ને જૂની પરંપરા મુજબ સાદાઈથી કરવામાં આવશે
  • બેસણુ કોઈપણ વારે કરી શકાશે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ