બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / PRIYANKA GANDHI VADRA HOSPITALISED BECAUSE OF ILLNESS, MIGHT NOT JOIN BHARAT JODO
ADVERTISEMENT
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની તબીયત ખરાબ થઈ ગઈ છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. પ્રિયંકા ગાંધી આજે યૂપીમાં પ્રવેશ કરી રહેલ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થવાના હતાં પણ તેઓ આજે યાત્રામાં સામેલ નહીં થઈ શકે. રાહુલ ગાંધીની યાત્રા આજે બિહારથી ઉત્તરપ્રદેશમાં પહોંચશે. યાત્રામાં કોંગ્રેસનાં મોટા નેતાઓ સામેલ થશે. પણ પ્રિયંકા ગાંધી યાત્રામાં જોડાઈ નહીં શકે.
मैं बड़े चाव से उत्तर प्रदेश में भारत जोड़ो न्याय यात्रा के पहुँचने का इंतजार कर रही थी, लेकिन बीमारी की वजह से मुझे आज ही अस्पताल में भर्ती होना पड़ा। थोड़ा बेहतर होते ही मैं यात्रा में जुड़ूँगी। तब तक के लिए चंदौली-बनारस पहुंच रहे सभी यात्रियों, पूरी मेहनत से यात्रा की तैयारी…
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 16, 2024
ADVERTISEMENT
મારા પ્યારા ભાઈને શુભકામનાઓ- પ્રિયંકા ગાંધી વાડ્રા
પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરતાં કહ્યું કે," હું ભારત જોડો ન્યાય યાત્રાની ઉત્તર પ્રદેશ પહોંચવાની આતુરતાથી રાહ જોઈ રહી હતી. પણ બીમારીનાં લીધે મને આજે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. થોડું સારું થતાંની સાથે જ હું યાત્રામાં જોડાઈશ. ત્યાં સુધી ચંદૌલી-બનારસ પહોંચી રહેલા તમામ યાત્રીકો, મહેનતથી યાત્રાની તૈયારીમાં લાગેલા ઉત્તરપ્રદેશમાં જોડાયેલા મારા સહયોગીઓ અને મારા પ્યારા ભાઈને શુભકામનાઓ આપું છું."
ADVERTISEMENT
આ નફરતનો દેશ નથી- રાહુલ ગાંધી
બિહારનાં મોહનિયામાં એક સભાનું સંબોધન કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કહ્યું કે તમે કોંગ્રેસ અને રાજદનાં કાર્યકર્તાઓ મોહોબ્બતની દુકાન ખોલો અને લોકોને જોડો. આપણે સૌ મળીને ભાજપનાં લોકો દ્વારા ફેલાવવામાં આવેલી નફરતની સામે લડશું અને આપણે જીતશું. આ નફરતનો દેશ નથી..આ પ્રેમ અને ભાઈચારાનો દેશ છે. તમારા લોહીમાં તમારા DNAમાં નફરત નથી.
વધુ વાંચો: કેમ ફ્રીઝ થયાં કોંગ્રેસના બેન્ક ખાતા? 210 કરોડ ક્યાંથી આવ્યાં? અજય માકનનો ધડાકો
ADVERTISEMENT
કેન્દ્ર પર હુમલો
કોંગ્રેસ નેતાએ કહ્યું કે દરેક ખૂણામાં તમે કોઈપણ ગરીબ વ્યક્તિને પૂછી લો, દેશની સાથે અન્યાય થઈ રહ્યો છે. સામાજિક અન્યાય થઈ રહ્યાં છે. ખેડૂતો અને મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યાં છે. સામાજિક ન્યાયનું સૌથી પહેલું પગલું જાતિગત જનગણના છે. તેનાથી ખબર પડશે કે સમાજમાં કોની કેટલી ભાગેદારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.