બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

VTV / ભારત / No Money, Can't Pay Electricity Bills": Congress Says Bank Accounts Frozen

રાજનીતિ / કેમ ફ્રીઝ થયાં કોંગ્રેસના બેન્ક ખાતા? 210 કરોડ ક્યાંથી આવ્યાં? અજય માકનનો ધડાકો

Hiralal

Last Updated: 12:26 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી પહેલા આઈટી વિભાગે કોંગ્રેસની સામે મોટી કાર્યવાહી કરી છે. અજય માકનનો આરોપ છે કે આઈટી વિભાગે કોંગ્રેસના બેન્ક ખાતાઓ સીલ કર્યાં છે.

  • લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની સામે કેન્દ્રની મોટી કાર્યવાહી
  • આઈટી વિભાગે કોંગ્રેસના બેન્ક ખાતાઓ ફ્રીઝ કર્યાં 
  • 210 કરોડની રિકવરી નોટીસ પણ અપાઈ 
  • કોંગ્રેસ નેતા અજય માકનનો મોટો આરોપ 

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની સામે કેન્દ્રની મોટી કાર્યવાહી થઈ હોવાનો કોંગ્રેસનો દાવો છે.  કોંગ્રેસના નેતા અજય માકને પત્રકાર પરિષદમાં સનસનીખેજ આરોપ કરીને રાજનીતિને ગરમાવી દીધી છે. તેમણે કહ્યું કે આઈટી વિભાગે કોંગ્રેસના તમામ બેન્ક ખાતાં ફ્રીઝ કરી દીધાં છે. સરકાર પર આરોપ લગાવતા અજય માકને કહ્યું કે માત્ર ખાતાઓ જ નહીં પરંતુ દેશની લોકશાહી પણ સ્થિર થઈ ગઈ છે.

ફંડ આઈટી વિભાગમા જમા કરાવવાનો આદેશ-કોંગ્રેસ 
અજય માકને કહ્યું કે પાર્ટીએ આ અંગે કાનૂની પગલાં ભર્યાં છે અને હાલમાં આ મામલો ઈન્કમ ટેક્સ અપેલેટ ટ્રિબ્યુનલમાં હોવાથી અત્યાર સુધી તેને જાહેર કરાયો નહોતો. તેમણે કહ્યું કે કોંગ્રેસને ગઈ કાલે આ વાતની જાણ થઈ હતી જ્યારે પાર્ટીના વકીલ વિવેક ટંખાએ એવું કહ્યું કે ટોટલ ચાર એકાઉન્ટ્સ બંધ કરી દેવાયો છે. બેન્કોને કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના ચેક ક્લિયર ન કરતાં અને જે પણ ફંડ પડ્યું હોય તે આઈટી ડિપાર્ટમેન્ટમાં જમા કરાવી દેવામાં આવે. 

કોંગ્રેસના ખાતા કેમ સ્થગિત કરવામાં આવ્યા?
ખાતું ફ્રીઝ કરવાનું કારણ જણાવતાં અજય માકને કહ્યું, 'અમારી પાર્ટીનું ખાતું ફ્રીઝ કરવાનું કારણ હાસ્યાસ્પદ છે. ગઈકાલે સાંજે યુથ કોંગ્રેસના ખાતા પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ પાસેથી રૂ. 210 કરોડની રિકવરી માંગી છે. આ પૈસા કોઈ મોટા ઉદ્યોગપતિના નથી પરંતુ અમે જે ઓનલાઈન દાન એકત્રિત કર્યું છે તેના છે. દેશની જનતાએ અમને UPI દ્વારા પૈસા આપ્યા છે. તે નાણાં આવકવેરા દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા છે.

લાઈટ બીલ ભરવાના કે સેલેરી ચુકવવાના પણ પૈસા નથી-કોંગ્રેસ
કોંગ્રેસે એવું પણ કહ્યું કે પાર્ટીના ખાતા ફ્રીઝ થયાં હોવાથી તેની પાસે લાઈટ બીલ ભરવાના અને સેલેરી ચુકવવાના પણ પૈસા નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ