બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Priyank Khadge of Karnataka has been served notice by the Election Commission

નોટિસ / PM મોદીને નાલાયક કહેનાર મલ્લિકાર્જુન ખડેગેના પુત્ર ફસાયા, ચૂંટણી પંચે નોટીસ આપીને જવાબ માગ્યો

Kishor

Last Updated: 09:03 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના ચિત્તપુર વિધાનસભા મતવિસ્તારના પ્રિયંક ખડગેએ પીએમ મોદી માટે 'નાલાયક' શબ્દ વાપર્યો હતો. જે મામલે તેને નોટિસ ફાટકારાય છે.

  • ધારાસભ્ય પ્રિયંક ખડગેને ચૂંટણી પંચની નોટિસ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ નોટિસ
  • પ્રિયંક ખડગેએ પીએમ મોદી માટે 'નાલાયક' શબ્દ વાપર્યો હતો

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને ધારાસભ્ય પ્રિયંક ખડગેને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ચૂંટણી પંચે નોટિસ ફાટકારતા ચર્ચા જાગી છે. આ મામલે કર્ણાટકના ચિત્તપુર વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય પ્રિયંક ખડગે બરાબરના ફસાયા છે. નોંધનીય છે કે એક નિવેદન દરમિયાન પ્રિયંક ખડગેએ પીએમ મોદી માટે 'નાલાયક' શબ્દ વાપર્યો હતો. ત્યારબાદ વિરોધનો સુર ઉઠ્યો હતો.

ચૂંટણીમાં કાળાનાણાની હેરફેર પર ચૂંટણી પંચની નજર: પોલિટિકલ ફંડીંગની મર્યાદા  20,000થી ઘટાડી 2000 રૂપિયા કરવા પર વિચારણા | eci proposal to ministry of  law reduce ...


આવતીકાલ સુધીમાં જવાબ આપવા નોટિસ

કેન્દ્રીય ચૂંટણી આયોગે પ્રિયંક ખડગેને  વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કરેલા શબ્દનો ખુલાસો કરતી નોટિસમાં પૂછ્યું હતું કે આ નિવેદન માટે તેમની સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ? આ નોટિસ અંગે પ્રિયંક ખડગેને આવતીકાલે એટલે કે ગુરુવારે (4 મે) સાંજે 5 વાગ્યા સુધીમાં જવાબ આપવા માટે ચૂંટણી પંચે કહ્યું છે. અશોભનીય નિવેદન બાદ ભાજપે પ્રિયંકા વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી.


ભાજપના ધારાસભ્યને પણ ECIની નોટિસ

ચૂંટણી આયોગે ભાજપના  ધારાસભ્ય બસનાગૌડા આર પાટીલને પણ સોનિયા ગાંધી વિરુદ્ધ આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ નોટિસ ફટકારી હતી. બસનાગૌડા ભાજપના સ્ટાર પ્રચારક છે. નોંધનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી રેલી દરમિયાન પિતાના ભાષણમાં પીએમ મોદી માટે 'ઝેરી સાપ' એવા શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ બાદ બસનાગૌડાએ સોનિયા ગાંધીને 'વિષકન્યા' કહી દીધા હતા અને કથિત રીતે તેમના પર ચીન અને પાકિસ્તાનના એજન્ટ હોવાના પણ ધગધગતા આરોપ લગાવ્યા હતા. તો બસનાગૌડાને પણ ગુરુવારે (4 મે) સાંજે 5 વાગ્યા સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. કોંગ્રેસે બસનગૌડા વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ