ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Prime Minister Narendra Modi will give a big gift to the people of Saurashtra
Last Updated: 12:44 PM, 19 February 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી પહેલા તા. 22 તેમજ 24 અને 25 દરમ્યાન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં પ્રથમ દિવસ એટલે કે 22 તારીખે વડાપ્રધાન વિસનગરનાં તરભ ખાતે વાળીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. તેમજ ત્યાર બાદ તેઓ તા. 24 અને 25 ફેબ્રુઆરીનાં રોજ ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ તેમજ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે.
ADVERTISEMENT
વાળીનાથ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન હાજર રહેશે
22 ફેબ્રુઆરીનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે અમૂલ ફેડરેશનનાં સહકાર સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ વાળીનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ હાજરી આપશે. તેમજ તરભ ખાતે વિકાસનાં કાર્યોનું ભૂમિ પૂજન તેમજ લોકાર્પણ કરશે. તેમજ કાકરાપારમાં એટોમિક પાવર પ્રોજેક્ટનું નીરીક્ષણ. નવસારીમા પીએમ મિત્રા પાર્કનો શિલાન્યાસ. તેમજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ યોજનાઓનું વર્ચ્યુઅલી લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરવા આવશે. ત્યારે બાદ તેઓ 23 ફેબ્રુઆરીનાં રોજ તેઓ વારાસણી જશે. અને તા. 24 અને 25 ફેબ્રુઆરીનાં રોજ ફરી ગુજરાત આવશે.
વધુ વાંચોઃ રાજકોટના સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડની મેચ રમાતી હતી અને પાર્કિંગમાં ચાલતું હતું જુગાર! સાત ઝડપાયા
ADVERTISEMENT
તા. 24 તેમજ 25 દરમ્યાન વડાપ્રધાન સૌરાષ્ટ્રવાસીઓને મોટી ભેટ આપશે
વડાપ્રધાન મોદી તા. 24 તેમજ 25 નાં રોજ ફરી ગુજરાત આવશે. આ દરમ્યાન વડાપ્રધાન રાજકોટવાસીઓને મોટી ભેટ આપશે. જેમા રાજકોટ ખાતે ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ કરવામાં આવશે. તેમજ રાજકોટ ખાતે જાહેર સભા સંબોધશે. તેમજ દ્વારકા ખાતે બનેલ સિગ્નેચર બ્રિજનું પણ ઉદ્ધાટન વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે. તેમજ દ્વારકા ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ દ્વારકાધીશ મંદિરમાં ભગવાનનાં દર્શન કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.