બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Prime Minister Narendra Modi reacted to the no-confidence motion in the House and took heavy aim at the opposition

'નો કોન્ફિડન્સ' / તમે હાલ જ UPAના અંતિમ સંસ્કાર કર્યા છે, હું સંવેદના વ્યક્ત કરવાનો હતો પણ...: PM મોદીનો વિપક્ષ પર પ્રહાર

Pravin Joshi

Last Updated: 06:41 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ગૃહમાં પ્રતિક્રિયા આપી અને વિપક્ષ પર ખૂબ નિશાન સાધ્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે વિપક્ષ સામે જનતામાં 'અવિશ્વાસ' નથી. વિપક્ષે યુપીએના અંતિમ સંસ્કાર કર્યા.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું
  • વિપક્ષને ભારતના લોકો અને ભારતની ક્ષમતામાં વિશ્વાસ નથી
  • દેશના લોકોમાં કોંગ્રેસમાં અવિશ્વાસની લાગણી ખૂબ જ ઊંડી છે
  • કોંગ્રેસ પોતાના અભિમાનમાં ચકનાચૂર થઈ ગઈ છે : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ગૃહને સંબોધિત કરી રહ્યા છે અને અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, 'ભારતે આતંકવાદ પર સર્જિકલ હુમલો કર્યો. વિપક્ષને ભારતની સેના પર વિશ્વાસ ન હતો પરંતુ દુશ્મનોના દાવા પર છે. દુનિયામાં જો કોઈ ભારત માટે ખરાબ શબ્દો બોલે છે તો તેને તરત જ પકડી લે છે. દેશના નાગરિકોએ ભારતીય રસીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો પરંતુ વિપક્ષે વિશ્વાન ન કર્યો. વિપક્ષને ભારતના લોકો અને ભારતની ક્ષમતામાં વિશ્વાસ નથી.

 

વિપક્ષ સામે જનતામાં 'અવિશ્વાસ'

વડાપ્રધાને કહ્યું, 'દેશના લોકોમાં કોંગ્રેસમાં અવિશ્વાસની લાગણી ખૂબ જ ઊંડી છે. કોંગ્રેસ પોતાના અભિમાનમાં ચકનાચૂર થઈ ગઈ છે. જ્યારે પીએમ મોદી ગૃહને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે વિપક્ષી સાંસદો મણિપુર પર બોલવા માટે નારા લગાવી રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે વિપક્ષી દળોએ સાથે મળીને બેંગલુરુમાં યુપીએના અંતિમ સંસ્કાર કર્યા. મારે પહેલા મારી સંવેદના વ્યક્ત કરવી જોઈતી હતી પરંતુ વિલંબ મારી ભૂલ નથી. તમારી ભૂલ છે કારણ કે એક તરફ તમે યુપીએનો કાર્યક્રમ કરી રહ્યા હતા, તો બીજી તરફ તમે ઉજવણી કરી રહ્યા હતા. તમે ખંડેર પર નવું પ્લાસ્ટર કરીને ઉજવણી કરી રહ્યા હતા. તમે દાયકાઓ જૂના ખટારા વાહનને ઇલેક્ટ્રિક વાહન તરીકે બતાવવા માટે આ ઇવેન્ટનું આયોજન કર્યું હતું.

કોંગ્રેસે 'ગાંધી અટક' ચોરી લીધી

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, 'તિરંગા ઝંડાની શક્તિ જોઈને તેમણે તેને પાર્ટીનું પ્રતીક બનાવી દીધું. લોકોને રીઝવવા ગાંધીનું નામ ચોર્યું. ચૂંટણી ચિહ્ન ગાય અને વાછરડાની ચોરી કરી. આ I.N.D.I.A ગઠબંધન નથી, તે ઘમંડી ગઠબંધન છે. દરેક વ્યક્તિ વરરાજા બનવા માંગે છે. દરેક વ્યક્તિએ વડાપ્રધાન બનવું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ