બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Prime Minister Narendra Modi has arrived at Madabad Airport where he has been accorded a grand welcome

અમદાવાદ / રક્ષાબંધન પર તમારી રાખડીઓ મળી, રિવાજ મુજબ મે નારી શક્તિ વંદન અધિનિયમની ભેટ આપી: PM મોદી

Dinesh

Last Updated: 11:33 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વતનમાં વડાપ્રધાન : અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થયું છે જ્યા તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે

 

  • વડા પ્રધાન મોદીનુ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત
  • PM મોદીનું મહિલાઓ દ્વારા અભિવાદન 
  • PM આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે

 

PM visit Gujarat : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેમનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું છે જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તેઓ અમદાવાદ એરપોર્ટ પર જ નારી શક્તિ વંદના કાર્યક્રમમાં સ્થળે પહોંચ્યા છે. એરપોર્ટ ખાતે પીએમ મોદી 20 હજાર જેટલી મહિલાને સંબોધન કરવાના છે. લોકસભા અને વિધાનસભામાં ૩૩ ટકા મહિલા અનામત જાહેર કર્યા પછી તેઓ પહેલીવાર ગુજરાત આવી આવી રહ્યા હોવાથી મહિલાઓ દ્વારા તેમનું અભિવાદન કરી રહી છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ રાત્રિ રોકાણ ગાંધીનગર રાજભવનમાં કરશે. દરમિયાન ભાજપના સંગઠન સાથે બેઠક યોજે તેવી પણ શક્યતા છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, કેમ છો બધા મજામાં.. વધુમાં કહ્યું કે, દર વખતની જેમ આ વખતે પણ બહેનોએ રક્ષાબંધનના દિવસે ખૂબ જ રાખડીઓ મોકલી હતી. ત્યારે આપણો રિવાજ છે કે, બહેન રાખડી બાંધે તો કંઈ ગિફ્ટ આપવાનો અને તે ગિફ્ટ તૈયાર હતી. જે ગિફ્ટ હતી નારીશક્તિ વંદન અધિનિયમ 2023.

'મહિલા નેતૃત્વની શરૂઆત પણ ગુજરાતથી જ કરી હતી'
તેમણે કહ્યું કે, અમે મહિલા નેતૃત્વની શરૂઆત પણ ગુજરાતથી જ કરી હતી, જે ગુજરાતની પાણી વ્યવસ્થા સમિતિને આંતરરાષ્ટીય એવોર્ડ પણ મળ્યો હતો. ગુજરાતને આ બાબતે બે મોટો એવોર્ડ પણ મળ્યા હતા. જે પરથી શીખીને દેશમાં જલ જીવન મીશન શરૂ કર્યું હતું. પ્રધાનમંત્રી જણાવ્યું કે, છેલ્લા નવ વર્ષોમાં નાગરિકોને જન્મથી લઈ વૃદ્ધા વ્યવસ્થા દરમિયાન ઉપયોગી થઈ શકે તેવા કામ કર્યા છે.
વાઈબ્રન્ટ ગુજરાત સમિટની 20 વર્ષની ઉજવણી
આવતી કાલે સવારે 10 કલાકે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની 20 વર્ષની ઉજવણી સાયન્સ સિટી ખાતે કરવામાં આવી રહી છે. જેમાં પીએમ મોદી હાજરી આપશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી અત્યાર સુધીની વાઈબ્રન્ટ ગુજરાત સમિટની એડિશનમાં કામ કરી ચૂકેલા રાજ્ય સરકારના અધિકારીને સન્માનિત કરશે. આ કાર્યક્રમમાં ઉદ્યોગકારો, શિક્ષણવિદો, કલાકારો, સાહિત્યકારો તથા સામાજિક અગ્રણી ઉપસ્થિત રહેશે. જાન્યુઆરી 2024માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગેટવે ટુ ફ્યૂચર થીમ આધારિત રહેશે. તે પૂર્વે પીએમ મોદી ભૂતકાળમાં થયેલી તમામ સમિટની ફલશ્રુતિ પર ચર્ચા કરશે. 

નારી વંદના કાર્યક્રમ યોજાશે
આ કાર્યક્રમ બાદ વડા પ્રધાન મોદી છોટાઉદેપુરના બોડેલી ખાતેના કાર્યક્રમ માટે રવાના થશે. જ્યાં 5,206 કરોડનાં વિકાસ કામનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત નવા વર્ગ ખંડ, સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યૂટર લેબ જેવી સુવિધાની ભેટ આપશે. 7,500 ગામમાં 20 લાખ લાભાર્થી માટે વાઈ ફાઈ સુવિધાનું લોકાર્પણ કરશે. વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં નારી વંદના કાર્યક્રમ યોજાશે. જેમાં અંદાજે એક લાખ મહિલા ઉપસ્થિત રહી વડા પ્રધાનનું અભિવાદન કરશે.

 વિકાસ કાર્યોની ભેટ
વડા પ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 4,505 કરોડનાં વિવિધ શૈક્ષણિક વિકાસ કાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. આ ઉપરાંત,પીએમ મોદી   માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમ જ પાણી પુરવઠા વિભાગનાં વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ અને ખાત મુહૂર્ત પણ કરશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ