બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Prepare these 4 energy drinks from cucumber to avoid heat, which will keep your health healthy

હેલ્થ / કાળઝાળ ગરમીમાં કાકડીમાંથી તૈયાર કરો આ 4 એનર્જી ડ્રીંક, જે તમારા સ્વાસ્થ્યને રાખશે હેલ્ધી

Megha

Last Updated: 10:01 AM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરીરમાં મોટાભાગની સમસ્યાઓ ડિહાઇડ્રેશનને કારણે થાય છે એવામાં આજે અમે તમને આવા કેટલાક ડ્રિંક્સ વિશે માહિતી આપી રહ્યા છીએ જે તમારી બધી સમસ્યાઓ દૂર કરી શકે છે.

  • ડિહાઇડ્રેશનમાં નબળાઇ અને થાકની સમસ્યા પણ જોવા મળે 
  • આ સમસ્યાનો સામનો કેવી રીતે કરવો તે અંગે લોકો પરેશાન છે
  • આ  ડ્રિંક્સ એવા છે જે તમારી બધી સમસ્યાઓ દૂર કરી શકે

ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુ સાથે સમસ્યાઓ પણ આવી રહી છે જેવી કે હીટસ્ટ્રોકના. આ કારણે લોકો પરેશાન છે અને સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ પણ થઈ રહી છે જેમાં મોટાભાગની સમસ્યાઓ ડિહાઇડ્રેશનને કારણે થાય છે. આ ડિહાઇડ્રેશનમાં નબળાઇ અને થાકની સમસ્યા પણ જોવા મળી રહી છે. આ સાથે જ ત્વચાની વાત કરીએ તો ડીહાઈડ્રેશન અને પાણીની અછતને કારણે ત્વચા ડ્રાય થઈ જાય છે અને આ સમસ્યાનો સામનો કેવી રીતે કરવો તે અંગે લોકો પરેશાન છે. એવામાં આજે અમે તમને આવા કેટલાક ડ્રિંક્સ વિશે માહિતી આપી રહ્યા છીએ જે તમારી બધી સમસ્યાઓ દૂર કરી શકે છે. 

કાકડીનું ફ્લેવર વોટર 
આ કાળજાળ ઉનાળામાં તમે કાકડીમાંથી બનાવેલું ફ્લેવર્ડ પાણી પણ પી શકો છો અને આનાથી તમારા શરીરને ઠંડક મળી શકે છે. આ માટે પાણીની બોટલમાં બેથી ચાર કાકડીના ટુકડા અને અડધા લીંબુના ટુકડા રાખો. આ બોટલમાં પાણી ભરો. જ્યારે પણ પાણી પીવાનું મન થાય ત્યારે એ પાણી પીઓ. 

કાકડીનું જ્યુસ 
ઉનાળામાં તમે કાકડીનું જ્યુસ બનાવીને પી શકો છો. એ જ્યૂસમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જેના કારણે તમને ઉનાળામાં ઘણો ફાયદો થાય છે. કાકડીનો રસ બનાવવા માટે કાકડીના એકથી બે ટુકડા કરો અને છીણી લો. એ બાદ સુતરાઉ કાપડ લો અને તેમાં છીણેલી કાકડી નાખો અને તેનું રસ કાઢો અને તેમાં લીંબુ અને કાળું મીઠું ઉમેરીને પીઓ. 

મધ અને કાકડીનું ડ્રિંક 
ઉનાળામાં મધ અને કાકડીનું પીણું પણ ખૂબ જ ફાયદાકારક છે. આ માટે એક ગ્લાસમાં કાકડીનો રસ કાઢી લો. જ્યુસમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરો, ડ્રિંકને ફ્રીજમાં સ્ટોર કરો અને જ્યારે પણ તમે તડકામાંથી પાછા આવો ત્યારે આ ડ્રિંક પી લો. 

કોથમીરનાં પાન અને કાકડીનું જ્યુસ 
કોથમીરનાં પાંદડા અને કાકડીનો રસ પણ તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. આ ડ્રિંક શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તેને બનાવવા માટે નાની કાકડી કાપો અને બ્લેન્ડરમાં કાકડી અને કોથમીર નાખીને સારી રીતે પીસી લો. સ્વાદ પ્રમાણે તેમાં રોક મીઠું અને કાળા મરી ઉમેરો. આ ડ્રિંક બનાવ્યા બાદ તેને ફ્રીજમાં સ્ટોર કરો અને ઠંડુ થવા દો. હવે તેમાં લીંબુનો રસ ઉમેરો અને આનંદ લો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ