બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / રાજકોટ / Preparations for flights to take off at Herasar airport in August

આતુરતાનો અંત / PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હવે 'ટેક ઓફ' તરફ, ઓગસ્ટમાં ફ્લાઇટ ઉડાન ભરે તેવી શક્યતા

Dinesh

Last Updated: 06:10 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હીરાસર એરપોર્ટ પર સમાંતર બે ટેક્સી-વે રહેશે તથા એપ્રન, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો, MRO/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે

  • પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ ટેક ઓફ તરફ
  • હીરાસર એરપોર્ટ પર ઓગસ્ટમાં ફ્લાઇટ ઉડાન ભરે તેવી તૈયારીઓ 
  • વિમાન લેન્ડ થયાના બે જ મિનિટમાં રનવે ખાલી થશે


રાજકોટના કુવાડવા ગામ પાસે 1400 કરોડના ખર્ચે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. જે નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ કહેવાય છે અનેક વખત પીએમ મોદીની સુચનાઓ પણ આવી છે કે, હવે આ કામ ઝડપથી પૂરું કરો. પરંતુ જાણે હવે આતુરતાનો અંત. આ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું પ્રથમ તબક્કાનું 572 કરોડનું કામ પૂર્ણતાના આરે છે હવે મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ટેક ઓફ તરફ છે. 

 એરપોર્ટ પર  280થી વધુ મુસાફરોની વહનક્ષમતા
લાયસન્સ માટે ડીજીસીએની ટીમ રાજકોટમાં થોડા દિવસમાં જ આવશે અને તેની પ્રક્રિયા પૂર્ણ કરશે અને ઓગસ્ટ મહિનામાં ફ્લાઈટ ઉડાન ભરે તેવી પૂરી શક્યતાઓ છે. આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર 280થી વધુ મુસાફરોની વહનક્ષમતા અને પ્રતિ કલાક 5,375 કિલોમીટરની સ્પીડથી ઊડી શકે એવાં ‘સી’ પ્રકારનાં પ્લેન ઓપરેટ થશે. આને પગલે એરબસ (A 320-200), બોઇંગ (B 737-900) જેવાં વિમાનોની સુવિધા રાજકોટ સહિત સૌરાષ્ટ્રને મળવા લાગશે. 

340 મીટર લાંબુ અને 25 મીટર પહોળો રનવે
આ એરપોર્ટ પર સમાંતર બે ટેક્સી-વે રહેશે તથા એપ્રન, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો, MRO/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે. 2500 એકરમાં બનવા જઈ રહેલા આ એરપોર્ટમાં 1500 એકર જમીન એરપોર્ટ ડેવલપમેન્ટ માટે, 250 એકરનો ગ્રીન ઝોન, 524 એકર સિટી સાઈડ પેસેન્જર સુવિધા માટે અને એવિએશન પાર્ક માટે 250 એકર જમીનનો ઉપયોગ કરાશે. ગલ્ફ કન્ટ્રીના ડાયરેક્ટ કનેક્ટિવિટી મળશે. ગલ્ફ કન્ટ્રીમાં કાર્ગો પેસેન્જરનું હબ બનશે. 340 મીટર લાંબુ અને 25 મીટર પહોળો રનવે, રાજકોટથી ગલ્ફ ડાયરેક્ટ મળશે. 

2500 એકરમાં 1400 કરોડનો ખર્ચે
હાલ 24 કલાક નિર્માણની કામગીરી ચાલી રહી છે, 2500 એકરમાં 1400 કરોડના ખર્ચે એરપોર્ટ 600થી વધુ મેન પાવરનો ઉપયોગ થઈ રહ્યો છે એક કલાકમાં 14 ફ્લાઈટ ઉડાન ભરશે અને પ્લેન લેન્ડ થવાની બે મિનિટ ખાલી થશે. રાજકોટ નજીક તૈયાર થયેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને આઈએટીએ (ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસો.) દ્વારા એચએસઆર કોડ આપવામાં આવ્યો છે.  (સીટી: હિરાસર, દેશ-ઈન્ડિયા, લોકેશન નામ: હિરાસર એરપોર્ટ) હવેથી ઈન્ટરનેશનલ કક્ષાએ હિરાસર એરપોર્ટનો વિધિવત સમાવેશ સાથે ઓળખ આપવામાં આવી છે.
હાલના એરપોર્ટમાં કાર્યરત તમામ વિભાગોના સ્થળાંતર માટે પણ ગતિવિધિ તેજ બની છે. ચાલુ મહિન દરમિયાન એરપોર્ટના (1) ફાયર, (2) એમ.ટી. (3) સી.એન.એસ. (4) એટીએસ (5) સીવીલ એન્જી. (6) ઈલે. એન્જી. વિભાગોનું સ્થળાંતર થનાર છે. જ્યારે અન્ય બાકીના એચ.આર. અને ફાયનાન્સ વિભાગો માટે નવા હિરાસર એરપોર્ટમાં ઓફિસનું કામ પૂર્ણ થયેથી સ્થળાંતર થશે. ડીસીસીએ અને એરપોર્ટ ઓથોરીટીએ એર ઈન્ડીયા અને ઈન્ડીગો એરલાઈન્સ કંપનીને પણ સ્થળાંતર કરી નવા હિરાસર એરપોર્ટમાં 1લી ઓગષ્ટથી ઓફિસ કાર્યરત કરવા આદેશ કર્યો હોવાનું જાણવા મળેલ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ