બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ભારત / Prana Pratishtha of Ramlala idol in Ayodhya on 22 January 2024

Ayodhya Ram Mandir / નિષાદરાજ, શબરી, જટાયુ... શ્રી રામમંદિરની સાથે સાથે અયોધ્યામાં આ સાત મંદિરો પણ બનશે, મહાદેવ અને મા ભવાનીના પણ થશે દર્શન

Kishor

Last Updated: 09:55 AM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં ભવ્ય સાથે મહર્ષિ વાલ્મિકી મંદિર, મહર્ષિ વશિષ્ઠ મંદિર, મહર્ષિ વિશ્વામિત્ર મંદિર, મહર્ષિ અગસ્ત્ય મંદિર, નિષાદ રાજ, માતા શબરી, દેવી અહિલ્યા મંદિર હશે.

  • ભગવાન શ્રીરામની નગરી અયોધ્યાને ત્રેતાયુગની થીમ પર સજાવવામાં આવી રહી છે
  • ત્રેતાયુગની થીમ પર સજાવવામાં આવશે અયોધ્યા
  • 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામલલાની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા

અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તીની પ્રાણી પ્રતિષ્ઠાની ક્ષણ હવે નજીક આવી ગઈ છે. મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામ બીરાજમાન થશે. અહિંયા મંદિરમાં ઋષિઓના પણ દર્શન થશે. મુખ્યરામ મંદિર સિવાય સાત અન્ય દેવી-દેવતાઓ માટે પણ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. જે મંદિર પરિસરની શોભા વધારશે. મુખ્ય મંદિર નજીક આધ્યાત્મિક રૂપથી મહત્વપૂર્ણ મંદિરોને પણ જગ્યા આપવામાં આવી છે. જેમાં મહર્ષિ વાલ્મિકી મંદિર, મહર્ષિ વશિષ્ઠ મંદિર, મહર્ષિ વિશ્વામિત્ર મંદિર, મહર્ષિ અગસ્ત્ય મંદિર, નિષાદ રાજ, માતા શબરી, દેવી અહિલ્યા મંદિર હશે. જે લોકોને ત્રેતાયુગની થીમ પર સજાવવામાં આવશે.

ગુજરાતથી ધ્વજદંડ, મહારાષ્ટ્રના દરવાજા અને રાજસ્થાનના પથ્થર...: રામ મંદિર  નિર્માણની કારીગરી દેશના તમામ રાજ્યોમાંથી યોગદાન | from Gujarat, Maharashtra  to ...

ભગવાન શ્રીરામની નગરી અયોધ્યાને ત્રેતાયુગની થીમ પર સજાવવામાં આવી રહી છે. સરકારે અયોધ્યામાં લાખો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે. કોરિડોરની સાથે અલગ-અલગ મંદિરો બનાવવામાં આવી રહ્યાં છે... ત્યારે હવે સૌ કોઈએ ઘડીની રાહ જોઈ રહ્યું છે જેની આપણે સૌ વર્ષોથી રાહ જોઈ રહ્યાં હતાં.22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં નવા રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારે આ તકે વડાપ્રધાન મોદી મુખ્ય યજમાન રહેશે.

વાંચવા  જેવું:અયોધ્યાના ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં નહીં હોય સીતા માતાની પ્રતિમા, માત્ર બિરાજશે રામલલ્લા, કારણ ચોંકાવનારું

દક્ષિણમાં હનુમાન અને ઉત્તરમા માં અન્નપૂર્ણા બિરાજશે
આ પરકોટાના ચાર ખૂણાઓ ભગવાન સૂર્ય, માતા ભગવતી, ભગવાન ગણેશ અને ભગવાન શિવને સમર્પિત કરવામાં આવશે. ઉત્તર દિશામાં માં અન્નપૂર્ણાનું મંદિર, દક્ષિણમાં હનુમાનજીનું મંદિર, ઉત્તરમાં માતા અન્નપૂર્ણાનું મંદિર બનાવવામાં આવ્યું છે. જ્યારે અયોધ્યામાં કુબેર ટીલા પર જટાયુની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.

'રસ્તાના કિનારે લગાવવામાં આવ્યા સૂર્ય સ્તંભ
રામ મંદિરના દર્શન કરીને પરત ફરતી વખતે ભક્તો આ મંદિરોના દર્શન કરી શકશે. અયોધ્યાના રસ્તાઓ પર સૂર્ય સ્તંભ સ્થાપિત કરવામાં આવ્યાં છે. જે ભગવાન રામના સૂર્યવંશી હોવાનું પ્રતિક છે. રામપથ, ભક્તિપથ, ધરમપથ અને શ્રી રામજન્મભૂમિ પથ તૈયાર થઈ ગયા છે. રસ્તાઓ પર દિવાલો બનાવવામાં આવી રહી છે. જેના પર રામાયણ કાળની ઘટનાઓને કંડારવામાં આવી રહી છે. આ મંદિર 70 એકરમાં આકાર લઈ રહ્યું છે જેમાંથી 70 ટકા ભાગમાં તો હરિયાળી છે. ગ્રીન બેલ્ટમાં આવતા 600 જેટલા વૃક્ષોને સુરક્ષિત રાખવામાં આવ્યા છે... 

'મંદિરમાં 12 દ્વાર છે...'
આમ તો રામ મંદિર અઢી એકરમાં આકાર પામ્યું છે.. પણ જો પરિક્રમાનો પથ જોડવામાં આવે તો આખુ સંકુલ 70 એકરમાં તૈયાર થયું છે. મંદિર વિશે વાત કરીએ તો મંદિરનો મુખ્ય દ્વારા સિંહ દ્વારા છે... રામ મંદિરમાં કુલ 392 પિલર છે.. ગર્ભગૃહમાં 160 અને ઉપરના ભાગમાં 132 સ્તંભ છે. આમ મંદિરમાં કુલ 12 દરવાજા છે. રામ મંદિર સંકુલના નિર્માણ પાછળ 1,700થી 1,800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.

'રામ લલ્લા ગર્ભગૃહમાં જોવા મળશે' 
મંદિરના ગર્ભગૃહમાં એક ચબુતરો બનાવવામાં આવ્યો છે. આ ચબુતરા પર ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. રામલલ્લાની મૂર્તિ 51 ઇંચની બનાવવામાં આવી છે... ભગવાન શ્રીરામના દર્શન કર્યા બાદ ભક્તો પંચદેવોના દર્શન કરી શકશે. આ સાથે જ પરિક્રમા કરીને વિધિવત પૂજા સંપન્ન કરી શકશે.પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ જ્યારે રામ મંદિર લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે. ત્યારે રોજના દોઢ લાખ ભક્તો આ મંદિરની મુલાકાત લે તેવી સંભાવના છે.. જેથી દરેક ભક્તને રામલલ્લાના દર્શન કરવા માટે માત્ર 15થી 20 સેકન્ડનો સમય મળશે. એક સમયે 25,000 ભક્તો પરિસરની મુલાકાત લઈ શકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ