બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / prabhas adipurush to be released on amazon prime ott platform after cinemas

મનોરંજન / બોક્સ ઓફિસ બાદ OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવશે ફિલ્મ 'Adipurush', કરોડોમાં થઇ ડીલ

Manisha Jogi

Last Updated: 04:47 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ‘આદિપુરુષ’ આ સપ્તાહે સિનેમાઘરમાં રિલીઝ થશે. ફિલ્મ ‘આદિપુરુષ’નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે.

  • આ સપ્તાહે સિનેમાઘરમાં રિલીઝ થશે ફિલ્મ ‘આદિપુરુષ’
  • ફિલ્મ ‘આદિપુરુષ’નું એડવાન્સ બુકિંગ શરૂ
  • OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવશે ફિલ્મ

ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ‘આદિપુરુષ’ આ સપ્તાહે સિનેમાઘરમાં રિલીઝ થશે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું, ત્યારથી ફેન્સમાં આ ફિલ્મ બાબતે એક્સાઈટમેન્ટ જોવા મળી રહ્યું છે. આ ફિલ્મ રિલીઝ થઈ તે પહેલા તેના VFX, સિનેમેટીક એક્સપીરિયન્સ અને રામાયણના મોર્ડન એડેપ્ટેશન બાબતે ચર્ચા કરવામાં આવી છે. 

ફિલ્મ ‘આદિપુરુષ’નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન લીડ રોલ પ્લે કરી રહ્યા છે. ફિલ્મ ‘આદિપુરુષ’ બોક્સ ઓફિસ રિલીઝ થતા પહેલા જ માલામાલ બની ગઈ છે. મેકર્સે કરોડોની કિંમત પર આ ફિલ્મના રાઈટ્સ વેચ્યા છે. ફિલ્મ ‘આદિપુરુષ’ અત્યાર સુધી સૌથી મોટી ઈન્ડિયન ફિલ્મ બની શકે છે. આ ફિલ્મ પર 700 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

OTT પર રિલીઝ થશે ફિલ્મ
થિયેટરમાં આ ફિલ્મ 16 જૂન 2023ના રોજ રિલીઝ થશે. બોક્સ ઓફિસ પર રિલીઝ થયાના 50 દિવસ પછી આ ફિલ્મ OTT પર રિલીઝ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મેકર્સે OTT પર રિલીઝ માટેની ડીલ પૂર્ણ કરી લીધી છે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ ‘આદિપુરુષ’ એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

આ ફિલ્મને 250 કરોડ રૂપિયાની શાનદાર ડીલ મળી છે. આ ફિલ્મે મ્યુઝિક, સેટેલાઈટ અને અન્ય ડિજિટલ રાઈટ્સ વેચીને 432 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

ફિલ્મનું એડવાન્સ બુકિંગ
પ્રાપ્ત થયેલ રિપોર્ટ અનુસાર આ ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. 11 જૂનના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં પીવીઆર, આઈનોક્સ અને સિનેપોલિસમાં આ ફિલ્મની લગભગ 18,000 ટિકીટ વેચાઈ ગઈ છે. 23,000થી 25,000 ટિકીટના વેચાણ સાથે ફિલ્મ ‘આદિપુરુષ’ના કાઉન્ટર રાત્રે બંધ કરી દેવામાં આવ્યા છે. આ ફિલ્મે પહેલા જ દિવસે એડવાન્સ બુકિંગમાં 1 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે. રામ ચરણ, રણબીર કપૂર અને અભિષેક અગ્રવાલે જાહેરાત કરી હતી કે, આ ફિલ્મની 10,000 ટિકીટ ખરીદીને વેચશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ