બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / potato farming without soil on roof of home in surat

આ તો ગજબ કહેવાય / સુરતના આ શખ્સે હવામાં કરી 'બટાકા' જેવાં જ દેખાતા આ ફળની ખેતી, જાણો કઇ રીતે

Dhruv

Last Updated: 06:36 PM, 11 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં સુભાષ નામની આ વ્યક્તિએ જમીનમાં નહીં પરંતુ હવામાં 'બટાકા' જેવાં જ દેખાતા એક ફળની ખેતી કરી છે. જે માટીમાં નહીં પરંતુ વેલા પર ઉગે છે.

  • વ્યવસાયે એન્જિનિયર સુભાષ હવામાં ઉગાડે છે બટાકા!
  • આમ તો આ એક જંગલી ફળ છે, પરંતુ તેનો સ્વાદ અને દેખાવ બિલકુલ બટાકા જેવો છે
  • એર બટાટાનું બોટનિકલ નામ 'ડીઓસકોરિયા બલ્બીફેરા' છે

બટાકા કે જેને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે કારણ કે તેના વિના રસોડામાં બનેલું તમામ શાક અધૂરું જ હોય છે. દેશી હોય કે વિદેશી દરેક ઋતુમાં ઉપલબ્ધ બટાકા ખોરાક બનાવવામાં ઉપયોગી છે. તમે સૌ કોઇ જાણતા હશો કે બટાકા ખેતરની જમીનની અંદર ઉગાડવામાં આવે છે, પરંતુ ગુજરાતના સુરતમાં એક વ્યક્તિએ પોતાના ઘરની છત પર બનેલા કિચન ગાર્ડનમાં કે જ્યાં માટી જ નથી હોતી ત્યાં બટાકા ઉગાડયા છે. વાસ્તવમાં તે એક પ્રકારે બટાકાની એક ખાસ પ્રજાતિ છે કે જે વેલા પર ઉગે છે.

આજના સમયમાં કેમિકલની મદદથી ઉગાડેલા શાકભાજી જ બજારમાંથી ખરીદીને આપણે ખાઈએ છીએ. ત્યારે આપણે સૌ કોઇ જાણીએ છીએ કે, કેમિકલયુક્ત શાકભાજી ખાવાથી શરીરને ઘણું નુકસાન થાય છે, પરંતુ તેમ છતાં તે શાકભાજીને ખરીદવી અને ખાવી એ માનવીની મજબૂરી હોય છે. કેમિકલયુક્ત શાકભાજીના યુગમાં ઓર્ગેનિક શાકભાજી મેળવવી ખૂબ જ મુશ્કેલ હોય છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા સુભાષ કે જેઓ વ્યવસાયે તો એન્જિનિયર છે, પરંતુ તે પોતાના ઘરના ટેરેસ ગાર્ડનમાં ખેતી કરીને ખેડૂત તરીકેનું કામ કરે છે.

તેનો સ્વાદ અને દેખાવ બિલકુલ બટાકા જેવો છે

ઘરે બેઠા જ તેમના પરિવારને વિવિધ પ્રકારના ઓર્ગેનિક શાકભાજી મળી રહે તે માટે સુભાષે પોતાના ઘરની છત પર જ શાકભાજીની ખેતી કરવાનું શરૂ કર્યું છે. પરંતુ આ બધા શાકભાજીની વચ્ચે સુભાષભાઈએ પોતાના ઘરની ખેતીમાં બટાકાની ખેતી જમીનની નીચે નહીં પરંતુ હવામાં ઉગાડીને કરી છે. જમીનની નીચેની જમીનમાં ઉગાડવામાં આવતા બટાકા જેવું જ દેખાતું આ આમ તો એક જંગલી ફળ છે, પરંતુ તેનો સ્વાદ અને દેખાવ બિલકુલ બટાકા જેવો છે અને તે જમીનની માટીમાં નહીં પરંતુ વેલા પર ઉગે છે.

તમને જણાવી દઇએ કે, આ બટાકાની એક ખાસ પ્રજાતિ છે કે જે વેલા પર ઉગે છે. તેને અંગ્રેજીમાં Air Potato તરીકે ઓળખવામાં આવે છે. સુભાષ ગીરના જંગલમાંથી બટાકાની આ દુર્લભ પ્રજાતિ લાવ્યા હતાં. લગભગ બે વર્ષની મહેનત બાદ આ બટાકા ઉગવા લાગ્યા છે. બે વર્ષ પહેલાં વાવેલો આ છોડ હવે 25 ફૂટ લાંબો વેલો બની ગયો છે, જે છત સુધી પહોંચી ગયો છે.

આ બટાકાની એક ખાસ પ્રજાતિ છે કે જે વેલા પર ઉગે છે

હરવા-ફરવાના શોખીન સુભાષ એક વખત સૌરાષ્ટ્રના ગીરના જંગલોમાં ફરવા ગયા હતાં ત્યારે ત્યાંથી હવાઈ બટાકાના બીજ લઈને આવ્યા હતાં. સામાન્ય રીતે, આ હવાઇ બટાકા પહાડી રાજ્યોના જંગલોમાં પોતાની મેળે ઉગે છે. આ એર બટાટાનું બોટનિકલ નામ 'ડીઓસકોરિયા બલ્બીફેરા' છે. ઘરની છત પર બનેલા ખેતરમાં અલગ-અલગ પ્રકારના ઓર્ગેનિક શાકભાજી અને ખાસ કરીને તેમાં બનેલા આ એર બટેટાની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે અને તેની માંગ પણ વધી રહી છે.

જંગલમાં આ હવાઇ બટાકા રસાયણો અથવા ખાતરોના ઉપયોગ વિના જ ઉગે છે તેમજ તેને વધુ પાણીની પણ જરૂર નથી પડતી. તેની વેલ વર્ષમાં ઘણી વખત ફળ આપે છે. સુરત શહેરમાં રહેતા સુભાષે શહેરમાં જંગલી બટાકા ઉગાડીને તેઓ સતત લોકોમાં હાઇલાઇટ્સ્ થઇ રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ