બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Posters of Shankarsinh Vaghela's Jan Shakti Party were put up in Ahmedabad

ગરમાવો / શંકરસિંહ રાજનીતિમાં ફરી સક્રિય, ચૂંટણી પહેલાં એવું કર્યુ કે થવા લાગ્યા અનેક તર્ક-વિતર્ક

Vishnu

Last Updated: 08:29 PM, 2 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા ફરી થયા રાજનીતિમાં સક્રિય, જનશક્તિ પાર્ટીના ચિહ્ન સાથે ફોટા લાગતા કોંગ્રેસમાં જવાની વાત ના બરોબર

  • વિધાનસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ થયા સક્રિય
  • અમદાવાદમાં લાગ્યા શંકરસિંહના પોસ્ટર
  • જનશક્તિ પાર્ટીના ચિહ્ન સાથે લાગ્યા પોસ્ટર

રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીમા ત્રિપાંખીયો જંગ થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. સાશક તરીકે ભાજપ મજબૂત બની રહ્યું છે તો વિપક્ષ તરીકે કોંગ્રેસ નબળી પડવાના સાથે વિભાજીત થઈ રહી છે,ત્યારે વિપક્ષ તરીકે કોંગ્રેસના સ્થાને આમ આદમી પાર્ટી ઉભરી રહી છે. રાજ્યના પૂર્વ સીએમ એવા શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમા ઘર વાપસીના વાતો ઉડી રહી હતી. ત્યારે અમદાવાદમાં શંકરસિંહ વાઘેલાની જનશક્તિ પાર્ટીના દિવાળી શુભેચ્છા આપતા પોસ્ટર્સ લાગ્યા છે.  શંકરસિંહના ફોટા વાળા પોસ્ટરથી ચર્ચાએ જોર પકડ્યુ છે કે તેઓ સક્રિય રાજકારણમાં પાછા ફરી રહ્યા છે.

કોંગ્રેસ નેતાના સતત સંપર્કમાં હતા.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા રકાસ બાદ, શંકરસિંહ સતત કોંગ્રેસમાં નેતાઓ સાથે જોવા મળતા હતા.શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં આવવા અંગે ભરતસિંહનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, અમે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા લોકોને સ્વીકારીશું. જે આવશે તેનું સ્વાગત કરીશું. અને હાઇકમાન્ડ શંકરસિંહ વાઘેલા અંગે અંતિમ નિર્ણય લેશે. જો હાઇકમાન્ડ કહેશે તો અમે શંકરસિંહને આવકારીશું. અને હાલની સ્થિતિને ધ્યાને લઇ હાઇકમાન્ડ નિર્ણય લેશે. જે બાદ શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં વળતાં પાણી થાય છે તેવો અંદાજો રાજકીય વિશ્લેષકો દ્વારા લગાવવામાં આવ્યો હતો. પણ હાલ જનશક્તિ પાર્ટીના ચિહ્ન સાથે અમદાવાદમાં શંકરસિંહના પોસ્ટર લાગતા એવું લાગી રહ્યું છે કે આવનારી વિધાનસભા ચૂંટણી બાપુ એકલા હાથે લડશે.

ગત વિધાનસભાની ચૂંટણી વખતે પણ નવી પાર્ટી બનાવી હતી જે અત્યાર સુધી કોઈ પણ ફોર્મેટમાં કઈ કાઠું કાઢી શકી નથી ત્યારે પહેલાથી આપની એન્ટ્રીથી જામેલા ત્રિપાખિયા જંગમાં જનશકિત પાર્ટી પોતાની શકિત કેવી રીતે દેખાડે છે તે આગળનો સમય જ બતાવશે.

શંકરસિંહ વાઘેલાએ ક્યારે છોડ્યો હતો કોંગ્રેસનો સાથ?

  • 2017ની ચૂંટણી પહેલા શંકરસિંહ મુખ્યમંત્રીના ઉમેદવારની જીદ લઈને બેઠા હતા
  • કોંગ્રેસ શંકરસિંહને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરે તેવી જીદ હતી
  • શંકરસિંહે નક્કી કરી લીધું કે હવે કોંગ્રેસ તેમને સીએમ પદના ઉમેદવાર નહી બનાવે
  • એ સમયે જ રાજ્યમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી થવાની હતી
  • બરાબર 2017 વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી થવાની હતી
  • કોંગ્રેસને ભનક લાગી કે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનો પ્રયત્ન થશે
  • શંકરસિંહે પોતાના વેવાઈ બળવંતસિંહ રાજપૂતને પાંચમાં ઉમેદવાર તરીકે ઉભા રાખેલા
  • પ્લોટ એવો હતો કે કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામા આપે
  • કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમાં રહીને ક્રોસ વોટિંગ કરે અને બળવંતસિંહને જીતાવે
  • કોંગ્રેસને શંકરસિંહની આખી ગેમની ગંધ આવી ચૂકી હતી
  • કોંગ્રેસના 6 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા અને 2 ક્રોસ વોટિંગ કરવાના હતા
  • કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઈને બેંગલુરુના રિસોર્ટમાં પહોંચી
  • કોંગ્રેસ તરફી 2017માં છોટુ વસાવાએ મતદાન કરેલું અને અહેમદ પટેલ સાંસદ બન્યા હતા
  • બળવંતસિંહ જીતે તો અહેમદ પટેલની હાર થાય એમ હતી
  • રાજ્યસભાની આ ચૂંટણી પછી શંકરસિંહ કોંગ્રેસને ન ગમતા નેતા બની ગયા હતા
  • કોંગ્રેસે એ પણ આરોપ લગાવેલો કે તેમના પર કેસ થયા છે તેના બદલામાં ભાજપને મદદ કરે છે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ