બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics heated up on Dhirendra Shastri's Divya Darbar issue, why conflicting views of two leaders of the same party?

મહામંથન / ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર મુદ્દે રાજકારણ ગરમાયું, એક જ પાર્ટીનાં બે નેતાઓનાં વિરોધાભાસી મત કેમ?

Vishal Khamar

Last Updated: 11:33 PM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યારે ગુજરાતમાં તેઓ મહત્વનાં ત્રણ શહેરોમાં દરબાર યોજવાનાં છે. તો બીજી તરફ રાજકીય પક્ષો તેમનાં વિશે રોજ અલગ અલગ નિવેદન આપી રહ્યા છે.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત મુલાકાત પહેલા કોઈને કોઈ રાજકીય પક્ષ તેના વિશે નિવેદન આપીને ચર્ચામાં જ રહે છે. એક તરફ કોંગ્રેસમાં જ ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે બે ફાંટા છે ત્યારે બીજી તરફ ભાજપે આ વિરોધને હિંદુ ધર્મના વિરોધ સાથે જોડી દીધું છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ એવુ કહે છે કે જો યુગ વિજ્ઞાનનો છે તો પછી ખોટા ચમત્કારોને સ્થાન ન હોય તો ભાજપ એવું કહે છે કે કાયદા મુજબ કોઈપણ ધાર્મિક કાર્યક્રમમાં દેશનો નાગરિક જવા માંગતો હોય તો બંધારણ તેને સ્વતંત્રતા આપે છે. રાજકારણ અને પ્રહારની વચ્ચે એક સર્વમાન્ય હકીકત છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીને જરૂરી કે બિનજરૂરી માઈલેજ મળી રહ્યું છે.. સવાલ એ છે કે રાજકીય પક્ષોને આ મુદ્દે રાજકારણ કરીને શું મળે છે.

  • ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત મુલાકાત પહેલા રાજકારણ ગરમાયું
  • બાબાની ગુજરાત મુલાકાત પહેલા રાજકીય પક્ષોમાં ફાંટા
  • કોઈ સમર્થનમાં તો કોઈ બાબાના વિરોધમાં

ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત મુલાકાત પહેલા રાજકારણ ગરમાયું છે.  બાબાની ગુજરાત મુલાકાત પહેલા રાજકીય પક્ષોમાં ફાંટા પડ્યા છે.  કોઈ સમર્થનમાં તો કોઈ બાબાના વિરોધમાં છે. ગુજરાતના ત્રણ મહત્વના શહેરોમાં બાબાનો દરબાર યોજાવાનો છે. ભાજપ-કોંગ્રેસ ધીરેન્દ્ર શાસ્ત્રીના મુદ્દે સામસામે આવ્યા છે. કોંગ્રેસમાં પણ નેતાઓના વ્યક્તિગત મત અલગ પડે છે.

  • કોંગ્રેસના બે નેતાઓના ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે અલગ સૂર
  • હેમાંગ રાવલનું દબાતા સ્વરે સમર્થન તો મનિષ દોશીએ કર્યો વિરોધ
  • હેમાંગ રાવેલ કહ્યું કે બાગેશ્વર ધામ અને ધીરેન્દ્ર શાસ્ત્રીને અલગ રાખવા જોઈએ

ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે કોંગ્રેસમાં જ ફાંટા
કોંગ્રેસના બે નેતાઓના ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે અલગ સૂર.હેમાંગ રાવલનું દબાતા સ્વરે સમર્થન તો મનિષ દોશીએ વિરોધ કર્યો.  હેમાંગ રાવેલ કહ્યું કે બાગેશ્વર ધામ અને ધીરેન્દ્ર શાસ્ત્રીને અલગ રાખવા જોઈએ. હેમાંગ રાવલનો તર્ક છે કે બાબા બાગેશ્વર સ્વયં હનુમાનજીનું સ્વરૂપ છે. બાગેશ્વર ધામમાં હેમાંગ રાવલની અંગત શ્રદ્ધા. મનિષ દોશીનો તર્ક છે કે 2024ની ચૂંટણી માટે બાબાનો ઉપયોગ થઈ રહ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના માધ્યમથી મતના ધ્રુવીકરણના પ્રયાસનો આરોપ.

ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે ભાજપનો તર્ક

  • ભાજપે કોંગ્રેસના જ નેતાઓના વિરોધાભાસી નિવેદન પર નિશાન સાધ્યું
  • ધીરેન્દ્ર શાસ્ત્રીના કોંગ્રેસે કરેલા વિરોધને હિંદુ વિરોધી ગણાવ્યો
  • ભાજપે કહ્યું બંધારણ મુજબ ધાર્મિક આયોજનમાં જવા માટે નાગરિક સ્વતંત્ર છે
  • કાયદા પ્રમાણે કોઈપણ ધર્મના કાર્યક્રમનું આયોજન થઈ શકે છે
  • ભાજપનો કોંગ્રેસને સવાલ, મૌલવી દ્વારા આયોજીત કાર્યક્રમનો વિરોધ કરશો?
  • ભાજપે ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધને સનાતન ધર્મના વિરોધ સાથે જોડ્યો 

ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું? 

  • ધર્મના નામે ધતિંગ બંધ થવા જોઈએ
  • ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે ભાજપ માર્કેટિંગ કરી રહ્યું છે
  • ધર્મના નામે ધતિંગ કરનારા ભૂખ્યા નથી રહેતા
  • ધર્મનો રાજકીય ઉપયોગ ન થવો જોઈએ
  • ખોટા ચમત્કારના નામે નાટક બંધ થાય
  • વૈજ્ઞાનિક યુગમાં આવા ચમત્કારને અવકાશ ન હોય 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ